ઘરમાં આદર્શ વહુ અને પત્ની અને બોર્ડર પર દુશ્મનનો કાળ છે મેજર પ્રેરણા સિંહ

એક સમય એવો હતો કે સમાજમાં દીકરા દીકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો, અને એવી માન્યતા હતી કે અમુક કામ છોકરા જ કરી શકે અને તે કામ છોકરીઓ ન કરી શકે. અને તે સમયમાં દીકરીઓને ઘરની બહાર કામ કરવા કે અભ્યાસ માટે પણ મોકલવામાં આવતી ન હતી. આજના સમયમાં પણ હજુ એવા નાના ગ્રામીણ વિસ્તારમાં લોકો દીકરીઓને અભ્યાસ માટે પણ મોકલતા નથી. પરંતુ આજના બદલાયેલા યુગમાં છોકરી એવા બધા જ કામ કરતા જોવા મળી રહી છે, જે કરવા માટે એમને મનાઈ કરવામાં આવતી હતી. જેમ કે છોકરીઓ વિમાન પણ ઉડાડે છે, બસ પણ ચલાવે છે, અને દરેક એવા કામ કરી રહી છે જે છોકરાઓ કરે છે. આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવીશું.

દેશના રક્ષણમાં જવાનો સાથે હવે રાજસ્થાનની વહુ દીકરીઓ પણ આગળ આવી રહી છે. એવી જ છે રાજસ્થાનની રાજપુત વહુ પ્રેરણા સિંહ. તે પોતાના ગામની પહેલી મહિલા છે, જે ફોજમાં મેજર છે. વર્ષ ૨૦૧૧ માં આર્મી જોઈન્ટ કરીને ૬ વર્ષ પછી તેમનું મેજરની પોસ્ટ ઉપર પ્રમોશન થયું છે.

જોધપુરમાં જન્મેલી પ્રેરણાના લગ્ન ૪ વર્ષ પહેલા થયા હતા. તેના પતિ મંધાતા સિંહ એક વકીલ છે. તેને ૩ વર્ષની દીકરી પ્રતિષ્ઠા છે. હાલમાં પ્રેરણાનું કુટુંબ જયપુરમાં રહે છે. પ્રેરણાએ લગભગ ૬ વર્ષ પહેલા ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી હતી. મેરઠ અને જયપુર પછી હાલમાં તે પુણેમાં પોસ્ટેડ છે. તે એન્જીનીયર ફોરમમાં છે.

તેના સસરા વહુની સફળતાથી ઘણા ખુશ છે. તેમણે જણાવ્યું કે તેનાથી ગામ માંથી પ્રેરણા એવી પહેલી વહુ છે, જે ઇન્ડિયન આર્મીમાં ખાસ કરીને ઓફિસર તરીકે પોસ્ટેડ થઇ છે. અમને તેની ઉપર ગર્વ છે. તે અમારા માટે દીકરી જેવી છે. પ્રેરણા ઘરમાં રહેવા દરમિયાન રાજપૂતોની પરંપરા મુજબ ડ્રેસમાં રહેવાનું પસંદ કરે છે. તેને આ ડ્રેસમાં જોઈને કોઈ અંદાઝ પણ નથી લગાવી શકતું કે તે એક ફોજી ઓફિસર છે. ઘરમાં સાધારણ કપડામાં રહેતી આ ઓફિસર બોર્ડર પર સેવા આપી દેશને સહયોગ કરી રહી છે. ધન્ય છે દેશની મહિલાઓને જે નીડર બનીને દેશની રક્ષામાં જોડાઈ રહી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.