જીવનની દોડધામમાં લોકો પોતાની કાળજી જરાપણ રાખી શકતા નથી. જયારે તેમની પાસે પૈસા આવી જાય છે તો બીમારીઓ ઘેરી લે છે. ઘણા બધા લોકો પોતાના ખાવા પીવા ઉપર ધ્યાન નથી આપતા, તો તેને હાડકા સાથે જોડાયેલી બીમારીઓ થઇ જાય છે. દિલ્હીમાં થયેલી એક નવી શોધમાં એક વાત સામે આવી છે જેમાં ૯ ટકા લોકોમાં હાડકાથી થતી ગંભીર બીમારી ઓસ્ટીયોપોરાસીસ ફેલાઈ રહી છે.
કોઈ પણ બીમારી જાણ કરીને નથી આવતી. જો તમને તમારા શરીરમાં જરાપણ અલગ પ્રકારનો અનુભવ થાય, તો ડોક્ટરને જરૂરથી બતાવી દેવું જોઈએ. જો તમને પણ હાડકા સાથે જોડાયેલી તકલીફ છે તો થઇ જાવ સાવચેત. આ બીમારીઓ શહેરોમાં જ જોવા મળી છે જયારે નાના ગામ અને નાના શહેરોમાં આવી બીમારી હજુ ઘણી ઓછી જોવા મળે છે.
જો તમને પણ હાડકા સાથે જોડાયેલી આ તકલીફ છે તો થઇ જાવ સાવચેત :
નવી દિલ્હીના ઇન્દ્રપ્રસ્થમાં આવેલા એપોલો હોસ્પિટલના ઓથોપેડીક વિભાગ તરફથી આર્થરાઈટીસ કેયર ફાઉંડેશનની મદદથી કરવામાં આવેલા એક રીસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે. ૩૮ થી ૬૮ વર્ષના વ્યક્તિઓ ઉપર કરવામાં આવેલા એક રીસર્ચમાં સામે આવ્યું છે, કે લગભગ ૯ ટકા લોકો આસ્ટીયોપોરોસીસથી અને ૬૦ ટકા લોકો આસ્ટીયોપેનીયાથી પીડિત છે.
તેમાં પીડિતને હાડકાઓમાં અસહ્ય દુ:ખાવો થાય છે, જે એક ગંભીર બીમારી છે. આસ્ટીયોપોરોસીસની સ્થિતિમાં હાડકા એટલા નબળા થઇ જાય છે કે પડવા, વળવા, છીકવા કે પછી ખાંસી લેવાથી પણ ફેકચર થઇ જાય છે, અને આવા પ્રકારના ફેકચર સૌથી વધુ કુલાના હાડકા, કાંડા કે રીઢના હાડકા ઉપર અસર કરતા હોય છે. જો તમે આ બીમારીને ત્યાં સુધી ન પહોંચવા દેવા માંગતા હો, તો તમારે નીચે જણાવવામાં આવેલા થોડા ઘરેલું ઉપાય જરૂર કરવા જોઈએ.
૧. કેલ્શિયમ માટે સૌથી વધુ સારું દૂધ હોય છે, અને તેમાં પોષણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. દરરોજ જો તમે બે ગ્લાસ દૂધ પીવો છો તો તે પણ ફૂલ ક્રીમ(મલાઈ) સાથે તો તમારા હાડકા મજબુત બનશે.
૨. કેલ્શિયમ માટે વિટામીન ડી ઘણું ફાયદાકારક હોય છે, એટલા માટે તમારે ઈંડાનું સેવન કરવું જોઈએ. ઈંડામાં વિટામીન ડી પુષ્કળ પ્રમાણમાં મળે છે. યાદ રાખશો વિટામીન ડી માત્ર જર્દી વાળા ભાગમાં જ મળી આવે છે.
૩. જો તમારે કેલ્શિયમની કમી છે તો મીઠાનું સેવન ઓછું કરો. કેમ કે વધુ મીઠું ખાવા વાળાને પેશાબ વધુ આવે છે. અને પેશાબ દ્વારા કેલ્શિયમ પણ નીકળી જાય છે. પરંતુ એવું નથી હોતું કે મીઠું એકદમ બંધ કરી દેવું. બસ તેને ખાવાનું ઓછું કરી દો.
૪. નાની માછલીના હાડકા અને માંસ માણસના હાડકા ઓના નિર્માણ માટે ફાયદાકારક હોય છે. સાર્ડીન અને સામન બે સૌથી સારી માછલીઓ હોય છે જે હાડકાને મજબુત બનાવવા માટે પોષક તત્વોનો સ્ત્રોત પૂરો પાડવામાં મદદ કરે છે.
૫. જો તમે તમારા હાડકાને મજબુત કરવા માંગો છો તો મગફળી અને બદામ વધુ ખાવ. અને ખાસ કરીને શીયાળા માં, કેમ કે આ પોષક તત્વોથી ભરપુર હોવાને કારણે હાડકાનું નિર્માણ ઝડપથી થાય છે.