IAS, IPS પતિ-પત્નીએ ખોળે લીધી શહીદની દીકરી, કહ્યું આને પણ IPS બનાવીશું

આજે અમે તમારો આ જ દેશના એવા અધિકારીઓ સાથે પરિચય કરાવીશું, જેમણે અધિકારીઓ માટે લોકોના મનમાં જે કાળી શાહી છે, તેને હટાવવા માટે મિસાલ કાયમ કરી છે. એ અધિકારીઓએ એવું કામ કર્યુ છે જે કરવું તો નેતા અને મંત્રીઓએ જોઈતું હતું. આ બન્નેની આ પહેલ એ દેશના અધિકારીઓની આંખો ખોલી દીધી છે.

અમે વાત કરી રહ્યા છીએ દેશની બીજી મહિલા IPS અંજુમ આરા અને તેમના પતિ IAS યુનુસની. તેમણે શહીદ પરમજીતની 12 વર્ષની છોકરીને દત્તક (ખોળે) લઈને ઓફિસર બનાવવાનો નિર્ણય કર્યો. આ પહેલે નોકરશાહો પર હંમેશા સંવેદનહીનતા પર લાગતી અવજ્ઞાને પણ ધોવાનું કામ કર્યુ છે. સામાન્ય માણસમાં ધારણા બનતી રહી કે ખુરશી મળ્યા પછી લોકો તેનો રોફ ઝાડે છે, તેમને સમાજના દુ:ખ દર્દથી મતલબ નથી હોતો. પણ આ દંપતીએ એવા વિચાર પર માત આપતા મિસાલ ઉભી કરી.

સરહદની સુરક્ષા કરતા શહીદ થયેલા પંજાબના વીર પુત્ર પરમજીત સિંહની છોકરીને દત્તક લઈને ઉદાહરણ પૂરું પડ્યું છે. જી હા છોકરી દત્તક લીધી. જયારે તમામ પરિવારોમાં છોકરીઓને જ ભારો મનાય છે. અંજુમ સોલન શિમલામાં સોલન જીલ્લાની એસપી છે તો પતી યુનુસ કુલ્લુ જીલ્લાના કલેકટર છે.

આપણા છોકરાને બહેન મળી ગઈ : પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમના હમલામાં પંજાબના તરનતારનના પરમજીત સિંહ શહીદ થઇ ગયા હતા. તેમની 12 વર્ષની છોકરીએ અંતિમ સંસ્કાર કર્યો તો આ કરુણાજનક દ્રશ્ય જોઇને લોકો ઓગળી ગયા હતા. શહીદની દીકરી વિષે જાણકારી મળતા જ હિમાચલ પ્રદેશમાં આવેલ આ ઓફિસર દંપતીએ તેને દત્તક લેવાનો નિર્ણય લીધો.

માન્યું કે તે ઈચ્છતા હતા કે આ પુણ્ય કામની કોઈને ખબર ન પડે, પણ કોઈ સારું કામ કરે અને તેની સુગંધ દુર દુર સુધી ન ફેલાય, એવું કેમ બની શકે. જયારે આ પહેલની ચર્ચા ફેલાઈ તો બધાએ શહીદ પરમજીત સિંહની 12 વર્ષની છોકરીને દત્તક લેવાના નિર્ણયની વાહવાહ કરી.

ઓફિસર દંપતીનું કહેવું છે કે છોકરીના અભ્યાસથી લઈને બધો ખર્ચ તે ઉઠાવશે. યુનુસ અને અંજુમ આરાએ શહીદની પત્ની અને અન્ય પરિવારવાળા સાથે પણ આ વિષે વાત કરીને તેને રજામંદ કરી લીધા છે. આ નોકરશાહ દંપતીનું કહેવું છે કે તેમની પાસે એક નાનો એવો છોકરો છે. હવે શહીદની છોકરીને અપનાવવાથી છોકરાની પાસે બહેન પણ આવી જશે.

દીકરીને આઈએએસ – આઈપીએસ બનાવશે :

અંજુમ આરાનું કહેવું છે કે શહીદની છોકરી પોતાની ઈચ્છા મુજબ તેમની સાથે અથવા પોતાની માં સાથે રહી શકે છે. છોકરી ભલે ગમે ત્યાં રહે પણ તે અભ્યાસ અને દરેક વસ્તુમાં સહયોગ કરશે. જો છોકરી આઈએએસ અથવા આઈપીએસ બનવા માંગે તો પતી પત્ની મળીને તેને સારી ગાઈડલાઈન આપશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.