સિગરેટને ગુજરાતીમાં શું કહેવાય છે? મગજ પર જોર નાખો અને આપો આવા ખતરનાક IAS ના જવાબ

એવી કઈ વસ્તુ છે જે દિવસના અજવાળામાં પણ નથી દેખાતી? IAS ઇન્ટરવ્યુમાં પુછાનારા કઠિન સવાલના જવાબ.

IAS Interview Questions/ UPSC Interview Quetions: સામાન્ય રીતે થોડા પ્રશ્ન એવા હોય છે જે લગભગ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવી શકે છે. પણ IAS ઈન્ટરવ્યું પ્રતિષ્ઠિત સિવિલ સેવા પરીક્ષાનું છેલ્લું સ્ટેજ હોય છે જેમાંથી પાર થવું ઘણું અઘરું છે. આ સ્ટેજમાં સફળ થઇ ગયા પછી ઉમેદવારોને IAS સહીત બીજી સેવાઓના જુદા જુદા હોદ્દા માટે પસંદ કરવામાં આવે છે. IAS Prelims અને IAS Main ની પરીક્ષા પછી IAS ઈન્ટરવ્યું પણ એક ઘણું જરૂરી અને ટફ ટાસ્ક છે.

સિવિલ સર્વિસેઝ જેવા IAS, IPS ના ઈન્ટરવ્યુંમાં થોડા અટપટા જ વિશેષ પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના જવાબ ના આપી શકો તો તમે તરત જ રીજેક્ટ પણ થઇ શકો છો. યુપીએસસી ઈન્ટરવ્યુંમાં આવા પ્રકારના પ્રશ્ન દ્રષ્ટિ, તર્કશક્તિ અને ઉમેદવારની પર્સનાલીટી પરખવા માટે પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના સચોટ જવાબ આપીને જ ઉમેદવાર નોકરી પ્રાપ્ત કરી શકે છે. આવો જાણીએ યુપીએસસી ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવેલા ટ્રીકી પ્રશ્ન અને તેના જવાબ.

interview
interview

પ્રશ્ન – એક મહિલા 1935માં જન્મી અને 1935માં જ મરી ગઈ છતાં પણ મૃત્યુ સમયે તેની ઉંમર 70 વર્ષની કેવી રીતે હતી?

જવાબ – કેમ કે 1935 એક રૂમનો નંબર છે.

પ્રશ્ન – દુનિયાનું એવું કયુ જાનવર છે જેને 3 આંખો હોય છે?

જવાબ – તુઆટરા એવું જાનવર છે જેને 3 આંખો હોય છે. તે માત્ર ન્યુઝીલેન્ડમાં મળી આવે છે. તુઆટરાના માથામાં ત્રીજી આંખ હોય છે જેને પાર્શ્વિકા આંખ કહેવામાં આવે છે. આ આંખમાં એક રેટીના, લેંસ, કોર્નિયા અને તંત્રિકા અંત હોય છે, પરંતુ તેનો ઉપયોગ જોવા માટે નથી કરી શકાતો. પાર્શ્વિકા નેત્ર માત્ર હેચિંગમાં જોવા મળે છે, કેમ કે તે ચારથી છ મહિના પછી શલ્કમાં ઢંકાઈ જાય છે.

પ્રશ્ન – લોખંડ કેવી રીતે બનાવવામાં આવે છે?

જવાબ – લોકો અયસ્ક માંથી લોખંડ બનાવતા હોય છે, અને તે પૃથ્વી માંથી ખનીજના રૂપમાં કાઢવામાં આવે છે. પૃથ્વીના ગર્ભમાં સૌથી વધુ મળી આવતું ખનીજ છે.

પ્રશ્ન – જો કોઈ બાળક ખુન કરી દે તો તેને શું સજા મળશે?

જવાબ – નવા કાયદા મુજબ નાની ઉંમરના ગુનેગારોની ઉંમર 18 વર્ષને ઘટાડીને 16 વર્ષ કરી દેવામાં આવી છે. કલમ 82 મુજબ 7 વર્ષથી ઓછી અને 83 વર્ષ મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કૃત્ય ગુનો નથી. જો કોઈ નાની ઉંમરમાં ગુનો કરે છે તો તેને ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ જેલની જોગવાઈ છે.

