રાત્રે ટોર્ચ લઈને ઢાબા ઉપર પહોચી લેડીઝ IAS, ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 3 લોકોની ધરપકડ

આ વાયરલ ન્યુજ છે જેમાં લેડી આઇએસ ઓફિસર ખુદ દરોડા પાડી ને ગુનેગારો ને શોધવા નીકળ્યા જાણો આખો કિસ્સો

ગિરીડીકના એસડીઓ વિજય જાધવનું દરોડા પાડવાનું સતત ચાલુ છે. સોમવારની રાત્રે પણ એસડીઓ એ શંકરચક બાલુઘાટ માં પાડેલ દરોડા માં મેનેજર સહિત પાંચ લોકોને ઝપટમાં લીધા છે. તે દરમિયાન અવૈધ દારૂ લઇ જતી 7 ટ્રક, જેસીબી અને સ્કાર્પીઓ જપ્ત કરવામાં આવેલ છે. તે પહેલા શનિવારે એસડીઓ એ હાથમાં ટોર્ચ લઈને એક ઢાબા ઉપર દરોડો પાડેલ હતો.

* શહેરી વિસ્તારના ઝીઝરી ખાતે મોહલ્લા માં દારૂની દુકાનની આજુ બાજુના ઘરો અને ઢાબામાં શનિવાર રાત્રે એસડીઓ વિજય જાધવે દરોડો પાડેલ હતો. તે દરમિયાન દારૂની દુકાન સામે અને બાજુના ઘરમાં દારૂ બનાવતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તે એસડીઓ અને પોલીસને જોઇને ભાગવાની તૈયારીમાં હતા. તે દરમિયાન એસડીઓ હાથમાં ટોર્ચ લઈને જાતે જ આ દરોડામાં જોડાયેલ જોવા મળ્યાં હતા.

* એસડીઓ મુજબ તેમને સુચના મળી હતી કે દારૂની દુકાન ની આજુ બાજુ દારૂ બનાવવામાં પણ આવે છે.

* કહેવામાં આવે છે કે ઝીંઝરી મોહલ્લા માં સરકારની બે દારૂની દુકાનો ચાલે છે. જ્યાં નિયમાનુસાર માત્ર દારૂ વેચાય છે. પણ તે દુકાનોની આજુ બાજુ ના ઘરોમાં અને સામે શેડ ઉભા કરીને દારૂ બનાવવામાં આવે છે. આ ફરિયાદ પછી કાર્યવાહી કરવામાં આવી. એસડીઓ વિજય જાધવે ઝીંઝરી મોહલ્લાના એક ઘર સાથે ઢાબામાં દરોડો પાડી મોટા પ્રમાણમાં બોટલો પણ મેળવી હતી.