તમારી પાસે છે આ વર્ષ પહેલાની કાર કે બાઈક, તો એ જલ્દી જ ભંગાર બની જશે, જાણો કેમ

તમારા ૧૫ વર્ષથી વધુ જુના વાહનને જો તમે આજે પણ ચલાવી રહ્યા છો, તો તેને રાખવું હવે વધુ મોંઘુ થવા જઈ રહ્યું છે. જો સરકારે રોડ પરિવહન મંત્રાલયનો વોલન્ટરી સ્ક્રેપીંગના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો, તો તમારે તમારા વાહનને ફરી વખત રજીસ્ટ્રેશન કરાવવા માટે ૨૫ ગણા સુધી વધુ ફી ચૂકવવી પડશે. એવામાં જો તમે જુના વાહનો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પણ આના પર એકવાર વિચાર કરી લેવો જરૂરી છે.

૨૦૨૦ માં લાગુ થઇ શકે છે નવા નિયમ :

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ, રોડ પરિવહન મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો છે કે, જુના ખાનગી વાહનોનું ફરી વખત રજીસ્ટ્રેશન કરાવવાની ફી માં ૨૫ ટકાનો વધારો કરવામાં આવે, અને જુના કમર્શિયલ વાહનોની વર્ષની ફીટનેશ ફી માં ૧૨૫ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે.

શાસકે તમામ વિભાગોને તેના વિષે એક પોલીસી પેપર મોકલીને એમની સલાહ માંગી છે. સરકાર આ નિયમને ૨૦૨૦ના મધ્યમાં લાગુ કરવાનું આયોજન તૈયાર કરી રહી છે. ત્યાં સુધી સરકારે સ્ક્રેપીંગ માટે એપ્રુવ્ડ સેન્ટર્સની સંખ્યા વધારવાનો ધ્યેય નક્કી કર્યો છે.

આટલી થશે કમર્શિયલ વાહનો માટે ફી :

પ્રસ્તાવ મુજબ ૧૫ વર્ષથી વધુ જુના ટ્રક કે બસ માટે ફીટનેસ ટેસ્ટની ફી ૨૦૦ રૂપિયાથી વધારીને ૨૫ હજાર રૂપિયા સુધી થઇ શકે છે. કમર્શિયલ વાહનો માટે આ અનિવાર્ય છે કે, તે દર વર્ષે ફીટનેશ ટેસ્ટ કરાવે. સુત્રોના જણાવ્યા મુજબ, રોડ ટ્રાંસપોર્ટ મંત્રાલયને તે અંગે જાણ કરવામાં આવી છે કે, માત્ર વાહન રોડ ઉપર ચાલવામાં ફીટ છે કે નહિ, તેનો નિર્ણય માત્ર ફિટનેસ ટેસ્ટ જ લગાવી શકે, વાહનનું આયુષ્ય નહિ.

ખાનગી વાહનોએ ચૂકવવી પડશે આટલી ફી :

૧૫ વર્ષ જુના ખાનગી વાહનોની માત્ર રી-રજીસ્ટ્રેશન ફી માં વધારો કરવામાં આવશે. ફીટનેશ સર્ટીફીકેટ મેળવવાની ફી માં કોઈ વધારો નહિ થાય. પ્રસ્તાવ મુજબ બે પૈડા અને ત્રણ પૈડા વાળા વાહનોના રીન્યુઅલની નવી ફી, હાલની ફી ની સરખામણીમાં ૨૦૦૦ અને ૩૦૦૦ રૂપિયા થઇ શકે છે. ફોર વ્હીલરની બાબતમાં હાલમાં ૬૦૦ રૂપિયા ફી થી વધીને આ ફી ૧૫,૦૦૦ રૂપિયા પણ થઇ શકે છે. પ્રાઈવેટ વાહનોની નવી નોંધણી પાંચ વર્ષ માટે માન્ય રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.