જો મોમોસ એક ગુજરાતી વાનગી હોત તો ગુજરાતીઓ તેને કેવી રીતે ખાવાનું પસંદ કરતે? વિડીયોમાં જુઓ આનો ફની જવાબ.
ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર રોજ કોઈને કોઈ મજાના અને પ્રેરણાત્મક વિડીયો જરૂર શેર કરે છે. હર્ષ ગોયન્કા પોતાના પ્રશંસકના વિડીયોને પણ શેર કરે છે. અને થોડા સમય પહેલા જ તેમણે કાંઈક એવો જ વિડીયો શેર કર્યો છે, જે જોયા પછી તમારું હસવું જરાપણ નહિ અટકે. જણાવી દઈએ કે, તેમણે મોમોસને લાગતો એક વિડીયો શેર કર્યો છે જે ઘણો મજેદાર છે.
વર્તમાન સમયમાં મોમોસ નામનું ફાસ્ટ ફૂડ ખાવું દરેકને ગમે છે. આપણે મોમોસની દુકાન ઉપર હંમેશા ભીડ જોઈએ છીએ. અને આ મોમોસને લઈને હર્ષ ગોયન્કાએ એક વિડીયો શેર કર્યો છે.
જો મોમોસ ગુજરાતી ડીશ હોત તો?
ગરમાગરમ મોમોસ ખાવાનું કોને ન ગમે. મોમોસ સાથે લાલ રંગની તીખી ચટણી અને સાથે મેયોનીઝ સૌથી ઉત્તમ કોમ્બીનેશન છે. એવામાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ કે, જો મોમોસ ગુજરાતી ફૂડ હોય તો ત્યાંના લોકો તેને કેવી રીતે ખાવાનું પસંદ કરત?
આ બાબતમાં હર્ષ ગોયન્કાએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ ડીસ્ક્રાઈબ કરી રહ્યા છે કે, જો મોમોસ ગુજરાતી ફૂડ હોત તો અહિયાંના લોકો તેની સાથે કેવી ટ્રીટ કરત.
જુઓ વિડીયો :
If momos were a Gujarati dish… pic.twitter.com/OFBHDG1aS4
— Harsh Goenka (@hvgoenka) October 13, 2021
હર્ષ ગોયન્કાએ ટ્વીટ કરી લખી આ વાત :
વિડીયોમાં વ્યક્તિ જે રીતે એક્સપ્લેન કરી રહ્યા છે, તે સાંભળ્યા પછી તમે હસવાનું નહિ રોકી શકો. વ્યક્તિએ તે પણ એક્સપ્લેન કરી દીધું કે ગુજરાતીઓ વાસી મોમોસનો કેવી રીતે ઉપયોગ કરીને વેચી શકે છે, કેમ કે ગુજરાતીઓ બિઝનેસમાં જરાપણ પાછા નથી પડતા. હર્ષ ગોયન્કાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર કરતા કેપ્શન આપ્યું – ‘જો મોમોસ ગુજરાતી ડીશ હોત તો.’ આ વિડીયો ઉપર સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતના રીએક્શન આપી રહ્યા છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.