શ્રીકૃષ્ણને પ્રેમ સ્વરુપ માનવામાં આવે છે. ગ્રંથોમાં એવું કહેલું છે કે શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ખુબ જ સમ્મોહક છે. તે પીળું પીતાંબર ધારણ કરે છે અને તેમના મુકુટ પર મોરનું પીંછુ છે. શ્રીકૃષ્ણને છ વસ્તુઓ ખુબ જ ગમે છે. પહેલી વાંસળી જે હંમેશા તેમના હોઠોથી લાગેલી રહે છે. બીજી ગાય અને ત્રીજી વસ્તુ માખણ મિશ્રી, ચોથી વસ્તુ મોરનું પીંછુ અને પાંચમી વસ્તુ કમળ અને છેલ્લી વૈજયંતી માળા. આ છ વસ્તુઓ શ્રી કૃષ્ણને પ્રિય હોય છે, તેથી જે પણ શ્રીકૃષ્ણને આ વસ્તુઓ અર્પિત કરે છે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય બની રહે છે. આવો જાણીએ શ્રીકૃષ્ણને કેમ પ્રિય છે તે 6 વસ્તુઓ.
મુરલી અથવા વાસળી (Murali, Bansuri or Flute) :
કૃષ્ણને વાસળી ખુબ જ પસંદ છે. કારણ કે એ કાન્હાને ખુબ જ પ્રિય છે. તેના ત્રણ મુખ્ય કારણ છે. પહેલું વાસળી એકદમ સીધી હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની ગાંઠ નથી હોતી. જે સંકેત આપે છે કે પોતાના અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ ન રાખો. મનમાં બદલાની ભાવના ન રાખો. બીજું વગર વગાડ્યે વાગતી નથી.
એટલે કે એ જણાવી રહી છે, કે જ્યાં સુધી ન કહેવામાં આવે ત્યાં સુધી ન બોલો. અને ત્રીજું કારણ જ્યાં પણ વાગે છે મધુર જ વાગે છે. જેનો અર્થ થયો જયારે પણ બોલો, મીઠું જ બોલો. જયારે એવા ગુણ કોઈમાં ભગવાનને દેખાય છે, તો તેને ઉઠાવીને પોતાના હોઠોથી લગાવી લે છે.
ગાય (Cow) :
કહેવાય છે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે. સાથે જ આ બધા ગુણોની ખાણ છે. ગાય શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. ગાયથી પ્રાપ્ત ગૌ મૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી વગેરે પંચગવ્ય કહેવાય છે. માન્યતા છે કે તેમનું પાન કરી લેવાથી શરીર નજીક પાપ નથી રહેતા. તેથી ઘરના મંદિરમાં કૃષ્ણજી સાથે જ ગાય અને વાછડું પણ રાખવું જોઈએ.
મોરપંખ (Morpankah) :
મોરના પીંછા દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. તેથી તેને સમ્મોહનનું પ્રતિક મનાય છે. મોરને ચીર બ્રહ્મચર્ય યુક્ત પ્રાણી સમજવામાં આવે છે. તેથી શ્રીકૃષ્ણ મોર પંખ ધારણ કરે છે. મોર મુકુટનો ઘેરો રંગ દુ:ખ અને ક્ઠીનાઈઓ, હલકો રંગ સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે.
કમળ (Kamal) :
કમળ કીચડમાં ઉગે છે અને તેનાથી જ પોષણ મળે છે. પણ હંમેશા તે કીચડથી અલગ જ રહે છે. તેથી કમળ પવિત્રતાનું પ્રતિક છે. તેની સુંદરતા અને સુગંધ બધાનું મન મોહવા વાળું હોય છે. સાથે જ કમળ આ સંદેશ આપે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ? સંસારિક અને આધ્યામિક જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનો સરળ રસ્તો જણાવે છે કમળ.
મિશ્રી(સાકર) અને માખણ (Mishri Aur Makhan) :
કાન્હાને માખણ મિશ્રી ખુબ જ ગમે છે. મિશ્રીનો એક મહત્વપૂર્ણ ગુણ એ છે કે જયારે તેને માખણમાં ભેળવવામાં આવે છે તો તેની મીઠાસ માખણના કણ કણમાં ભળી જાય છે. તેના દરેક ભાગમાં મિશ્રીની મીઠાસ સમાય જાય છે. મિશ્રી વાળું માખણ જીવન અને વ્યવહારમાં પ્રેમને અપનાવવાનો સંદેશ આપે છે. તે જણાવે છે કે પ્રેમમાં કયા પ્રકારથી ભળી જવું જોઈએ.
વૈજયંતી માળા (Vaijayanti Mala) :
ભગવાનના ગળામાં વૈજયંતી માળા છે, જે કમળના બીજથી બનેલી છે. કમળના બીજ કડક હોય છે. ક્યારેય તૂટતા નથી, સડતા નથી, હંમેશા ચમકદાર બન્યા રહે છે. તેનો અર્થ છે, જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી તેઓ હંમેશા પ્રસન્ન રહે. બીજું આ માળા બીજ છે, તેની મંજિલ હોય છે ભૂમિ. ભગવાન કહે છે જમીનથી જોડાયેલા રહો, કેટલા પણ મોટા કેમ ન બની જાઓ. હંમેશા પોતાના અસ્તિત્વની હકીકતની નજીક રહો.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)