ઈચ્છો છો માતા લક્ષ્મીની કૃપા તો જરૂર કરો આ 5 ઉપાય, ધન-ધાન્યથી ભરાઇ જશે તમારું જીવન.

આ સંસારમાં એવા ઘણા બધા લોકો હોય છે, જેમની પાસે સુખ સુવિધાઓ કાયમી ધોરણે નથી હોતી અને દરેક સમયે તે ખુશીઓ અને ધનની શોધમાં આમ તેમ ભટકતા રહે છે. એવા ક્યા વ્યક્તિ હશે જે નહિ ઇચ્છતા હોય કે તેના ઘરમાં ખુશીઓ રહે અને તેની પાસે ઢગલાબંધ ધન રહે, જેથી તે પણ તેના કુટુંબને દુનિયાની દરેક ખુશી આપી શકે.

આમ તો માત્ર મહેનત અને તનતોડ મહેનત કરવાથી જ આ બધું પ્રાપ્ત નથી થતું. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણી વખત ગ્રહ-નક્ષત્ર પણ આપણા જીવનમાં સુખ સુવિધાઓ ઉપર અસર કરે છે. તેના કારણે જ ક્યારેક આપણેને લાભ થાય છે તો ક્યારેક નુકશાન પણ થાય છે. તેવામાં જો આપણે થોડા ઉપાય કરી લઈએ તો આપણા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધી જળવાઈ રહેશે અને ધનની ક્યારેય કોઈ ખામી નહિ રહે.

આર્થિક સ્થિતિમાં થશે સુધારો :-

તેમાં કોઈ બે મત નથી કે ઘરની આર્થિક સ્થિતિ આપણા ધંધા અને નોકરી ઉપર જ આધાર રાખે છે, પરંતુ તે જરૂરી નથી કે તમારી તમામ જરૂરિયાત તમારી નોકરી માંથી પૂરી થઇ જ જાય. તેવામાં જ્યોતિષશાસ્ત્ર મુજબ કહેવામાં આવે છે કે જો તમે દરરોજ ચકલીઓને ૭ અલગ અલગ પ્રકારના અનાજ નાખો છો, તો એમ કરવાથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી મળે છે.

મળશે લક્ષ્મીજીની કૃપા :-

જો તમારા કુટુંબમાં સુખ-સમૃદ્ધી આવે છે પરંતુ ટકી નથી શકતી તો આ સમસ્યાનો સામનો કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ આ બધી વસ્તુ ભેળવીને નાખી દો. એમ કરવાથી ધનની દેવી માં લક્ષ્મી તમારા ઘરમાં પોતાનો નિવાસ જાળવી રાખે છે અને તમારું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરાઈ જાય છે.

નહિ રહે ધનની હાની :-

હંમેશા એવું જોવામાં આવે છે કે તમે મહેનત તો ઘણી કરો છો, પરંતુ તમને તેનું યોગ્ય ફળ નથી મળી શકતું એટલે તમે હંમેશા ચિંતિત અને દુઃખી રહો છો, ક્યારે ક્યારે તમારે ઘણા ખોટા ખર્ચા પણ કરવા પડે છે. જેથી તમારા ધનની હાની પણ થાય છે. આ સ્થિતિથી બચવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રવિવારના દિવસે ગુલાલ છાંટવું જોઈએ.

એમ કરવા સાથે તમે ત્યાં બે મુખ વાળો દીવો પણ જરૂર પ્રગટાવો. આમ તો આટલું કર્યા પછી તે વાતનું ખાસ ધ્યાન રાખો કે જયારે દીવો ઓલવાઈ જાય તો તેને વહેતા પાણીમાં પધરાવી દો. એમ કર્યા પછી તમે ખોટી ધન હાની માંથી છુટકારો મેળવી શકશો.

આર્થિક સ્થિતિમાં થવા લાગશે સુધારો :-

કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાનું હોવું સામાન્ય વાત છે પરંતુ તેનું સમાધાન થવું પણ જરૂરી છે. આમ તો સમસ્યા ઘણા પ્રકારની હોય છે પરંતુ આર્થિક સમસ્યા ઘણા દુઃખદાયક હોય છે. તે જયારે પણ આવે છે ઘણા દુઃખ આપે છે. આમ તો તેનો ઉકેલ લાવવા માટે ઘણી જ જરૂરી છે કે તમે જ્યોતિષ વિદ્યા દ્વારા જણાવવામાં આવેલા આ ઉપાય કરી લો. તે મુજબ જો તમે એક સોનાનો સિક્કો અને મોર પીંછ તમારા ઘરના ઉમરા ઉપર રાખો છો અને કુતરાને દૂધ પિવરાવો છો, તો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો જલ્દી સુધારો આવવા લાગે છે.

ધનલાભ માટે કરો આ ઉપાય :-

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ઢગલાબંધ ધનલાભ થાય, જેથી તે દરેક પ્રકારની સુખ સુખ સુવિધાઓ ભોગવી શકે . તેના માટે તમારે થોડા ઉપાય કરવાના રહેશે જે આ પ્રકારના છે. સૌથી પહેલા તમે એક માટીનો ઘડો લો અને તેને લાલ રંગમાં રંગી દો. ત્યાર પછી તેના મુખ ઉપર મૌલી બાંધીને તેમાં નારીયેલ મૂકી દો અને પછી તેને ઘરની નજીક કોઈ વહેતા પાણીમાં પધરાવી દો.

આ ઉપાય કરવા સાથે સાથે તમે માં લક્ષ્મીની તસ્વીર સામે ૯ જ્યોત વાળો ઘીનો દીવડો પણ પ્રગટાવો. એમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે અને જીવનમાં ધનના લાભ પણ થવા લાગશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.