ફરીથી બની “હમ આપકે હૈ કોન” તો વરુણ બનશે પ્રેમ અને નિશાનો રોલ કરશે આ અભિનેત્રી

૯૦ ના દશકમાં એવી ફિલ્મો બનતી હતી જે મોટાભાગે પારિવારિક હતી. તેમાંથી એક હતી સુરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હે કોન’. આ તેના જ બેનરની ‘નદિયા કે પાર’ ની રીમેક હતી. આ ફિલ્મ આજના સમયથી ૨૩ વર્ષ પહેલા આવી હતી. પરંતુ આજે પણ આ ફિલ્મ ટીવી ઉપર આવે તો આખું પરિવાર એક સાથે જુવે છે. આ ફિલ્મના ગીત સંગીત, ઈમોશન, આનંદ, રોમાંસ, રડવું, હસવું બધું જ પસંદ કરવામાં આવ્યું. આ ફિલ્મ જે સમયે બની તે ગણતરીએ આજના સમયમાં એવી ફિલ્મ બનાવી શકવી મુશ્કેલ છે, પરંતુ જો બને છે તો તમે જાણો છો કોણ નિભાવશે નિશા અને પ્રેમનું પાત્ર.

અલીયા અને વરુણ બને પ્રેમ અને નિશા :

આ ફિલ્મમાં રેણુકા શહાણેએ મોનીશ બહલની પત્ની અને સલમાનની ભાભીનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં તેના પાત્રનું અચાનક મૃત્યુ થઇ જાય છે, અને ફરી ટ્વીસ્ટ આવી જાય છે. તેના પાત્રને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. રેણુકાએ કહ્યું કે આજના સમયમાં આ ફિલ્મ ફરી બનવી જોઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે હું આ પાત્રોને મોર્ડન અંદાજમાં જોવાનું પસંદ કરીશ. તેને પૂછવામાં આવ્યું, કે તે નિશા અને પ્રેમના પાત્રમાં કોને જોશે? તો તેમણે કહ્યું, કે મને લાગે છે કે વરુણ અને આલિયા ભટ્ટ પ્રેમ અને નિશાના પાત્રમાં સારા લાગશે.

રેણુકાએ દર્શાવી ઈચ્છા :

ફિલ્મમાં ટફી એટલે ડોગીનો ઘણો મહત્વનો રોલ હતો, અને તે કારણે જ પ્રેમ અને નિશા અંતમાં મળી શક્યા હતા. રેણુકાએ કહ્યું કે જેવી રીતે મોબાઈલ અને ફેસબુક, ટ્વીટરનો જમાનો છે મને લાગે છે કે મેકર્સ માટે ટફી વાળું પાત્ર ફરી વખત બનાવવું ઘણું જ મુશ્કેલ હશે. તેને પૂછવામાં આવ્યું કે, શું તે આ ફિલ્મમાં ફરી વખત કામ કરવા માંગશે? ટો રેણુકાએ કહ્યું કે સુરજ બડજાત્યાની આ ફિલ્મમાં કામ કરવું પિયરમાં રહેવા જેવું હોય છે, તેની સાથે કામ કરવા માટે તૈયાર છું. પરંતુ આમ તો મારું પાત્ર ફિલ્મમાં મરી ગયું છે તો મારા માટે કોઈ વિશેષ રોલ નહિ રહે.

આજે પણ હીટ છે ગીત :

જણાવી દઈએ કે ફિલ્મ હમ આપકે હે કોન બ્લોકબસ્ટર હીટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં કુલ ૧૪ ગીત હતા અને આજે પણ તેના બધા ગીત ઘણા જ ફેમસ છે. તેમાંથી સૌથી વધુ ‘દીદી તેરા દેવર દીવાના’ વાળું ગીત આજે પણ મહેફિલની શાન વધારે છે. અને દરેકની જીભ ઉપર છે. આ ફિલ્મ માટે માધુરીએ ૨,૭૫,૫૩,૫૭૨૯ રૂપિયા લીધા હતા, જે કોઈ પણ હિરોઈન માટે તે સમયમાં આપવામાં આવતી મોંઘી રકમ હતી.

પ્રેમ અને નિશાએ જીત્યું દિલ :

આ ફિલ્મમાં નિશા અને પ્રેમના પ્રમાણ ચડતા પ્રેમની કહાનીને ઘણી પસંદ કરવામાં આવી. આજે પણ ચપ્પલ ચોરવાના રીવાજમાં ‘જૂતે લે લો પેસે દે દો ગીત વાગે છે’ અને આ ગીતે ન જાણે વાસ્તવિક જીવનમાં ઘણા લોકોના દિલ જોડી દીધા. ફિલ્મ હમ આપકે હે કોનમાં માધુરીએ જે નિશાનું પાત્ર નિભાવ્યું હતું તે ઘણી બોલ્ડ અને સ્ટ્રોંગ રહે છે, સાથે જ સલમાનએ પ્રેમનું પાત્ર નિભાવ્યું હતું જેને પહેલી નજરમાં જ નિશા સાથે પ્રેમ થઇ ગયો હતો.

એમએફ હુસેનએ ૮૫ વખત જોઈ હતી ફિલ્મ :

જાણીતા પેન્ટર એમ એફ હુસેન માધુરી દીક્ષિતના ઘણા મોટા ફેન હતા. તે તેના શરીરના કદરદાન હતા અને માત્ર માધુરી માટે તેમણે હમ આપકે હે કોનને ૮૫ વખત જોઈ હતી. આ ફિલ્મનું શુટિંગ ઉંટીના સુંદર લોકેશનમાં થયું હતું. તે સમયે આ ફિલ્મએ એક બિલીયનની કમાણી કરી હતી જે ૯૦ ના દશકના હિસાબથી ઘણી જ વધુ હતી. આ ફિલ્મને કારણે જ થીએથર જવા વાળાની સંખ્યામાં ૪૦ ટકા વધારો થઇ ગયો હતો. આ ફિલ્મ આજે પણ સૌના દિલની નજીક છે. આમ તો એવી ફિલ્મોની રીમેક બનાવી શકવું મુશ્કેલ છે, પરંતુ જો બને છે તો જોવી ઘણી રોચક હોય હશે.