યાત્રા પ્રવાસ પર જતા સમયે જો તમને રસ્તામાં દેખાઇ જાય સાપ, તો સમજી લો….

હિંદુ પરંપરા મુજબ ઘણા બધા લોકો શુકન અપશુકન માનતા હોય છે. અમુક વસ્તુ શુકન તરીકે જોવામાં આવે છે, તો અમુક વસ્તુ અપશુકન તરીકે. અને વાત કરીએ કે પ્રવાસ ઉપર જતી વખતે, કે કોઈ મહત્વના કામ માટે નીકળતી વખતે રસ્તામાં જો થોડા જાનવર જોવા મળે છે, તો તે શુકન માનવામાં આવે છે કે અપશુકન? હંમેશા તમે જોયું હશે કે ઘરેથી નીકળતી વખતે જો રસ્તામાં બિલાડી આડી ઉતરે, તો આપણે તેને અપશુકન માનીને ફરી પાછા ઘરની અંદર જતા રહીએ છીએ. કેમ કે બિલાડીને ભારતીય સંસ્કૃતિ મુજબ અપશુકન માનવામાં આવે છે. પરંતુ થોડા જાનવર એવા પણ હોય છે જેને પ્રવાસ દરમિયાન રસ્તામાં જોવાથી કાર્યોમાં સફળતા પણ મળે છે. કોઈપણ જાનવરને જોવા કઈ સ્થિતિમાં શુભ હોય અને કઈ સ્થિતિમાં અશુભ હોય છે એના વિષે જાણવું જરૂરી છે. આજે અમે તમને એના વિષે થોડી માહિતી આપીશું.

શુકન – અપશુકન :

૧. જો તમે કોઈ શુભ કામ માટે જઈ રહ્યા છો, કે પછી કોઈ શુભ કાર્ય શરુ થવા જઈ રહ્યું છે. તો તેવામાં જો તમારી આસપાસ કોઈને છીંક આવી જાય, તો તેને અપશુકન માનવામાં આવે છે. આ સ્થિતિમાં કાર્યને થોડી વાર માટે ટાળી દો અને થોડી વાર રોકાયા પછી કાર્ય શરુ કરો.

૨. જો તમે પ્રવાસ ઉપર કે કોઈ મહત્વના કામથી બહાર જઈ રહ્યા છો, અને બિલાડી તમારા રસ્તામાં આડી ઉતરી જાય તો અપશુકન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિના કાર્ય સિદ્ધીમાં અડચણો ઉભી થાય છે.

૩. જો પ્રવાસ ઉપર જતી વખતે વાંદરો ડાબી બાજુ જોવા મળે છે, તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. અને જો સાંજના સમયે વાંદરો જોવા મળે છે, તો તેનાથી તમારો પ્રવાસ શુભદાયક રહે છે.

૪. જો વ્યક્તિ કોઈ જરૂરી કાર્ય માટે ઘરેથી બહાર જઈ રહ્યા છે, તેમજ પ્રવાસ જતી વખતે તેને સાંપના દર્શન થઇ જાય છે, તો તેને સારા શુકન નથી માનવામાં આવતા. રસ્તામાં સાંપ દેખાવાથી કાર્યમાં સફળતા મોડી મળે છે.

૫. જો કયાંક જતી વખતે તમને નોળિયો જોવા મળે તો તે ઘણું શુભ રહે છે. નોળિયા વાળી જગ્યાએથી માટી ઉપાડીને તમે તમારા ઘરમાં રાખો જેનાથી ધન અને બીજી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.