આજકાલ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સાથે વ્યસ્ત છે. રીલેશનશીપમાં રહેવું કોઈના માટે સામાન્ય એવું થઇ ગયું છે. કોઈ કોઈની સાથે કાયમી સંબંધોમાં છે, તો કોઈ કોઈની સાથે માત્ર ટાઇમપાસ કરી રહ્યા છે. પરંતુ તેવામાં થોડા લોકો એવા હોય છે જે સિંગલ છે અને એકલાપણું તેમણે કોરી ખાય છે. જીવન જીવવા માટે એક સાથીની જરૂર રહે છે, અને દરેકના નસીબમાં કોઈ ને કોઈ હોય છે, જરૂર બસ તેના આવવાની. એવા વ્યક્તિના આવવાની રાહમાં અમુક લોકો સિંગલ જ રહી જાય છે, પછી તે કોઈ બીજા સાથે પણ ના તો કાયમી રીલેશનશીપમાં હોય છે અને ન તો ટાઈમપાસ વાળામાં હોય છે.
જો સિંગલ લોકો પણ પોતાના જીવનમાં થોડા કામ કરશો તો એકલાપણું તમને ક્યારે પણ નથી આવી શકતું. સિંગલ છો તો આ કામો કરવાના શરુ કરી દો, આ વાતોને ધ્યાનમાં રાખીને પોતાના ઉપર અમલ કરો જો તમે સિંગલ છો તો, નહિ તો કોઈ સિંગલ મિત્ર છે તેના વિષે જણાવો.
સિંગલ છો તો આ કામો શરુ કરી દો :
મોટાભાગે સિંગલ લોકોને એવુ લાગે છે કે રીલેશનશીપમાં રહેનારા લોકો વધુ ખુશ રહે છે, અને તે રીલેશનશીપમાં રહેતા લોકોને લાગે છે કે સિંગલ લોકો વધુ ખુશ રહે છે. જો તમને જણાવી દઈએ જે કોઈ સિંગલ રહીને લોકો કરી શકે છે, તે કોઈ સાથે સંબંધમાં રહીને કરવું મુશ્કેલી જેવું થઇ જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક સિંગલ લોકો પણ એકલાપણુંનો અનુભવ કરવા લાગે છે, અને દુ:ખી જેવા થઇ જાય છે. તેવામાં નીચે આપવામાં આવેલી રીતને તમે અજમાવશો તો ખરેખર માનો તમે હંમેશા રહેશો ખુશ, અને તમે કોઈની પણ કંપની વગર જ પોતાની કંપની આપવા લાગશો અને ખુશ રહેશો. તો આવો જણાવીએ છીએ તમને એ વાતો જેને તમે તમારા જીવનમાં ઉતારશો તો તમે સિંગલ છો તો વધુ ખુશ રહેશો.
કેરિયર ઉપર ધ્યાન આપવું સારું છે :
જે લોકો સિંગલ હોય છે તેમને સમયની કોઈ કમી હોતી નથી. તો આ તક સારી રહેશે જયારે તમે તમારા કેરિયરને સુધારી શકો છો. તેવામાં તમે તમારા જીવનમાં કાંઈક કરી પણ શકો અને જયારે તમે કાંઈક બની જાવ તો લોકો પોતે પોતાનું એકલાપણું દુર કરવા માટે લાઈન લગાવી રહેશે. આ સમયે તમે તે મેળવી શકો છો જે કોઈની સાથે રહેવાથી નથી મળી શકતું.
સોલો ટ્રીપ ઉપર જવું સારો આઈડિયા :
જો તમારા બધા મિત્રો પોત પોતાના પાર્ટનર સાથે ફરવા જઈ રહ્યા છે, તો ચિંતા કર્યા વગર તમે પણ તમારી બેગ તૈયાર કરી લો અને નીકળી જાવ એક એવી મુસાફરી ઉપર જ્યાં તમે જવા માંગો છો. ખરેખર માનો તો એકલાપણાની મુસાફરી ઘણી જોરદાર થઇ જાય છે, અને તમે તેને જીવનભર નહિ ભૂલી શકો.
શોપિંગ કરવું સારું રહે છે :
જો તમને શોપિંગ કરવાનો શોખ છે, તો નવરાશના સમયમાં શોપિંગ કરવું સારું ઓપ્શન રહે છે. તેવામાં તમને ઘણું સારું લાગશે જયારે તમે તમારા પોતાના પૈસા પોતાની ઉપર જ ખર્ચ કરશો, તે પણ કોઈ રોક ટોક વગર. તે જીવનનો સારો અનુભવ સાબિત થઇ શકે છે.
પોતાના શોખ પુરા કરો :
જો તમે સિંગલ છો તો તમારો બધો સમય માત્ર અને માત્ર તમારો હોય છે. તેવામાં તમે તમારા તમામ શોખ પુરા કરી શકો છો. અને અહિયાં તમને કોઈ રોકી શકતું નથી, કે પછી ક્યાય જવામાં ટોકી પણ નથી શકતું. તેવામાં તમારી ઉપર જવાબદારીઓનો બોજ પણ નથી હોતો.