પૈસા જોઈએ તો આવી જાવ આ ગામ, દુર થઇ જશે ગરીબી, ભગવાન શંકરે આ ગામને બનાવ્યું છે શ્રાપ મુક્ત

દરેક માણસ પૈસા કમાવા માટે દિવસ રાત મહેનત કરતા રહે છે. પરંતુ છતાંપણ તે બચત નથી કરી શકતા. પરંતુ મિત્રો આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક વખત જવાથી કહેવામાં આવે છે કે માણસની તમામ ગરીબી દુર થઇ જાય છે. તમે પણ આ સ્થળ ઉપર જઈને તમારા નસીબને જગાડી શકો છો. મિત્રો આ સ્થળ ઉતરાખંડના ચમેલી જીલ્લામાં આવેલું છે.

જેને માણા ગામ કહેવામાં આવે છે. એટલું જ નહિ આ ગામ વિષે કહેવામાં આવે છે કે આ ગામ શ્રાપ મુક્ત ગામ છે. આ ગામને ક્યારે પણ શ્રાપ નથી લાગતા. સાથે જ જણાવી દઈએ કે માણા ગામ ભારતનું સૌથી અંતિમ ગામ છે. કહેવામાં આવે છે કે માણા ગામ ઉપર ભગવાન શિવની મહિમા છે કે અહિયાં આવવાથી દરેકની ગરીબી દુર થઇ જાય છે. સાથે એ પણ કહેવામાં આવે છે કે અહિયાં આવવા વાળા દરેક માણસના પાપ ધોવાઇ જાય છે. જેને લઇને અહિયાં લોકોનું આવવાનું શરુ રહે છે.

એવું કહેવામાં આવે છે કે જુના જમાનામાં ચમોલી જીલ્લામાં આવેલા આ ગામ માંથી થઇને તિબેટની વચ્ચે વેપાર થતો હતો. બદ્રીનાથ ધામથી આ ગામ વચ્ચેનું અંતર લગભગ ૩ કિલોમીટર છે. આ ગામનું નામ ભગવાન શિવના ભક્ત મણીભદ્રના નામ ઉપરથી પડ્યું છે. લોકોનું કહેવું છે કે એક વખત અહિયાં આવ્યા પછી માણસ સ્વપ્નદ્રષ્ટા થઇ જાય છે. તેને પોતાના જીવનની ઘણી બધી ઘટનાઓની જાણ થઇ જાય છે.

માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે એક વખત માણિક શાહ નામના વેપારી પોતાના કામ માટે ક્યાંક જઈ રહ્યા હતા. જેનું લુટારાઓએ ગળું કાપી નાખ્યું. ગળું કાપ્યા પછી પણ તેના મોઢા માંથી ભગવાન શંકરનો અવાજ આવી રહ્યો હતો. જ્યાં ભગવાને તેમની શક્તિથી માથું પાછુ લગાવી દીધું. ત્યાર પછીથી લોકો મણીભદ્રની પૂજા કરવા લાગ્યા.

આ ગામના પ્રવેશ દ્વાર પર મોટા અક્ષરે લખવામાં આવ્યું છે કે, ‘ભારતના સૌથી છેલ્લા ગામમાં તમારું સ્વાગત છે.’ આ ગામનું કુદરતી સૌંદર્ય ઘણું રણીયામણું છે. અહી ફરવાની ઘણી મજા આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખ માં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.