આઈસીસી વર્ડ કપ ૨૦૧૯ : બે દેશ તરફથી વર્લ્ડ કપ રમશે આ ખિલાડી

આઈસીસી ક્રિકેટ વર્ડ કપ ૨૦૧૯ની શરુઆત ૩૦મે થી ઇંગ્લેન્ડમાં થઇ રહી છે. ૧૨મુ એડીશન છે. વર્ડ કપ સાથે ઘણા જાણવા જેવા રેકોર્ડ છે. એવો જ એક રેકોર્ડ તે ખેલાડીઓને નામે છે. જેમણે બે દેશો તરફથી વિશ્વ કપ રમ્યા છે.

આઈસીસી ક્રિકેટ વર્ડ કપ ૨૦૧૯ને શરુ થવામાં બસ ૧૦ દિવસ બાકી છે. તે વર્ડ કપનો ૧૨મો એડીશન છે. છેલ્લા વિશ્વ કપમાં ઘણા એવા રેકોર્ડ બન્યા છે. એવો જ એક અનોખો રેકોર્ડ ચાર ખેલાડીઓના નામે છે.

ઇયોન માર્ગન :-

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં રહેલા કેપ્ટન ઇયોન માર્ગન બે દેશો તરફથી વર્ડ કપ રમવા વાળા સૌથી જાણીતા ખેલાડી છે. જમણેરી બેટ્સમેન માર્ગને વર્ષ ૨૦૦૬માં આયરલેંડ તરથી રમીને વનડેમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર પછી ૨૦૦૭ વર્ડ કપમાં તે ખાસ કરીને આયરીશ ખેલાડી ટુર્નામેન્ટમાં જોડાયા. આમ તો તે આયરલેંડ માટે લાંબા સમય સુધી ન રમી શક્યા.

વર્ષ ૨૦૦૯માં માર્ગને ઇંગ્લેન્ડનો હાથ પકડી લીધો. ઈંગ્લીશ ટીમમાં આવ્યા પછી માર્ગનના આંકડા ઘણા સુધરી ગયા. ૨૨૨ વનડે રમી ચુકેલા માર્ગને ઇંગ્લેન્ડ તરફથી ૨૦૧૧ અને ૨૦૧૫ વર્ડ કપ રમ્યા. ૨૦૧૯માં માર્ગનનો ચોથો વર્ડ કપ છે.

કેપ્લર વેસેલ્સ :-

કેપ્લર વેસેલ્સ એવા પહેલા ક્રિકેટર ગણવામાં આવ્યા છે. જેમણે બે દેશો માટે વનડે ઇન્ટરનેશનલ વનડે મેચ રમ્યા. કેપ્લર વેસેલ્સ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા બન્ને દેશો માટે રમતા હતા. વેસલ્સે ૧૯૮૨માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમ માટે રમીને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરુઆત કરી.

બીજા જ વર્ષે તેમણે ઓસ્ટ્રેલીયન ટીશર્ટમાં પોતાની પહેલી વનડે ઇન્ટરનેશનલ મેચ રમી અને ૧૯૮૩ વિશ્વકપ રમ્યા. ત્યાર પછી ૧૯૯૨માં વેસલ્સે સાઉથ આફ્રિકા માટે વર્ડ કપ રમ્યો અને ટીમના કેપ્ટન પણ બન્યા.

એંડરસન કર્મીસ :-

૫૩ વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી એંડરસન કર્મીસ પણ બે દેશો માટે વર્ડ કપ રમી ચુક્યા છે. એંડરસને ૧૯૯૨માં વેસ્ટઇન્ડીઝ તરફથી વિશ્વ કપ રમ્યા. ત્યારે તેમણે ટુર્નામેન્ટમાં ૧૨ વિકેટ લીધી હતી. તેના બરોબર ૧૫ વર્ષ પછી કર્મીસ ફરીથી મેદાનમાં પાછા ફર્યા અને ૨૦૦૭ વર્ડ કપમાં કેનેડા માટે રમતા જોવા મળ્યા.

એડ જોએસ :-

ડાબોડી બેટ્સમેન એડ જોએસ ઇંગ્લેન્ડ અને આયર લેંડ માટે વર્ડ કપ રમી ચુક્યા છે. વર્ષ ૨૦૦૭ વર્ડ કપમાં જોએસ ઈંગ્લીશ ક્રિકેટ ટીમનો ભાગ હતા. અને ૨૦૧૧ વિશ્વ કપમાં તેમણે આયરલેંડ તરફથી મેચ રમ્યા. ૭૮ વનડે રમવા વાળા જોએસના નામે ૨૬૨૨ રન નોંધાયેલા છે. તેમાં છ સદી પણ રહેલી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આઈ નેક્સ્ટ લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.