જો તમે પણ કરો છો આ ૩ કામ તો લખીને રાખો તમે માંડ માંડ આટલા વર્ષ જીવી શકશો

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં દરેક વ્યક્તિ તંદુરસ્ત રહેવા માંગે છે, પરંતુ તેઓ રહી નથી શકતા. કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ વ્યક્તિના શરીરના કોઈ ને કોઈ અંગમાં રહે છે. અને આમ તો આજના જમાનામાં દરેક અંગને સ્વસ્થ રાખવા અશક્ય જેવું લાગે છે, કેમ કે લોકો ઘણી સમસ્યાઓને ઇગ્નોર કરી દે છે, જેથી ધીમે ધીમે તેમની બીમારીઓ ક્યારે નાના માંથી મોટું રૂપ લઈ લે છે એની પોતે વ્યક્તિને પણ ખબર નથી પડતી.

જણાવી દઈએ કે આજના સમયમાં દરેક સવારથી સાંજ સુધી ઘણી એવી ભૂલો કરે છે, જેના કારણે જ આપણા શરીરને ઘણું નુકશાન પહોંચે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું શરીર અને મગજ હંમેશા સ્વસ્થ રહે. એ વાત પણ સાચી છે કે આજકાલ વ્યક્તિની ખોટી ટેવો અને ખોટું ખાવા પીવાને કારણે જ માણસના આરોગ્યની સાથે સાથે તેમનું મગજ પણ નબળું થવા લાગે છે.

તો આજે અમે તમને થોડી એવો ટેવો વિષે જણાવીશુ જેના કારણે તમારું મગજ નબળું થાય છે, પરંતુ તમને ખબર પણ નથી હોતી કે આ ટેવોને કારણે તમારું મગજ નબળું થઇ શકે છે. પરંતુ એ સાચું છે. અને ધ્યાન રાખશો જો તમારું મગજ નબળું થવા લાગે છે, તેવી સ્થિતિમાં તમારે તમારું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તો આવો જાણીએ એવી કઈ ભૂલો જે આપણે દરરોજ કરીએ છીએ.

૧. ઓછું કે પછી વધુ ઊંઘવું :

સૌથી પહેલા તો આજકાલના યુવાઓમાં મોડે રાત સુધી જાગવાની ટેવ હોય છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહિ હોય કે ઊંઘની આપણા મગજ ઉપર ઘણી જ વધુ અસર પડે છે. આપણા રોજના સેડ્યુલમાં દરેક માણસએ આરામની ઊંઘ લેવી જરૂરી છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણે શરીરને આરામ આપવા માટે રોજ ઊંઘીએ તો છીએ પણ શું તમને ખબર છે કે આપણા શરીર સાથે આપણા મગજને પણ આરામની જરૂરી છે. એટલે કે તમે જરૂર કરતા વધુ કે પછી ઓછું ઊંઘો છો તો તેની અસર પણ તમારા મગજ ઉપર પડે છે, જેના કારણે મગજની નસો નબળી થવા લાગે છે બીજું તો ઠીક તમારી મેમરી પણ ઓછી થવા લાગે છે.

૨. વધુ મસાલાદાર ખાવું :

તમને કદાચ ખબર નહિ હોય પરંતુ જો તમે વધુ મસાલાદાર ખાવ છો, તો તમારા માટે તકલીફ ઉભી થઇ શકે છે. કેમ કે જણાવવામાં આવે છે કે મસાલાદાર ખાવાની સૌથી ખરાબ અસર આપણા મગજ ઉપર પડે છે. એટલું જ નહિ તેની સાથે જ તે પણ જણાવવામાં આવે છે કે મસાલાદાર ખાવાને કારણે જ મગજની ક્ષમતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે, તેવામાં તમારી મેમરી અને સમજવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.

૩. નશો કરવો :

એ વાત પણ સાચી છે અને આપણે બધા જાણીએ પણ છીએ, કે નશો કરવો આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. પરંતુ તેમ છતાં પણ લોકો નશો કરે છે. જણાવી દઈએ કે નશો કોઈપણ પ્રકારનો કેમ ન હોય, તે તમારા મગજ ઉપર અસર કરે છે. તે નશો પછી ભલે તમારા ઉપર પ્રેમનો જ કેમ ન હોય.