શનીની સાડાસાતીથી છો દુઃખી તો કરો આ ઉપાય, શનિદેવ પ્રસન્ન થઈને સુધારી દેશે ભાગ્ય.

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. ઘણા લોકો તેનાથી ડરે છે. પરંતુ વાસ્તવમાં માત્ર એ લોકો માટે ખતરનાક છે, જે ખરાબ કામ કરે છે. તે ઉપરાંત શનિદેવ જો કોઈ ઉપર પ્રસન્ન થઇ જાય છે, તો તેનું જીવન આનંદથી ભરી દે છે. આમ તો શનિદેવની કુદ્રષ્ટિ જેની ઉપર પડે છે, તેના જીવનમાં ઘણી બધી તકલીફો આવવા લાગે છે. શનિદેવને ક્રોધને શાંત કરવા મુશ્કેલ જરૂર છે. પરંતુ અશક્ય નથી. જો તમારી ઉપર શનીની સાડાસાતી ચાલી રહી છે તો પછી થોડા ઉપાયથી તમે તેને શાંત કરી શકો છો. સાથે સાથે બીજી પણ ઘણા પ્રકારની તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો.

અડચણોને દુર કરવા માટે :-

ઘણી વખત જીવનમાં અડચણો જ જોવા મળે છે અને તેના ઉકેલ પણ નથી નીકળતા. થતા થતા કામ બગડવા લાગે છે અને દરેક કામમાં અડચણ આવવા લાગે છે. તેવામાં શનિદેવને પ્રસન્ન કરવા ઘણા જરૂરી છે. શનિવારે કાળા કુતરા, કાળી ગાય કે કાળી ચકલીને દાણા નાખવા કે રોટલીનો ટુકડો નાખવાથી ઘણો આરામ મળે છે. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે તેને સ્વચ્છ ભોજન આપો. શનિવારના દિવસે તેલ માંથી બનેલા પદાર્થ ભિખારીને ખવરાવવાથી શનિદેવ પ્રસન્ન થઇ જાય છે. ભૂલથી પણ કોઈ ભિખારી કે નીસહાયનું અપમાન ન કરો.

મનોકામના પૂરી કરવા માટે :-

જો તમારા મનમાં કોઈ ઈચ્છા છે અને તે પૂરી નથી થઇ રહી, તો શનિદેવને પ્રસન્ન કરી તમે મનોકામના પણ પૂરી કરી શકો છો. તેના માટે એક શનિવારે સાંજના સમયે તમારી લંબાઈ એટલે ઊંચાઈ જેટલો રેશમી દોરો માપી લો. હવે સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સામાન્ય પાંદડામાં લપેટી દો. હવે પાંદડા અને રેશમી દોરાને હાથમાં લો અને તમારી મનોકામનાનું ધ્યાન કરો અને ક્યાંક વહેતા પાણીમાં પ્રવાહિત કરી લો. તેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ જશે.

સદબુદ્ધી માટે :-

તમારી પાસે માત્ર જ્ઞાન હોય, પરંતુ તેનો ઉપયોગ કરવાની બુદ્ધી ન હોય, તો પછી તમારા માટે મોટી સમસ્યા થઇ શકે છે. દરેકને બુદ્ધીની જરૂર રહે છે. તેના માટે શનિવારની રાત્રે રક્ત ચંદનથી દાડમની કલમ સાથે એક ભોજપત્ર ઉપર ऊं ह्रीं લખીને રોજ પૂજા કરો. અભ્યાસ અને પરીક્ષા માટે જનારા બાળકો માટે આ ઉપાય ઘણા જ વિશેષ માનવામાં આવે છે.

સાડાસાતી દુર કરવા માટે :-

શનીની સાડાસાતી કોઈને પણ દુઃખી કરી શકે છે. માણસ પોતાનું માન સન્માન પ્રતિષ્ઠા પણ ગુમાવવા લાગે છે. તેવામાં તેની અસરને ઓછી કરવા માટે શનિદેવનો આ ઉપાય કરી શકો છો. શનિવારે કોઈ પણ પીપળાના ઝાડ નીચે બંને હાથથી સ્પર્શ કરો. સ્પર્શ કરવા સાથે સાથે પીપળાના ઝાડની સાત વખત પરિક્રમા પણ કરો. ત્યાર પછી ऊं शं शनैश्च्राय नम: ના જાપ કરો. તેનાથી સાડાસાતીની અસર ઓછી થાય છે.

નોકરી માટે :-

શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે ચોમુખો દીવો પ્રગટાવવાથી ધન વૈભવ અને યશ વધે છે. જો તમે નોકરી કરો છો, તો ત્યાંના વાતાવરણ માટે આ ઉપાય ઘણો જ સારો માનવામાં આવે છે. જો તમે બિજનેસ કરો છો, તો પણ આ તમારા માટે ઘણું ખાસ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.