વિમાન યાત્રા લેટ કે રદ્દ થવા પર મફત મળે છે હોટેલ અને ભોજનની સુવિધા, જાણો-શું છે નિયમ

વિમાન યાત્રા કરવા વાળા માટે આ સમાચાર ઘણા કામના છે. વિમાન યાત્રા દરમિયાન મોડું કે કેન્સલ થવાથી ડીજીસીએ (DGCA) એ પ્રવાસીઓના હીતમાં ઘણા નિયમ બનાવ્યા છે. તેમાં વળતરની પણ સુવિધા છે.

શીયાળાની ઋતુમાં ટ્રેન હોય કે વિમાન, ઝાકળ અને ધુમ્મસની અસર બધા ઉપર પડે છે. ઝાકળ કે કોઈ બીજા કારણોસર ટ્રેનો મોડી પડવાની પરંપરા ઘણી જુની અને સામાન્ય છે. ઘણી વખત ઝાકળ અને બીજા કોઈ ટેકનીકલ કારણોથી વિમાન પ્રવાસમાં પણ મોડું થાય છે કે કેન્સલ કરી દેવામાં આવે છે. છેલ્લા અઠવાડિયે જ ઝાકળને કારણે લગભગ ૨૦૦ ટ્રીપમાં મોડું થયું કે કેન્સલ કરવી પડી હતી.

વિમાન પ્રવાસ ઉપર ઝાકળ કે ધુમ્મસ હજુ પણ ચાલુ છે. શું તમે જાણો છો કે વિમાન યાત્રામાં મોડું થવું, કેન્સલ થવા કે ઓવરબુકિંગ થવા ઉપર તમે વળતરના હક્કદાર છો? જો તમારો જવાબ ના છે, તો આવો અમે તમને જણાવીએ છીએ કે એવીએશન રેગ્યુલેટર દાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ) એ યાત્રીઓના હિતના રક્ષણ માટે શું શું નિયમ બનાવ્યા છે.

વિમાન યાત્રામાં મોડું થવા ઉપર :

જો તમારી વિમાન યાત્રામાં ૨૪ કલાકથી ઓછું મોડું થાય છે તો તમે એયરપોર્ટ ઉપર ભોજન અને રીફ્રેશમેંટ મેળવવાના હક્કદાર છો. ૨૪ કલાકથી વધુ મોડું થવા ઉપર તમને મફતમાં હોટલમાં રહેવાની પણ સુવિધા મળે છે. હોટલની પસંદગી એયરલાઈન્સની પોલીસી મુજબ રહેશે. ડીજીસીએના નિયમો મુજબ જો વિમાન યાત્રામાં મોડું થવાનું કારણ એયરલાઈનના નિયંત્રણની બહાર છે, તો તે યાત્રીઓને વળતર આપવા માટે જવાબદાર નહિ રહે. બહારના કારણોમાં રાજકીય અસ્થિરતા, કુદરતી અકસ્માત, ગૃહ યુદ્ધ, બોમ વિસ્ફોટ, તોફાન, ઉપડવા માટે અસર કરવા વાળા સરકારી આદેશ અને હડતાલ ગણવામાં આવે છે.

વિમાન યાત્રા કેન્સલ થવા ઉપર :

જો તમારી વિમાન યાત્રા કેન્સલ થાય છે, તો એયરલાઈન વધારે ભાડું લીધા વગર, તમને યાત્રાના બીજા વિકલ્પ આપવામાં જવાબદાર છે. જો તમે બીજી ફ્લાઈટ કે બીજી એયરલાઈનની ફ્લાઈટમાં પ્રવાસ નથી કરવા માંગતા તો તમને ટીકીટની પૂરી કિંમત પાછી આપવા માટે હક્કદાર છે. જો ફ્લાઈટ કેન્સલ થવાથી ત્રણ કલાક પહેલા તમને તેની સુચના નથી આપવામાં આવતી, તો એયરલાઈનસે પ્રવાસના બ્લોક ટાઈમ મુજબ વળતર આપવાનું રહેશે.

બ્લોક ટાઈમ મુજબ વળતર :

બ્લોક ટાઈમનો અર્થ છે, તમારી ફ્લાઈટ લક્ષ્યસ્થાન સુધી જવામાં જે સમય લે છે. એક કલાકના બ્લોક ટાઇમ વાળી ફ્લાઈટ માટે ૫૦૦૦ રૂપિયા અને બે કલાકના બ્લોક ટાઇમ વાળી ફ્લાઈટ માટે ૭૦૦૦ રૂપિયા કે બન્ને સ્થિતિમાં એક તરફનું બુકિંગના બેસ ફેયર અને એયરલાઈનના ફયુલ ચાર્જ, તેમાથી જે પણ ઓછું હોય તે આપવામાં આવશે. બે કલાક થી વધુ બ્લોક ટાઈમ વાળી ફ્લાઈટ માટે ૧૦,૦૦૦ રૂપિયા કે એક તરફનું બુકિંગને બેસ ફેયરમાં એયરલાઈનના ફયુલ ચાર્જ જોડીને, બન્ને માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.

ઓવરબુકિંગ ઉપર છે આ નિયમ :

ઘણી બધી એયરલાઈન ખાલી સીટો સાથે ઉપડી જવાની શક્યતાઓને ઓછી કરવા માટે ઓવરબુકિંગ કરી લે છે. એટલે સીટોની સંખ્યાથી વધુ યાત્રીઓનું બુકિંગ કરે છે. તે સમયે ઘણી વખત યાત્રીઓને કન્ફર્મ બુકિંગ થયા પછી પણ એયરલાઈન બોડીંગની પરવાનગી નથી આપતી. તેવામાં એયરલાઈનસે તમારા માટે તે ફ્લાઈટના ટેક ઓફ ટાઈમ (ઉડવાનો સમય) થી એક કલાકની અદંર બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવાની રહેશે. એવું ન કરી શકવાથી તમે એયરલાઈન સામે વળતર લેવાના હક્કદાર છો.

ઓવરબુકિંગ ઉપર વળતર :

તમે જે ફ્લાઈટ માટે કર્યુ છે જો એયરલાઈન તેના સમયના એક કલાક પછી અને ૨૪ કલાકની અંદર તમને બીજી ફ્લાઈટ ઉપલબ્ધ કરાવે છે, તો તમે એક તરફની યાત્રાના બેસ ફેયરના ૨૦૦ ટકા અને એયરલાઈનના ફયુલ ચાર્જ જોડીને વળતરના હક્કદાર છો. આ વળતર વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂપિયા સુધી જ થઇ શકે છે. જો ૨૪ કલાક પછી તમને બીજી ફ્લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો તમે એક તરફની યાત્રાના બેસ ફેયરના ૪૦૦ ટકા અને એયરલાઈનના ફયુલ ચાર્જ જોડીને વળતર મેળવવાના હક્કદાર છો.

આ વળતર વધુમાં વધુ ૨૦,૦૦૦ રૂપિયા સુધી થઇ શકે છે. જો યાત્રી વેક્લ્પિત ફ્લાઈટ નથી લેતા તો તે ટીકીટની પૂરી કિંમત અને એક તરફના બેસ ફેયરના ૪૦૦ ટકા અને એયરલાઈનના ફયુલ ચાર્જ જોડીને વળતર લઇ શકો છો. આ વળતર પણ વધુમાં વધુ ૨૦,૦૦૦ સુધી જ મળી શકે છે.