જો તમારી પાસે છે BS4 અથવા BS6 એન્જીનવાળી ગાડી હોય, તો ભૂલથી પણ ન કરો આ ભૂલ.

દેશમાં નવા ઉત્સર્જન માપદંડો BS6ને લઈને તૈયારીઓ શરુ થઇ ગઈ છે. નવા માપદંડો ૦૧ એપ્રિલ ૨૦૨૦થી લાગુ થવાના છે. અને ઓટોમોબાઈલ નિર્માતા કંપનીઓ પોતાની કારો અને બાઈકોને નવા માપદંડો મુજબ અપગ્રેડ કરી રહી છે. તેલ કંપનીઓ પણ દાવો કરી રહી છે કે તે એક માર્ચથી તમામ પેટ્રોલ પંપો ઉપર BS6 ઇંધણ ઉપલબ્ધ કરાવી આપશે. જો તમારી પાસે BS4 કાર છે અને BS6 આવ્યા પછી તેની ઉપર શું અસર પડશે, આવો અમે તમને જણાવીએ છીએ.

અવઢવની સ્થિતિ :-

નવા BS6 માપદંડ એક એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ઓટો કંપનીઓને તેની હેડલાઈન પણ વધારવાની ના કહી દીધી છે. તેનો અર્થ છે કે નક્કી તારીખથી નવા માપદંડ લાગુ થશે. છેલ્લા એક વર્ષથી નવા માપદંડોને લઈને દેશમાં ઘણી બબાલ મચી છે. લોકો તેને લઈને ઘણા અવઢવની સ્થિતિમાં છે. જેની અસર ઓટો કંપનીઓ ઉપર પડી રહી છે.

બંધ થશે ઇન્ટરનલ કંબશન એન્જીન વાળા વાહન :-

દેશમાં BS3 માપદંડ ૨૦૧૦માં લાગુ થયા હતા. ત્યાર પછી વર્ષ ૨૦૧૭માં બીએસ4 માપદંડ લાગુ થયા હતા. અને સરકારે હવે BS5 વાળાને બદલે સીધા BS6 માપદંડ લાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોમાં ઈંટરનલ કંબશન એન્જીનનો ઉપયોગ કરવામા આવે છે. આ એન્જીન કાર્બન ડાઈઓક્સાઈડ, કાર્બન મોનો જેવા પદુષણકારી ઝેરીલા તત્વોનું ઉત્સર્જન કરે છે.

આવી થશે અસર

નાઈટ્ર્સ ઓક્સાઈડ

BS6 આવ્યા પછી પેટ્રોલ એન્જીન ૨૫ ટકા ઓછું ઉત્સર્જન કરશે, જયારે ડીઝલ એન્જીન જોરદાર ૬૮ ટકા ઓછા નાઈટ્ર્સ ઓક્સાઈડનું ઉત્સર્જન કરશે.

પાર્ટીકુલેટ મેટર :-

પહેલી વખત BS6 માપદંડ આવ્યા પછી પાર્ટીકુલેટ મેટરથી ઉત્પન્ન થતા પદુષણમાં ઘટાડો આવશે. પેટ્રોલ એન્જીનમાં આ ઘટાડો કરી ૪.૫ મિલી ગ્રામ પ્રતિ કી.મી. સુધી થઇ જશે. અને ડીઝલ વાહન પણ તે સ્તર ઉપર ઉત્સર્જન કરશે, જે BS4 ડીઝલ વાહનોથી ૮૨ ટકા સુધી ઓછુ હશે.

હાઈડ્રોકાર્બન :-

BS6 પેટ્રોલ વાહનોના ઉત્સર્જન માપદંડોમાં કોઈ ફેરફાર નહિ થાય, જયારે ડીઝલ વાહનોમાં હાઈડ્રોકાર્બન અને ઓક્સાઈડસ ઓફ નાઈટ્રોજન ઘટીને ૪૩.૨ ટકા સુધી થઇ જશે.

BS4 પેટ્રોલ વાહનમાં BS6 ઇંધણ નખાવવા ઉપર?

હવે પ્રશ્ન એ ઉભો થશે કે જો તમારી પાસે BS4 ગાડી છે અને તમે તેમાં BS6 ઇંધણ નખાવો છો, તો તેની પરફોરમેન્સ ઉપર શું અસર થશે? આ પ્રશ્ન ઘણા લોકોના મગજમાં છે. જો તમે પેટ્રોલ વાહન વાપરો છો, તો તેની ઉપર કોઈ અસર નહિ પડે, પરંતુ પહેલાની સરખામણીમાં તેની પરફોરમેન્સ વધી જશે અને તે પહેલાથી ઓછું પદુષણ કરશે. તમે ચિંતા ન કરશો તમારા BS4 એન્જીન વાળી પેટ્રોલ કાર BS6 ઇંધણ ઉપર ચાલી શકે છે.

BS4 ડીઝલ વાહનમાં BS6 ઇંધણ નખાવવા ઉપર?

અને જો તમે BS4 ઇંધણ વાળા ડીઝલ વાહનો ઉપયોગ કરી રહ્યા છો, તો શરુઆતમાં તેની ઉપર કોઈ મોટી અસર નહિ પડે. નવા BS6 ડીઝલ ઇંધણમાં સલ્ફરનું પ્રમાણ ૧૦ મિલી ગ્રામ પાર્ટી કી.ગ્રામ. હશે, જે BS4 ડીઝલ ઇંધણમાં ૫૦ મી.ગ્રા. પ્રતિ કી.ગ્રા. થશે. તેનાથી ડીઝલ એન્જીન પહેલાની સરખામણીમાં ઓછા માઈલેજ આપશે. આ સમસ્યાથી બચવા માટે તમે વાહનમાં ડીઝલ ભરાવતી વખતે ફયુલ એડીટીવ જરૂર નખાવો. તેનાથી એન્જીનની પરફોરમેન્સ પણ વધશે.

BS6 વાહનમાં BS4 ઇંધણ નખાવવા ઉપર?

અને જો તમે BS6 પેટ્રોલ વાહન ખરીદી લાવ્યા છો અને જો તમે તેમાં BS4 ઇંધણ નખાવો છો, તો તે સુરક્ષિત છે. એટલે કે તમે તેને ચિંતા વગર ચલાવી શકો છો. અને જો તમારી પાસે BS6 ડીઝલ વાળી કાર છે, તો તેમાં ભૂલથી પણ BS4 ઇંધણ ન નખાવશો, લાંબા સમય સુધી BS4 ઇંધણ વાપરવાથી BS6 ડીઝલ એન્જીનમાં ખરાબી ઉભી થઇ શકે છે. તે કારણ છે કે BS4 ડીઝલમાં વધુ સલ્ફર, જે તેની કટેલીટીક પ્રક્રિયા ઉપર ખરાબ અસર કરી શકે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.