માણસ પાણી પીધા વગર કેટલા દિવસ જીવી શકે છે? IAS ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટે આપ્યો સ્પષ્ટ અને સાચો જવાબ.

રમેશે એક જ દિવસે બે લગ્ન કર્યા, પણ કોઈએ તેને કાંઈ કહ્યું નહિ, એવું કેમ? જાણો આઈએએસ ઇન્ટરવ્યૂના વિચિત્ર સવાલોના જવાબ. યુપીએસસીના ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કંઈક એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે સાંભળવામાં ઘણું મુશ્કેલ લાગે છે, પરંતુ થોડું પણ મગજ ચલાવવામાં આવે તો સરળતાથી હલ થઇ જાય છે. જો તમે બુદ્ધિશાળી છો, તો આવા પ્રશ્ન તમારા માટે રમત જેવું છે. તેમાંથી થોડા પ્રશ્ન નિષ્ણાંતોએ અલગ અલગ ઈન્ટરવ્યુંમાં શેર કર્યા છે, ઉમેદવારે ઘણી કુશળતાથી આ કોયડા જેવા પ્રશ્નોના જવાબ આપ્યા અને નોકરી મેળવી.

પ્રશ્ન – શું એવી કોઈ જગ્યા છે, જ્યાં દિવસ અને રાત એક સાથે થતા જોઈ શકાય?

જવાબ – પૃથ્વીના નમવાને કારણે આર્કટીક સર્કલના સ્થાનોમાં એવું શક્ય છે. જેમ કે આલાસ્કા, ઉત્તરી નોર્વે અને આઈસલેંડમાં અહિયાં દિવસ રાત એક સાથે જોવા મળે છે, તેનો વિડીયો યુટ્યુબ ઉપર રહેલા છે.

પ્રશ્ન – રમેશે એક જ દિવસે એક જ શહેરમાં બે લગ્ન કર્યા, પણ કોઈએ તેને કાંઈ કહ્યું નહિ, એવું કેમ?

જવાબ – રમેશ પંડિતનું નામ છે.

પ્રશ્ન – શું સીલીંગ ફેનને 5 નંબરને બદલે 1 નંબર ઉપર ચલાવો, તો વીજળી બીલ ઓછું આવે છે?

જવાબ – જો પંખાનું રેગ્યુલેટર જુનું છે, તો 1 નંબર ઉપર ચલાવવા ઉપર પણ બીલ પાંચ નંબર જેટલું જ આવશે. તમે 1 ઉપર ચલાવો કે 5 ઉપર વીજળી ખર્ચમાં વધુ ફરક નથી પડતો. જુના રેગ્યુલેટર એક પ્રકારના પ્રતિરોધ જ છે.

પ્રશ્ન – એક છોકરીને જોઇને અરુણે કહ્યું આ મારા દાદાના દીકરાની એકમાત્ર પુત્રી છે, તેનો અરુણ સાથે શું સંબંધ થયો?

જવાબ – તે છોકરી અરુણની બહેન છે

પ્રશ્ન – માણસ પાણી પીધા વગર કેટલા દિવસ જીવી શકે છે?

જવાબ – પાણી વગર માણસ જીવતો રહેશે કે નહિ તે કહેવું એક તર્ક પૂર્ણ તથ્ય છે. કેમ કે પાણી માણસના જીવનનો મુળભુત આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી, માણસ પાણી વગર ત્રણથી ચાર દિવસ અને વધુમાં વધુ એક અઠવાડિયા સુધી જ જીવતો રહી શકશે. શરીરમાં પાણી જ નહિ હોય, તો કીડની પણ ખરાબ થઇ શકે છે, તેથી મને લાગે છે કે પાણી પીધા વગર માણસ 3 થી 4 દિવસ માંડ માંડ જીવતો રહી શકશે. હા પરંતુ ઊંઘ્યા વગર માણસ કદાચ એટલા દિવસ પણ જીવતો ન રહી શકે. માણસ માટે ઊંઘ પાણીથી પણ વધુ જરૂરી છે.

પ્રશ્ન – જો એક દીવાલ બનાવવા માટે આઠ પુરુષોને દસ કલાક લાગે, તો તેને બનાવવા માટે ચાર લોકોને કેટલો સમય લાગશે?

જવાબ – જરાપણ નહિ, કેમ કે તે પહેલાથી જ બનેલી છે.

પ્રશ્ન – વિમાનમાં પ્રવાસ દરમિયાન કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નાગરિત્વ કયુ હશે?

જવાબ – ભારતના નાગરિત્વ નિયમ મુજબ જો બાળકના માતા-પિતા ભારતીય છે, તો બાળક પણ ભારતીય થયો પછી ભલે તેનો જન્મ ભારતની બહાર થયો હોય.

પ્રશ્ન – Z ના આઠ છોકરા છે અને તેની એક-એક બહેન છે, તો Z ને કુલ કેટલા બાળકો છે?

જવાબ – Z ના કુલ 9 બાળકો છે.

પ્રશ્ન – ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો વિચાર કર્યો, હવે જણાવો કેટલા પક્ષી રહ્યા?

જવાબ – પાંચ કેમ કે બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો પરંતુ ઉડ્યા નહિ.

પ્રશ્ન – 2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા ગયા, તેમની પાસે 3 ટીકીટ હતી, છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે?

જવાબ – કેમ કે તે 3 લોકો હતા, દાદાજી, પિતા અને દીકરો એટલા માટે 3 ટીકીટ ઉપર ફિલ્મ જોઈ આવ્યા.

પ્રશ્ન – તાજમહેલનું નિર્માણ મુમતાઝના મૃત્યુ પહેલા થયું કે પાછળથી?

જવાબ – મુમતાઝ મહલનું અવસાન બુરહાનપુરમાં 17 જુન 1631ના રોજ બેટી ગૌહારા બેગમને જન્મ આપતી વખતે થયું હતું. ત્યાર પછી મુમતાઝ મહલની યાદમાં શાહજહાંએ તાજમહલ બનાવરાવ્યો, જે કામ 1634માં પૂર્ણ થયું.

પ્રશ્ન – એક બાળક પાકિસ્તાનના લાહોરમાં જન્મ્યો, છતાં પણ તે પાકિસ્તાની નથી?

જવાબ – તે બાળક 1947 પહેલા જન્મ્યો હતો, તે સમયે લાહોર વસ્યું જ ના હતું. એટલા માટે તે ભારતીય જ હશે.