પાર્ટનર છે તમારાથી નારાજ તો આ રીતે બોલો સોરી, મિનિટોમાં મળી જશે માફી.

સંબંધમાં પ્રેમ અને સન્માનની સાથે માફીનું પણ છે મહત્વ, નારાજ પાર્ટનરની આ રીતે માંગો માફી તો તે થઇ જશે ખુશ.

સંબંધ ડેટિંગનો હોય કે લગ્નનો, ઘણી વખત જાણે અજાણે લોકોથી કેટલીક એવી ભૂલો થઇ જાય છે, જેના લીધે આંતરિક મતભેદ ઉભા થઇ જાય છે. સંબંધમાં હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે દોસ્તી, પ્રેમ, સન્માન, પરસ્પર સમજણ અને સમાનતાની સાથે જ માફી પણ જરૂરી હોય છે. કોઈ પણ નાની મોટી ભૂલ થઇ જવા પર પાર્ટનરની માફી જરૂર માંગો.

બધાને આવડવી જોઈએ માફી માંગવાની કળા : તેમાં કોઈ શંકા નથી કે માફી માંગવી એક કળા છે અને બધાએ તેમાં નિષ્ણાંત થવું જોઈએ. માફી માંગવાથી કોઈ નાના કે મોટા નથી થઇ જતા. પણ એક સોરી તમારા સંબંધને સુધારી જરૂર શકે છે. જો તમારા પાર્ટનર તમારાથી નારાજ છે તો આ વખતે અલગ અંદાઝમાં તેમની માફી માંગો. ત્યાર પછી તે તમારાથી એક ક્ષણ માટે પણ નારાજ નહિ રહી શકે.

પત્રથી વધશે પોતાપણું : ઘણી વખત આપણે આપણી લાગણીઓને બોલીને રજુ કરવાને બદલે લખીને સારી રીતે કહી શકીએ છીએ. જો તમે પાર્ટનર પાસે દિલથી માફી માંગવા ઈચ્છો છો, તો તેમના માટે એક પત્ર લખો. તમે ધારો તો કોઈ સ્ટોરી કે કવિતા પણ લખી શકો છો. તેનાથી તમે ન માત્ર તમારા દિલની વાતને તેમના સુધી પહોંચાડી દેશો, પણ તે ઘણું સ્પેશ્યલ પણ અનુભવશે.

સરપ્રાઈઝથી બદલો મુડ : ઘણી વખત વાતાવરણને થોડું બદલવાથી પણ વસ્તુને ઠીક કરવામાં મદદ મળે છે. જો તમે ઈચ્છો છો કે, તમારો/તમારી પાર્ટનર તમને માફ કરીવાની સાથે તે ભૂલને પણ ભૂલી જાય, તો તેના માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરો. તમે ધારો તો તેને ક્યાંક ડેટ ઉપર લઇ જઈ શકો છો, કે તેના માટે તેની પસંદની કોઈ વસ્તુ લઇ આવો.

સિક્રેટ નોટમાં ભરી દો પ્રેમ : લંચ બોક્સ, લેપટોપ બેગ કે તકિયાની નીચે સિક્રેટ નોટ રાખવાની રીત જૂની જરૂર છે પણ આજે પણ સફળ છે. જો પાર્ટનર તમારાથી નારાજ છે, તો તેની આસ પાસ એક સિક્રેટ નોટ છુપાવી દો. જયારે પણ તેનું ધ્યાન તેની ઉપર પડશે, તે ન માત્ર ખુશ થશે પણ તમારી ભૂલને પણ તરત ભૂલી જશે.

ભોજનથી જીતો દિલ : તેમાં કોઈ શંકા નથી કે સારું ભોજન કોઈનું પણ મુડ ઠીક કરી શકે છે. જો તમારા અને પાર્ટનર વચ્ચે કોઈ મતભેદ થઇ ગયા છે અને તમે વસ્તુને સોર્ટ આઉટ કરવા માંગો છો તો તેના માટે તેની પસંદગીની ડીશ બનાવી લો. તે ખરેખર ઘણા ખુશ થઇ જશે અને તમને માફ પણ કરી દેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.