એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

IAS ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું, શું થાય જો તમને અચાનક ખબર પડશે કે તમે ગર્ભવતી છો, જવાબ જાણીને સુન્ન થઇ ગયા અધિકારી.

કેરિયર ડેસ્ક. IAS Interview Questions in gujarati / UPSC Questions : સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આ મહિને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહીં પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ (UPSC Personality Test) માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી, અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમાર માટે એવા જ ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ, જેના વિષે વિચારીને તમે પણ ચોંકી જશો. તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ એવા પ્રશ્નો અને તેના જવાબ જરૂર જાણી લો. ખાસ કરીને યુપીએસસી પરીક્ષા પછી આઈએએસમાં પૂછવામાં આવેલા આ પ્રશ્નો અને તેના જોરદાર જવાબ વાંચીને તમારુ સામાન્ય જ્ઞાન પણ સારું થઇ જશે.

પ્રશ્ન – ક્યા દેશમાં બે રાષ્ટ્રપતિ હોય છે?

જવાબ – સાન મારિનો.

પ્રશ્ન – જો તમને ખબર પડે કે તમારી પત્નીનું કોઈ બીજા વ્યક્તિ સાથે લફરું છે તો તમે શું કરશો?

જવાબ – સાહેબ, હું એડલ્ટરીની કલમ-497 ની જોગવાઈ હેઠળ પારકા પુરુષ ઉપર પત્ની સાથે સબંધ બાંધવાનો ગુણો દાખલ કરી કેસ કરીશ. આ કલમથી તેની વિરુદ્ઘ કેસ કરી શકાય છે. સાથે જ પત્નીને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ, જેથી અમારા સંબંધો ફરીથી સુધરી જાય.

પ્રશ્ન – રેલ્વેના ટ્રેક ઉપર પથ્થર કેમ નાખવામાં આવે છે?

જવાબ – આમ કરવાથી પાટાને પોતાના સ્થાન ઉપર સ્થિર રાખી શકાય છે, અને ટ્રેનનું સંપૂર્ણ વજન આ પથ્થરો ઉપર જતું રહે છે. ગરમી, ઠંડી, વરસાદમાં પાટાને સંકોચાવા અને ફેલાવાથી રોકવાનું કામ પણ પથ્થર કરે છે.

પ્રશ્ન – જો તમારા પતિ તમને 4 બાળક પેદા કરવાનું કહે તો તમે શું કરશો?

જવાબ – આ પ્રશ્ન એક મહિલા ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો, તો તેમણે જવાબ આપ્યો – પહેલા તેને (પતિને) સમજાવીશ કે તે ઠીક નથી. તેમ છતાં પણ તે ન માને તો હું રાઈટ ટુ રીજેક્ટ અધિકારથી તેને ના કહી દઈશ. કેમ કે બાળક વધુ પેદા કરવાથી વસ્તીવધારો વધે છે. કુટુંબ નિયોજન જ યોગ્ય રસ્તો છે. તે ઉપરાંત વધુ બાળકો પેદા કરવા એક માતાના આરોગ્ય સાથે અન્યાય છે. કુટુંબ ઉપર આર્થિક બોજની દ્રષ્ટિએ પણ તે ખોટું છે.

પ્રશ્ન – એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ?

જવાબ – પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર ફરવામાં 24 કલાકનો સમય લે છે, જેને આપણે એક દિવસ માની લઈએ છીએ, અને એટલા માટે એક દિવસમાં 24 કલાક હોય છે.

પ્રશ્ન – કયા જાનવરનું હ્રદય તેના માથા ઉપર હોય છે?

જવાબ – દરિયાઈ કરચલા.

પ્રશ્ન – મિસાઈલમાં કયા ફયુલ વપરાય છે?

જવાબ – સોલીડ અને લીક્વીડ ફયુલ વપરાય છે જેવા કે ઓક્સીજન અને હાઈડ્રોજન.

પ્રશ્ન – શરીરનું એવું કયું અંગ છે જે નાનપણથી ઘરડા થવા સુધી ક્યારે પણ વધતું નથી?

જવાબ – આંખ.

પ્રશ્ન – જો તમે ડીએમ છો અને તમને સમાચાર મળે કે બે ટ્રેન સામસામી અથડાઈ ગઈ છે તો તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા તો માહિતી મેળવીશ કે કઈ ગાડી અથડાઈ છે માલગાડી કે પેસેંજર ગાડી, ત્યાર પછી પગલા લેવામાં આવશે.

પ્રશ્ન – શું થશે જો એક સવારે તમે જાગશો અને તમને ખબર પડશે કે તમે ગર્ભવતી છો? (મહિલા ઉમેદવારને પૂછવામાં આવ્યું.)

જવાબ – હું ઘણી ખુશ થઇ જઈશ અને મારા પતિ સાથે શુભ સમાચારનો આનંદ ઉઠાવીશ.

પ્રશ્ન – એક ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે તેને રોક્યો નહિ, કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.

પ્રશ્ન – ચાલતી ટ્રેનમાં સેલ્ફી લેવાથી એક છોકરીનું મૃત્યુ થઇ ગયું તેની ઉપર તમે શું વિચારો છો?

જવાબ – સોશિયલ મીડિયા આપણી દિનચર્યામાં જોડાઈને નશાની જેમ વધતું જાય છે. ફેન ફોલોઈંગ અને વધુમાં વધુ લાઈક્સ કમેન્ટ્સ માટે યુવાનો જીવ જોખમમાં મૂકી ફોટા-વિડીયો વગેરે લેવામાં પણ પાછા નથી પડતા. તે ખતરનાક સ્થિતિ છે આપણે તેના માટે યુવાનોને જાગૃત કરવાની જરૂર છે. તેના માટે અવેયરનેસ કેમ્પેન અને કાઉંસલિંગ વર્ગો ચલાવવા જોઈએ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.