મિત્રો, જો તમે પણ વારંવાર બેંકના ધક્કા ખાઈ રહ્યા છો, અને તમારું કોઈ કામ થતું નથી. બેંક કર્મચારી તમારી વાત નથી સાંભળતા અને તમને વારંવાર ધ્યાન બહાર કરતા રહે છે, તો તમે આની ઉપર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.
બેંકના કર્મચારીઓ દ્વારા તમામ ગ્રાહકોને તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થા છે. પરંતુ જો બેંક કર્મચારી તમારી સર્વિસ આપવાની ના કહે છે, તેઓ ભારતીય રીઝર્વ બેંકના નિયમ અને શરતોને માનતા નથી, અને તેમના દ્વારા બનાવવામાં આવેલી શરતો મુજબ કાર્ય નથી કરતા, જેથી ગ્રાહકોને તકલીફ થાય છે. તો ગ્રાહક બેંકિંગ લોકપાલ હેઠળ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
આવો જાણી લઈએ તમે તમારી ફરિયાદ કેવી રીતે કરશો અને ક્યા ક્યા કારણો ઉપર તમે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો. જયારે પણ તમને બેંક તરફથી કોઈપણ સમસ્યા હોય છે, કે બેંકના કર્મચારી તમારું સાંભળતા નથી, તો તમે પહેલા સ્ટેજ ઉપર બેંકમાં જ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તેમાં બેંકમાં તમારે અરજી પત્ર આપવાનો હોય છે, જેમાં તમારી તમામ ફરિયાદો લખેલી હોવી જોઈએ. જો અહિયાં કોઈપણ પ્રકારનો ઉકેલ નથી આવતો તો તમે નીચે જણાવેલી બીજી રીત અપનાવી શકો છો.
જો પહેલી જણાવેલ રીતથી તમારી બેંકની સમસ્યાનું નિરાકરણ નથી આવતું, તો તમે તે બેંકના કસ્ટમર કેયરનો સંપર્ક કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. અને સાથે તમારે તેની પાસેથી ફરિયાદ નંબર પણ લેવાનો છે. અને આ ફરિયાદ નંબર તમે ભવિષ્યમાં હંમેશા સાચવીને રાખો, જેથી તમારે વારંવાર બેંકને તમારી સમસ્યા નહી જણાવવી પડે. જો તમારું સમાધાન આ બે રીતોથી નથી આવતું તો તમે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો.
બેંક લોકપાલ ભારતીય રીઝર્વ બેંક દ્વારા તમામ બેંકના ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરવા માટે બનાવવામાં આવ્યા હોય છે. જેમાં જો તમને કોઈ બેંકના ગ્રાહક તરીકે બેંક તરફથી કોઈ સમસ્યા હોય છે, તો તમે અહિયાં પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. જેનું સમાધાન તેમને ૩૦ થી ૪૫ દિવસની અંદર કરી આપવામાં આવશે. નીચે જાણી લઈએ કે તમે ક્યા ક્યા કારણોને લઇને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
જો તમને ચેક, ડ્રાફ્ટ, બીલ વગેરેની ચુકવણીમાં મોડું થઇ રહ્યું છે, તો બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો. જો બેંક રીઝર્વ બેંકના વ્યાજ દરોના આદેશનું પાલન નથી કરતી, તો તમે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો. જો બેંક રીઝર્વ બેંક, સરકાર દ્વારા જરૂરી કરોની ચુકવણીનો સ્વીકાર કરવામાં કે મોડેથી એના વિષે ના કહે છે, તો હવે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો. જો તમારા બેંક ખાતા માંથી તમને જાણ કર્યા વગર પૈસા ઉપાડી લેવામાં આવે છે, તો પણ તમે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો.
જો તમે લોન લેવા માટે યોગ્ય છો અને બેંક તમને લોન આપવાની ના કહી રહ્યા છે, અને લાંચની માંગણી કરી રહ્યા છે, તો પણ તમે બેંકિંગ લોકપાલની મદદ લઇ શકો છો. એટીએમ, ડેબીટ કાર્ડ સંચાલન કે ક્રેડીટ કાર્ડ સંચાલન ઉપર રીઝર્વ બેંકના આદેશો માટે બેંક કે સહાયક કંપનીઓ તેનું પાલન નથી કરતા, તો પણ તમે બેંકિંગ લોકપાલ પાસે જઈ શકો છો. બેંકિંગ લોકપાલ તે બાબતને પણ ઉકેલે છે જો કે રીઝર્વ બેંક સમયે સમયે નિયમોને લાગુ કરતી રહે છે.
કેવી રીતે કરવો કોલ : દરેક બેંકની અંદર બેંકિંગ લોકપાલનો નંબર લખેલો હોય છે. બસ એ નંબર ઉપર ફોન કરો અને તમારી તકલીફ જણાવો. જો બેંક અધિકારીનો દોષ હશે તો તેની નોકરી તેની પાસેથી પાછી લેઈ લેવામાં આવશે. વધુ માં વધુ લોકો સુધી આ સમાચારને પહોંચાડો જેથી કોઈ બેંકમાં તકલીફ ન થાય.