પરિવારમાં ઈચ્છો છો સુખ શાંતિ, તો મહિનામાં એક વખત જરૂર કરો ગણેશજીના આ ઉપાય.

દરેક પરિવારમાં અંદરોઅંદર મતભેદ અને અણબનાવ રહે છે, તેવામાં શાંતિ માટે ગણેશ ઉપાય ઉત્તમ છે. આ દુનિયામાં ઘણા ઓછા એવા લોકો છે. જે પોતાના જીવનમાં સુખી રહે છે. દરેકના ઘરમાં કોઈને કોઈ દુ:ખ કે તકલીફ ચાલતી જ રહે છે. માત્ર ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ જ નહિ, પરંતુ પૈસાદાર લોકો પણ કોઈને કોઈ કારણથી દુ:ખી રહે છે. પૈસાથી વધુ જીવનમાં મગજની શાંતિ મહત્વ ધરાવે છે.

જો તમારા પરિવારમાં ઝગડા અને અણબનાવ જેવી બાબત બનતી રહેશે તો ખરેખર કોઈ શાંતિથી રહી નહિ શકે. પછી આજના સમયમાં તો સગા ભાઈ-બહેન, ત્યાં સુધી કે માતા-પિતા સાથે પણ સંબંધોમાં કડવાશ આવવા લાગે છે. જો તમારા ઘરમાં પણ સ્થિતિ કાંઈક આવી છે કે તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં ક્યારેય આવી સ્થિતિ ન બને તો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો.

આજે અમે તમને ગણપતિ બાપ્પાના થોડા એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે અજમાવ્યા પછી તમારા પરિવારમાં તમામ ગૃહ કલેશ મૂળ માંથી દુર થઇ જશે. એટલું જ નહિ તેનાથી ભવિષ્યમાં પણ કોઈ પ્રકારના કુટુંબીક ઝગડા થવાની શક્યતા નહિ જેવી રહેશે. ગણેશજીને સુખ, શાંતિ અને વૈભવના દેવતા માનવામાં આવે છે. તેની સાથે જ તે લોકોને સદબુદ્ધી આપવા માટે પણ ઓળખવામાં આવે છે.

એક વાત બીજી ધ્યાનમાં રાખશો કે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેને મહિનામાં ઓછામાં ઓછું એક વખત જરૂર કરો. એમ કરવાથી તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિ હંમેશા જળવાઈ રહેશે.

બુધવારના દીવસે એક કેળાના પાંદડુ લઇ આવો અને તેને ગણેશજીની મૂર્તિની સામે મૂકી દો. હવે આ કેળાના પાંદડા ઉપર તમારે ત્રણ વસ્તુ રાખવાની છે. પહેલા ચોખાની એક ઢગલી, બીજું મોદક અને ત્રીજું પાંચ સિક્કા. તે ઉપરાંત ગણેશજીની સામે ઘીનો દીવડો પ્રગટાવીને તેની આરતી કરો. જો શક્ય હોય તો આ આરતીમાં ઘરના તમામ સભ્યો હાજર રહે. આરતી પૂરી થયા પછી પરિવારના તમામ સભ્યો ગણેશજીની સામે શીશ નમાવે.

હવે તમે જે ચોખાનો ઢગલો કર્યો છે. તેને બીજા ચોખામાં ભેળવી દો. આ ચોખાની ખીર બનાવો અને ઘરના તમામ લોકો ખાવ. તેનાથી તેને સતબુદ્ધી આવશે અને તેમની અંદર એક સકારાત્મક ઉર્જા પ્રવાહિત થવા લાગશે. તેનાથી તેમના મગજમાં લડાઈ ઝગડાના વિચાર નહિ આવે.

તે ઉપરાંત તમે જે મોદક રાખ્યા હતા, તેને પ્રસાદના રૂપમાં બધા ગ્રહણ કરે. એમ કરવાથી તમારા પરિવારનું નસીબ ઉદય થશે અને દુખ તકલીફો દુર થશે. જે પાંચ સિક્કા તમે કેળાના પાંદડા ઉપર મુક્યા હતા. તે ગરીબોમાં વહેચી દો. આ કાર્ય તમારા ઘરમાં પૈસાની ખામી ક્યારે પણ થવા નહિ દે. ૯૦ ટકા કેસમાં કુટુંબીક મતભેદ માત્ર પૈસાને કારણે જ થાય છે. તેવામાં આ ઉપાયથી ઘરના તમામ સભ્યો પાસે પૂરતા પૈસા રહેશે. જો આ ઉપાયને ઓછામાં ઓછો મહિનામાં એક વખત પણ કરો છો, તો એક સુખી અને ઝગડા રહિત પારિવારિક જીવનનો આનંદ લઇ શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.