પ્રશ્ન – તમારા ખિસ્સામાં પાંચ ચોકલેટ છે બે તમે કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?

જવાબ – પાંચ

પ્રશ્ન – કોણ ભારતના રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી જ પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહી શકે છે?

જવાબ – રાજ્યપાલ

પ્રશ્ન – જેમ કોઈ ગાય માટે વાછરડું છે, એવી રીતે કોઈ બકરી માટે છે?

જવાબ – લવારું

પ્રશ્ન – કઈ એવી વસ્તુ છે જે ગરમ કરવાથી જામી જાય છે?

જવાબ – ઈંડા.

પ્રશ્ન – કાંચીડો પોતાનો રંગ કેવી રીતે બદલે છે?

જવાબ – કાંચીડાની એ ખાસિયત છે કે પોતાના દુશ્મનોને ઓળખતા જ તે પોતાનો રંગ બદલી લે છે, જેથી તે પોતાના દુશ્મનને છેતરવામાં સફળ થાય. જીનેવા યુનીવર્સીટીના જીવ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કાંચીડાના રંગ બદલવા પાછળ શારીરિક પ્રક્રિયા છે. કાંચીડા વાતાવરણ મુજબ રંગ બદલી લે છે. કેમ કે તેની ચામડીમાં ફોટોનીક ક્રિસ્ટલ નામનું એક પડ હોય છે. તે પડ પ્રકાશના પરિવર્તનને પ્રભાવિત કરે છે અને કાંચીડાનો રંગ બદલાયેલો જોવા મળે છે.

પ્રશ્ન – સિગરેટને ગુજરાતી/હિન્દી મા શું કહે છે?

જવાબ – સિગરેટને ધુમ્રપાન દંડીકા કહે છે.

પ્રશ્ન – પતંગ આકાશમાં ઉડે છે પરંતુ ગુરુત્વાકર્ષણબળને કારણે નીચે કેમ નથી આવતી?

જવાબ – પતંગ હવામાં ત્યારે ઉડે છે જયારે હવાનો પ્રવાહ પતંગ ઉપર અને નીચેથી હોય છે. જેથી પતંગ ઉપર ઓછું દબાણ અને નીચે વધુ દબાણ થાય છે. હવાનો પ્રવાહ બંધ થાય અને પતંગ ઉડાડવા વાળા વ્યક્તિનો કંટ્રોલ છૂટતા જ પતંગ જમીન ઉપર આવીને પડી જાય છે.

પ્રશ્ન – રોટલી શેકતી વખતે ફૂલી કેમ જાય છે?

જવાબ – જયારે રોટલીને ગરમી મળે છે તો લોટમાં રહેલુ પાણી બાષ્પીભવન થવા લાગે છે અને તેના કારણે રોટલી ફૂલી જાય છે. ઘઉંમાં ગ્લુટીન નામનું તત્વ રહેલું છે, જે એક પ્રકારનું પ્રોટીન છે, રોટલી શેકતી વખતે લોટમાં રહેલું પાણી જયારે બાષ્પીભવન થઇ જાય ત્યારે પરિણામ સ્વરૂપે રોટલી ફૂલી જાય છે. બધા અનાજની રોટલી ફૂલતી નથી, મકાઈ, જુવાર કે બાજરાની રોટલી નહિ જેવી ફૂલે છે.

પ્રશ્ન – જાપાનના લોકો કેળા ખાધા પછી તેની છાલનું શું કરે છે?

જવાબ – ફેંકી દે છે.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે જેને આપણે દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા?

જવાબ – અંધારું

પ્રશ્ન – તે પદાર્થનું નામ જણાવો જે પાણીમાં નાખવાથી ઠંડુ ન થઈને ગરમ થઇ જાય છે?

જવાબ – ફોડ્યા વગરનો ચૂનો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.