IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

જો 2 મરઘી 2 દિવસમાં 2 ઈંડા આપે છે, તો 200 મરઘી 200 દિવસમાં કેટલા ઈંડા આપશે? જવાબ જાણવા અંદર વાંચો. કેરિયર ડેસ્ક. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. મોક ટેસ્ટ માટે અમે તમને ઉમેદવાર દ્વારા શેયર કરવામાં આવેલા થોડા આઈએએસ ઈન્ટરવ્યુંના ટફ-ટ્રીકી પ્રશ્નો જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – ભગવાન શ્રીરામની બહેનનું શું નામ હતું?

જવાબ – ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી હતું. તે શ્રીરામની મોટી બહેન હતી અને મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી.

પ્રશ્ન – તે શું છે જેના કારણે આપણે દીવાલની બીજી બાજુ જોઈ શકીએ છીએ?

જવાબ – બારી.

પ્રશ્ન – તે કયું કામ છે જે આપણા સમાજમાં કોઈ કુંવારી છોકરી નથી કરી શકતી?

જવાબ – સેંથામાં સીદુર પૂરવું.

પ્રશ્ન – ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો હવે જણાવો કેટલા વધ્યા?

જવાબ – પાંચ કેમ કે બે પક્ષીએ માત્ર ઉડવાનો નિર્ણય કર્યો પરંતુ ઉડ્યા નહિ.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે આપણને જીવનમાં એક વખત ફ્રી મળે છે પરંતુ ત્રીજી વખત નહિ?

જવાબ – દાંત.

પ્રશ્ન – આ ખીલ ચહેરા ઉપર જ કેમ થાય છે?

જવાબ- યુપીએસસીવાળા ઉમેદવારને દરેક વિષયની માહિતી હોવી જોઈએ, એટલા માટે સામાન્ય જીવનના પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, જેનો સીધો સંબંધ વિજ્ઞાન સાથે હોય છે. આ પ્રશ્નનો જવાબ ઉમેદવારે આવી રીતે આપ્યો – સામાન્ય રીતે એંડ્રોજન હાર્મોન દ્વારા ખીલને ટ્રીગર કરવામાં આવે છે, તે ઉપરાંત સ્કીન ઓઈલી થવાને કારણે પણ ખીલ થાય છે. બીજું આ સમસ્યા જેનેટિક પણ હોઈ શકે છે.

પ્રશ્ન – છોકરીને પૂછવામાં આવ્યું ઓફીસમાં આવીને કોઈ છોકરો તમારી સાથે સેલ્ફી લેવા માંગે તો શું કરશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવાર છોકરીને પૂછવામાં આવ્યો હતો, તો તે થોડી સંકોચમાં પડી ગઈ. તે તેનો જવાબ ઘણી વાર વિચાર્યા પછી પણ ન આપી શકી હતી એટલા માટે તેણે કહ્યું કે, અમને ટ્રેનીંગ દરમિયાન એ શીખવવામાં આવશે કે આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશો. છોકરીના જવાબથી ઈન્ટરવ્યું બોર્ડ ખુશ થયું હતું. કેમ કે કોઈ ઓફિસર જયારે સમાજમાં સેવક બનીને લોકોની સેવા કરે છે, તો લોકો તેના પ્રશંસક બની જાય છે અને તસ્વીરો ખેંચાવવાનું પસંદ કરે છે. એક ઓફિસર કોઈ સેલીબ્રીટીથી ઓછા નથી હોતા. તેવામાં સેલ્ફી ખેંચાવવી કે નહિ તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

પ્રશ્ન – જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે, તો તમે સૌથી પહેલો નિર્ણય કયો લેશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો – આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેકારી છે. એટલા માટે સૌથી પહેલા બેરોજગારો માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવીશ. આપણા દેશમાં ઘણા બધા એવા યુવાનો છે જે ઉચ્ચ શિક્ષણ લેવા છતાં બેકાર ફરી રહ્યા છે. બીજું શિક્ષણના અધિકારને જુદી જુદી શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપીશ, ખાસ કરીને કન્યાઓ માટે જેના માતા પિતા તેને સ્કુલ મોકલી શકે.

પ્રશ્ન – એક ઘડિયાળ સતત ઝડપી થઈ રહી છે, રવિવાર સવારે 8 વાગ્યે 5 મિનીટ પાછળ હતી, જો તે મંગળવારે સવારે 8 વાગ્યે 7 મિનીટ આગળ હતી તો તેણે સાચો સમય ક્યારે દેખાડયો હશે?

જવાબ – 11.30 વાગ્યે.

પ્રશ્ન – તમે અંધારા રૂમમાં બંધ છો અને તમારી પાસે મીણબત્તી, સ્ટવ અને માચીસની સળી પણ છે. તમે સૌથી પહેલા શું સળગવશો?

જવાબ – માચીસ સળગાવીશું.

પ્રશ્ન – છોકરો એક છોકરીને પ્રપોઝ કરે છે, તો શું પ્રપોઝ કરવો ગુનાની યાદીમાં આવે છે?

જવાબ – નહિ સર, આઈપીએસના કોઈ પણ સેક્શનમાં પ્રપોઝ કરવાને ગુનાની યાદીમાં નથી મુકવામાં આવ્યો. તે કાયદેસર ભાષામાં ગુનો નથી.

પ્રશ્ન – ભારતની પ્રથમ મહિલા IAS અધિકારી કોણ હતી?

જવાબ – અન્ના રામજન મલ્હોત્રા.

પ્રશ્ન – જો 2 મરધી 2 દિવસમાં 2 ઈંડા આપે છે, તો 200 મરઘી 200 દિવસમાં કેટલા ઈંડા આપશે?

જવાબ – 200 મરઘી 200 દિવસમાં 20,000 ઈંડા આપશે.

પ્રશ્ન – વકીલ કાળા રંગના કોટ કેમ પહેરે છે?

જવાબ – વકીલોએ કાળા કોટ પહેરવાની પરંપરા ઇંગ્લેન્ડથી શરુ થઇ હતી, કાળો કોટ શિસ્ત અને આત્મવિશ્વાસની પ્રતિક માનવામાં આવે છે. કાળા રંગને શક્તિ અને અધિકારનું પ્રતિક પણ માનવામાં આવે છે.

પ્રશ્ન – તમે ડેમ બનાવવા જશો ત્યાંના આદિવાસી માઈગ્રેટ થશે, તેઓ ન માન્ય તો કેવી રીતે ડેમ બનશે?

જવાબ – આ પ્રશ્ન એક આઈએએસ ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો. તેણે ઘણી સમજણ પૂર્વક તેનો જવાબ આપ્યો. તેણે કહ્યું – ડેમ બનાવવાની પ્રક્રિયા શરુ કરતા પહેલા ત્યાંના આદિવાસી અને સ્થાનિક લોકો સાથે મળીને વાત કરવી જોઈએ. જેથી તેમને જણાવી શકાય કે, ડેમ તેમના માટે કેટલો ફાયદાકારક બનશે તેનાથી આટલા લોકોને પાણી મળશે રોજગાર મળશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.