લોકડાઉન દરમિયાન કરશો આ કામ, તો દૂર થઈ જશે તમારા ઘરની નેગેટીવિટી.

લોકડાઉન દરમિયાન ઘરની નેગેટીવિટી દૂર કરવા તમે પણ ઘરે બેઠબેઠા કરો આ કામ

કોરોના વાયરસના ચેપને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલુ છે. બહાર બધું બંધ છે, લોકો ઘરોમાં બંધ છે. તેથી તણાવ થવો, ચીડિયાપણું થવું સામાન્ય વાત છે. ઘરોમાં રહીને કંટાળો પણ અનુભવી રહ્યા હશો, તમને જણાવી આપીએ કે કંટાળો ફક્ત તમને જ નથી આવતો, અમારા ઘરમાં પણ છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે જાણો છો કે ઘરની બહાર નીકળવું હાલના સમયમાં અશક્ય છે. તો પછી તમારા ઘરના વાતાવરણમાં થોડી તાજગી અને સુંદરતા લાવવામાં આવે.

જયારે તમે આખો દિવસ ઘરમાં જ છો, ત્યારે તમારા ઘરનું વાતાવરણ તાજગીથી ભરેલું, સુગંધિત હોવું જોઈએ, કેમ કે નિષ્ણાતો જણાવે છે કે ઘરમાં ધૂળ, નિરાશા, દુર્ગંધ તે બધાની અસરો ખૂબ નકારાત્મક હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, તમે તમારા ઘરોમાં તાજગી કેવી રીતે લાવી શકો છો?

આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. એપ્રિલ ફૂલોનો મહિનો હોય છે. આ સમયે વિવિધ પ્રકારના ફૂલો ખીલે છે. વળી, બજારમાં પણ અનેક પ્રકારના ફૂલો મળે છે. તમે આ ફૂલોની તમારા ઘરોમાં સજાવટ કરી શકો છો. તેને તમે તમારા ગુલદસ્તામાં રાખી શકો છો. ઉપરાંત, સુગંધિત ફૂલોનો તમારા ઘરોમાં રૂમ ફ્રેશનર્સ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

એવું કરીને તમે તમારા ઘરના કંટાળાને દૂર કરી શકો છો. અને ઘરના ઉદાસીનતા ભરેલા વાતાવરણને સારું બનાવી શકો છો. આ સિવાય પણ તમે અન્ય ઘણા પ્રકારના ઉપાય અપનાવીને તમારા ઘર માંથી નકારાત્મકતા દૂર કરી શકો છો.

ફૂલદાની ધોવી :-

સૌથી પહેલા તમારી ફૂલદાનીને ધોઈ લો. અને તેમાં મની પ્લાન્ટ્સ અથવા કેટલાક એવા છોડ ઉગાડો જે લાંબા સમય સુધી પાણીમાં રહી શકતા હોય. ધ્યાન રાખશો કે તમારે નિયમિત સમયગાળામાં પાણી બદલતા રહેવું પડશે. અને તે પાણીમાં એક ચપટી હળદર અથવા નીલગિરી નાખી દો.

ક્રિસ્ટલ બાઉલમાં ફૂલો :-

તમારા ઓરડાની મધ્યમાં ક્રિસ્ટલ બાઉલ મૂકો. અને તેમાં પાપુરી (બજારમાં જોવા મળતા આછા રંગ-બેરંગી ફૂલ) નાંખો, ત્યાર બાદ તેમાં તમારી પસંદનું પરફ્યુમ છાંટી દો. તેનાથી તમારો રૂમ તાજગીથી ભરાઈ જશે. જો તમારા ઘરમાં તજ હોય તો, ક્રિસ્ટલ બાઉલમાં એક ટુકડો નાખી દો. તેની સુગંધથી તમારા ઘરનું વાતાવરણ ઘણું સુગંધિત બની જશે.

ગાદીના કવર બદલો :-

આ સમયે તમારા ગાદીના તેજસ્વી અને ફ્લોરલ પ્રિન્ટના હોવા જોઈએ. તમારા ઘરના સોફા, ટેબલ કવર, ગાદી વગેરેને રોજ સાફ કરો. અને તેને સારી રીતે પાથરો.

લોબાનનો ધુમાડો :-

રૂમમાં લોબાનનો ધૂમાડો કરો, તેનાથી તમારા ઘરથી નકારાત્મકતા દૂર થશે અને તમે ખુશ રહેશો.

રોપાઓ રોપવા :-

નિષ્ણાતો જણાવે છે કે જો ઘરમાં તુલસી, વગેરેના છોડ લગાવો છો, તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. આ છોડ તમે ઘરની બાલ્કની, ચોગાન અથવા રસોડા સેલ્ફમાં પણ રાખી શકો છો.

ઘરના કેટલાક વાસણો વગેરેમાં પાણી ભરીને તુલસી, વાંસ અથવા ફુદીનાના થોડા પાન નાખી દો. તેનાથી ઘરમાં તાજગી જળવાઈ રહેશે અને તમારો મૂડ પણ ઠીક રહેશે.

જો તમે આમાંથી કંઇ પણ નથી કરી રહ્યા, તો સવાર સાંજ ઘરમાં અગરબત્તી જરૂર સળગાવો. નિષ્ણાતો કહે છે કે આનાથી ઘરના વાતાવરણનો ભેજ દૂર થશે અને ઘરમાં તાણ અને નિરાશા ઓછી થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.