જો તમારા ઘર માં છે આ ઝાડ, તો તમારું કોઈ કાંઈ નહિ બગાડી શકે

નમસ્કાર મિત્રો, તમારા સૌ લોકોનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા દેશમાં ઘણા બધા ઝાડ અને છોડ મળી આવે છે. અને તમામ ઝાડ અને છોડનું કોઈને કોઈ મહત્વ જરૂર હોય છે. ઘણા બધા ઝાડ અને છોડ એવા છે જે કોઈને કોઈ કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે, અને ઘણા બધા એવા છે જેના વડે બીમારીઓનો ઈલાજ પણ થાય છે.

પરંતુ આજે અમે જે ઝાડ વિષે જાણકારી આપવાના છીએ તે ઝાડ તમને ઘણી બધી સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. જેના કારણે તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા જળવાઈ રહે છે. જો આ ઝાડ તમારા ઘરમાં છે તો તમારા ઘરના તમામ સભ્યોનું આરોગ્ય સારું રહેશે અને તમારા કાર્યમાં પ્રગતી પ્રાપ્ત થશે. કોઈ પ્રકારની કોઈ પણ તકલીફ કે મુશ્કેલીઓ તમારા ઘરમાં પ્રવેશ નહિ કરે. જે ઝાડની અમે વાત કરી રહ્યા છીએ તે બેલપત્ર (બીલીપત્ર) નું ઝાડ છે.

તમને જણાવી દઈએ કે બીલીપત્ર શિવજીને અર્પણ કરવામાં આવે છે. જયારે પણ શિવજીની પૂજા કરવામાં આવે છે તો બીલીપત્ર ચડાવવામાં આવે છે. બીલીપત્રનું એક પોતાનું જ મહત્વ હોય છે. તેનાથી શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમારા ઘરમાં બીલીપત્રનું ઝાડ છે તો તમારી તમામ પ્રકારની તકલીફો અને આપત્તિઓ દુર રહે છે.

બીલીપત્રના ઝાડના વિષયમાં ઘણી બધી માન્યતાઓ છે. જેવી કે બીલીપત્રને શિવજી ઉપર અર્પણ કરી શકાય છે. એવું જણાવવામાં આવે છે કે બીલીપત્રના પાંદડા જ્યાં સુધી સુકાઈ નથી જતા ત્યાં સુધી તેને ધોઈને શિવજી ઉપર અર્પણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે શિવજીને બીલીપત્ર ઘણું જ પ્રિય છે. બીલીપત્રને સોમવારની આઠમ અને પુનમના દિવસે ન તોડવા જોઈએ. તે શુભ નથી માનવામાં આવતું.

તમને જણાવી દઈએ કે જે દિવસે દવાદશી (બારસ) રવિવારનો દિવસ આવે છે, તે દિવસે તમારે બીલીપત્ર ઉપર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. જો તમે આમ કરો છો તો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જો તમારા જીવનમાં ધન સાથે સંબંધિત તકલીફો છે તો તે પણ દુર થાય છે. તમારે બીલીપત્રનો છોડ તમારા ઘરમાં જરૂર ઉગાડવો જોઈએ, જયારે તમે બીલીપત્રનો છોડ તમારા ઘરમાં ઉગાડો છો તો તમારા પરિવારના સભ્યો યશ પ્રાપ્ત કરવા લાગશે.

એવી માન્યતા છે કે શિવજીની કૃપા થવાથી જ્યાં બીલીપત્રનું ઝાડ ઉગેલું હોય છે, તે સ્થળને કાશી સમાન માનવામાં આવે છે. તે સ્થળની પવિત્રતા વધી જાય છે. તેના વિષે એવું પણ કહેવામાં આવે છે, કે જો વ્યક્તિ પોતાના ઘરમાં બીલીપત્રનું ઝાડ ઉગાડે છે, તો ખરાબ શકતી અને તંત્ર બાધાઓથી બચવામાં મદદ મળે છે. કોઈની પણ ખરાબ દ્રષ્ટિ ઘરમાં પ્રવેશ નથી કરતી. ઘરના પરિવારના સભ્યોમાં પ્રેમ રહે છે અને બધા એક બીજા સાથે હળીમળીને રહે છે.

તમારા ઘરમાં બીલીપત્રના છોડને કોઈપણ દિવસે લગાવી શકો છો. પરંતુ બીલીપત્રના છોડને ઉગાડવા માટે થોડી દિશાઓ ઘણી જ શુભ માનવામાં આવી છે. તમે બીલીપત્રને ઉત્તર પશ્ચિમ દિશામાં ઉગાડી શકો છો. જો તમે આમ કરશો તો તમારું માન સન્માન વધશે. જો તમે બીલીપત્રના ઝાડને ઘરમાં બરોબર વચ્ચે લગાવો છો, તો તમારા જીવનની દરેક તકલીફો દુર થશે અને જીવનમાં આવનારી ઘટનાઓ પણ દુર થઇ જશે. તો સૌથી સારું એ રહેશે કે તમે બીલીપત્રના છોડને તમારા ઘરની બરોબર વચ્ચે આંગણામાં લગાવો.