લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો ધ્યાનમાં રાખો વાસ્તુ સાથે જોડાયેલી આ 7 વાતો

આ 7 વાસ્તુ ટિપ્સ અપનાવવાથી જલ્દી થઇ શકે છે લગ્ન, જાણો તેના વિષે. વાસ્તુ શાસ્ત્ર એક વિજ્ઞાન છે, જે દિશા અને તમારી આસપાસ રહેલી વસ્તુઓથી ઉત્પન્ન થતી ઉર્જાનો પ્રભાવ જણાવે છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉર્જા જો અનુકૂળ હોય, તો તમારી પ્રગતિ થશે અને પ્રતિકૂળ ઉર્જા હોવા પર મુશ્કેલી આવે છે. અને તે જીવનના દરેક ક્ષેત્ર પર લાગુ પડે છે, પછી ભલે તે તમારો વૈવાહિક સંબંધ હોય કે લગ્નની ઈચ્છા. આજે અમે તમને અમુક એવી વાસ્તુ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે.

(1) વાસ્તુ વિજ્ઞાન અનુસાર લગ્ન યોગ્ય કુંવારા છોકરાએ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં નહિ સૂવું જોઈએ. તેનાથી લગ્નમાં અડચણ આવે છે. માનવામાં આવે છે કે, તેના લીધે લગ્ન માટે સારા સંબંધ નથી આવતા.

(2) કાળા રંગના કપડાં અને બીજી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

(3) તમારે તમારી પથારી એવી રીતે રાખવી જોઈએ જેથી સુતા સમયે પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોય. ઊંઘવાના આ નિયમને અવગણવાથી બચવું જોઈએ.

(4) જે રૂમમાં એકથી વધારે દરવાજા હોય તે રૂમમાં લગ્ન યોગ્ય છોકરાએ ઊંઘવું જોઈએ. જે રૂમમાં હવા અને પ્રકાશનો પ્રવેશ ઓછો થતો હોય તે રૂમમાં સૂવું જોઈએ નહિ.

(5) તમારા રૂમનો રંગ ડાર્ક નહિ હોવો જોઈએ. દીવાલોનો રંગ ચમકદાર, પીળો, ગુલાબી હોવો શુભ હોય છે.

(6) એવી જગ્યા પર નહિ સૂવું જોઈએ જ્યાં બીમ લટકેલો દેખાય.

(7) જો તમારી સાથે ઘરનું કોઈ અન્ય સભ્ય તમારા રૂમમાં રહે છે, તો તમારી પથારી દરવાજાની નજીક રાખો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.