UPSCના ચેરમેન અરવિંદ સક્સેના :-
ભારતમાં આઈએએસની પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓ માંથી એક ગણવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાનો આ પરીક્ષા માટે અરજી કરે છે, પરંતુ તેમાંથી લગભગ થોડા જ સિલેકશન થાય છે. અઘરી ગણવામાં આવતી આ પરીક્ષામાં ઘણા ઉમેદવારો એવા હોય છે. જે ઈન્ટરવ્યું સુધી તો પહોચી જાય છે, પરંતુ છેલ્લા લીસ્ટમાં સ્થાન નથી મેળવી શકતા. એવા વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે.
સંઘ લોક સેવા યોગ (યુપીએસસી)ને કેન્દ્ર સરકાર અને તેના મંત્રાલયોને સિવિલ સેવા પરીક્ષાના છેલ્લા ચરણમાં પહોચીને અંતિમ લીસ્ટમાં સ્થાન ન મેળવી શકવા વાળા ઉમેદવારોની ભરતી કરવાની ભલામણ કરી છે. ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટના જણાવ્યા મુજબ યુપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેના એ કહ્યું, અમે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને એવા લોકોની ભરતી કરવાની ભલામણ કરી છે, જે સિવિલ સેવા અને બીજી પરીક્ષાઓના છેલ્લા ચરણ સુધી તો પહોચી જાય છે, પરંતુ છેલ્લી ઘડી એ પસંદગી મેળવવામાં નિષ્ફળ રહે છે.
યુપીએસસીના ચેરમેન અરવિંદ સક્સેના રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષોના તેઈસવેં રાષ્ટ્રીય સંમેલન સમયે ઓરિસામાં એ વાતો કહી. દર વર્ષે લગભગ ૧૧ લાખ ઉમેદવાર સિવિલ સેવા પરીક્ષા માટે અરજી કરે છે. તેમાંથી અડધા અરજદારો જ પ્રી પરીક્ષામાં બેસે છે. પરીક્ષા તબ્બકાના માધ્યમથી તેની સંખ્યા ઓછી થઇ જાય છે અને છેવટે માત્ર 600 અરજદારોની પસંદગી કરવામાં આવે છે.
સરકારની આકરી પસંદગી પ્રક્રિયા માંથી પસાર થનારા અરજદારોની યાદી માંથી બીજા મંત્રાલયોમાં ભરતી ઉપર વિચાર કરી શકે છે. સક્સેના એ કહ્યું કે તેનાથી યુવાનોમાં પરીક્ષાના તનાવને ઓછો કરવામાં મદદ મળશે. આમ તો ૨૦૧૮માં સાર્વજનિક ક્ષેત્રની કંપની એનટીપીસી એ તેવા અરજદારોને નોકરી આપવા માટે જાહેરાત બહાર પાડી છે. જે ઈન્ટરવ્યુંમાં નિષ્ફળ થઇ જશે. સિવિલ સર્વિસના ૨૦૧૮ ના ઈન્ટરવ્યું હાલમાં ચાલુ છે અને અને થોડા જ દિવસોમાં પરિણામ આવવાની શક્યતા છે.
અરવિંદ સક્સેના એ એ પણ કહ્યું કે યુપીએસસી પરીક્ષા પ્રક્રિયાને વધુ અરજદારોને અનુરૂપ બનાવવા માટે પગલું ભરી રહ્યા છે. હવે ઓનલાઈન અરજી કર્યા પછી અરજદારોને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. જેના દ્વારા પાછળથી જો તે ઈચ્છે તો પોતાની અરજી પાછી લઇ શકશે.
ખાસ કરીને યુપીએસસીનું કહેવું છે કે અડધા અરજદારો ફોર્મ તો ભરી દે છે, પરંતુ પ્રી પરીક્ષા આપવા જ નથી આવતા. એટલે યુપીએસસી ના પરીક્ષા કેન્દ્ર અને પેપર ઉપર વધુ ખર્ચ કરવો પડે છે. સક્સેના એ કહ્યું કે આ પગલા નો મુખ્ય ઉદેશ્ય અરજદારો ને જાગૃત કરવાનો છે કે જો તે સારી રીતે તૈયાર નથી તો તેમણે પરીક્ષા ન આપવી જોઈએ અને આવતા વર્ષે તેના માટે પ્રયાસ કરવો જોઈએ. પરીક્ષા પ્રક્રિયા ને પારદર્શી બનાવવા માટે UPSC ઘણા બીજા ઉપાય પણ કરી રહ્યું છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ ગોઠવવા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.
તમે અથવા તમારા કોઈ સ્નેહી જન આ પરિક્ષાની તૈયારી કરતા હશે, તો ખાસ આ સમાચારને વધુમાં વધુ શેયર કરજો. જય હિન્દ…