ફ્રુટ ખાધા પછી તમે પણ તરત પાણી પીતા હોય તો ખાસ આ વાંચી લેજો. 

શું તમે ફળ ખાઇને તરત પછી પી લો છો પાણી? તો થઇ જાવ સતર્ક, જાણો તેનું કારણ.

તમે ફળ ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે. પણ શું તમે જાણો છો કે ફળનું સેવન જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે ફાયદો પહોંચાડવાને બદલે તમારા આરોગ્યને નુકશાન પણ પહોંચાડી શકે છે. વિટામીન અને ખનીજોનો સારો સ્ત્રોત માનવામાં આવતા ફળ જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તમને લાભ આપે છે. અને જો ખોટી રીતે તેનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં એસીડનું પ્રમાણ વધારીને પેટમાં ગેસ અને મરડાનું કારણ પણ બની શકે છે. આવો જાણીએ કેવી રીતે.

ફળ ખાધા પછી તરત પાણી કેમ ન પીવું જોઈએ?

ફળમાં ક્રૂક્ટોઝ એટલે નેચરલ શુગર રહેલું હોય છે. તેથી જો ક્રૂકટોજની સાથે પાણીનું સેવન કરવામાં આવે, તો તે તમને પેટ સંબંધી તકલીફો આપી શકે છે. ફળ ખાવાથી ઓછામાં ઓછુ એક કલાક પહેલા અને એક કલાક પછી જ પાણીનું સેવન કરો. ફળનું સેવન કર્યા પછી પાણીનું સેવન કરવાથી વ્યક્તિના પાચન તંત્રની ગતિ ધીમી થઇ જાય છે, ત્યાર પછી એસીડ બર્ન અને એસીડ રિફલેક્સનું કારણ બને છે.

ફળ ખાધા પછી પાણીનું સેવન આપી શકે છે તમને ઘણી તકલીફો : ફળ ખાધા પછી પાણી પીવાથી પાચન તંત્રની ગતિ યોગ્ય રીતે કામ નથી કરી શકતી, જેથી પેટમાં ગયેલો ખોરાક સારી રીતે નથી પચતો અને વ્યક્તિના પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા લાગે છે.

પાણીની ઉચ્ચ માત્રા વાળા ફળનું સેવન કર્યા પછી તરત ભૂલથી પણ પાણી ન પીવો. તે તમારા પેટ સંબંધી અન્ય સમસ્યાઓ પણ આપી શકે છે. એટલું જ નહિ એમ કરવાથી શરીરનું પીએચ સ્તર પણ અવરોધિત થાય છે.

ફળ ખાધા પછી તરત પાણી પી લેવાથી ખાવાનું પચાવવાવાળા ગેસ્ટ્રીક રસ અને પાચન માટે જરૂરી એંજાઈમ્સ પાતળા થઇ જાય છે. જેના કારણે જ પાચન તંત્ર ભોજનને સારી રીતે પચાવવામાં અસમર્થ થઇ જાય છે અને વ્યક્તિને અપચો, એસીડ રિફલેક્સ અને હાર્ટ બર્ન જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ગળ્યા ફળ ખાધા પછી તરત પાણી પીવાથી વ્યક્તિને ખાંસી કે તાવની શક્યતા રહે છે. ઉદાહરણ તરીકે કેળા ખાધા પછી તરત પાણી પી લેવાથી તમને તાવ કે ખાંસીની સમસ્યા થઇ જાય છે.

ફળ ખાધા પછી તરત પાણી પીવાથી પચ્યા વગરનું ભોજન ચરબીમાં બદલાવા લાગે છે. જેથી શરીરમાં ઈંસુલીનનું પ્રમાણ પણ વધીને રક્ત શર્કરાનું સ્તર પણ વધી જાય છે. તે સંપૂર્ણ પ્રક્રિયા તમને મોટાપો અને ડાયાબીટીસનો પણ ભોગ બનાવી શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની યોગ્યતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાનો દરેક શક્ય એટલો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેની નૈતિક જવાબદારી અમારી નથી. અમારી તમને વિનંતી છે કે, કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો જરૂર સંપર્ક કરો. અમારો ઉદેશ્ય તમને જાણકારી પૂરી પાડવાનો છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.