પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

દરેક પુરુષની સફળતાની પાછળ સ્ત્રીનો હાથ હોય છે એટલા માટે પતિની સફળતા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ. રસોડું દરેક ઘરનો એક મહત્વનો ભાગ હોય છે. માનવામાં આવે છે કે, અહિયાં ધનની દેવી માં લક્ષ્મી સ્વયં વાસ કરે છે, તેવામાં રસોડાની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે. રસોડામાં રાખવામાં આવેલા મોટા વાસણ જેવા કે કડાઈ, તવો વગેરે રાહુનું પ્રતિક માનવામાં આવે છે. આમ તો રાહુની અસર ઓછી કરવા માટે તવા અને કડાઈ સાથે જોડયેલા થોડા ખાસ ઉપાય જરૂર કરવા જોઈએ. આવો જાણીએ, ખરેખર કયા છે તે ખાસ ઉપાય.

1. રસોડાની સફાઈ : રસોડામાં લક્ષ્મીનો વાસ હોય છે, એટલા માટે તેની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર ઘણા બધા ઘરોમાં એવું બને છે કે રાત્રે ભોજન કર્યા પછી વાસણ ધોયા વગર જ લોકો સુઈ જાય છે. એમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે, એટલા માટે રાત્રે સુતા પહેલા એઠા વાસણ જરૂર ધોઈ લેવા જોઈએ.

2. પાણીથી ધોઈને જ તવાનો ઉપયોગ કરો : તવામાં રોટલી બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેનાથી ઘરના સભ્યોમાં ચાલી રહેલા તણાવ ઓછા થઇ જાય છે. એટલું જ નહિ ઘરમાં આનંદમય વાતાવરણ પણ જળવાઈ રહે છે. તે ઉપરાંત તમારી પ્રગતીની તકો પણ ખુલી જાય છે.

3. રોટલી બનાવતા પહેલા ગરમ તવામાં નાખો મીઠું : ઘરના લોકોએ હંમેશા આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારે આરોગ્ય સંબંધી સમસ્યાઓમાંથી મુક્ત થવું છે, તો તવાને ગરમ કરી તેની ઉપર થોડું મીઠું નાખી દો. તેનાથી તવો સારી રીતે સાફ થઇ જશે અને કુટુંબ વાળાનું આરોગ્ય પણ સારું જળવાઈ રહેશે.

4. પહેલી રોટલી પોતે ન ખાવ : ઘરમાં બની રહેલી પહેલી રોટલી ક્યારેય પોતે ન ખાવી જોઈએ, પરંતુ તે ગાયને ખવરાવવી જોઈએ. એમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે. એટલું જ નહિ પરંતુ તમારા ઘરની સ્થિતિ પણ નહિ બગડે. જો તમારા ઘરની આસપાસ ગાય ન હોય, તો ગૌશાળામાં જઈને પણ રોટલી ખવરાવી શકો છો. ન માત્ર ગાયોને જ પરંતુ કુતરા, કીડી અને માછલીઓને પણ રોટલી ખવરાવવું ઘણું ફાયદાકારક હોય છે.

5. તવાને સંતાડીને જ રાખો : તવામાં ખાવાનું બનાવ્યા પછી ક્યારે પણ તેને સામે ન રાખો. તવાને હંમેશા સંતાડીને જ રાખવો જોઈએ. તમે તમારા રસોડાના કબાટને તવો રાખવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

6. ખાલી તવો અને કડાઈ ગેસ ઉપર ન ચડાવો : તવો અને કડાઈને ક્યારે પણ ગેસ ઉપર ખાલી ન રાખવો જોઈએ. માનવામાં આવે છે કે એમ કરવાથી વાસ્તુદોષ લાગે છે. તે ઉપરાંત માં લક્ષ્મી પણ નારાજ થાય છે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ તંગ થઈ શકે છે.

7. તવો અને કડાઈને રાખો ગેસની જમણી તરફ : તવો અને કડાઈને હંમેશા એક ચોક્કસ જગ્યા ઉપર જ રાખવા જોઈએ. તેને બીજા વાસણોની જેમ ક્યાંય પણ રાખવું શુભ નથી માનવામાં આવતું. પ્રયત્ન કરો કે તવો અને કડાઈ હંમેશા તમારા ગેસની જમણી તરફ જ રહે. એમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તે ઉપરાંત ઘરમાં સમૃદ્ધી પણ જળવાઈ રહે છે.

8. કડાઈ અને તવાને બીજા એઠા વાસણોથી અલગ ધોવા : વાસ્તુ શાસ્ત્રમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તવો અને કડાઈ સૌથી પવિત્ર વાસણ હોય છે. તેવામાં તેની પવિત્રતા જાળવી રાખવા માટે ક્યારે પણ તવો અને કડાઈને બીજા એઠા વાસણો સાથે ન ધોવા જોઈએ. પ્રયત્ન કરો કે આ બંને વાસણોને હંમેશા અલગ ધોવા. તે ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે, તવો અને કડાઈમાં કોઈ પ્રકારના એઠા ખાદ્ય પદાર્થ કે એઠા વાસણ ન રાખો.

9. કડાઈમાં ખાવાનું ના ખાશો : ઘણીવાર જોવામાં આવે છે કે લોકો વાસણ ધોવાની આળસમાં કડાઈમાં જ ભોજન કરવા લાગે છે, જયારે એવું ક્યારેય ન કરવું જોઈએ. માન્યતા છે કે કડાઈમાં ભોજન કરવાથી આર્થિક નુકશાન થાય છે. સાથે જ ઘરના વાતાવરણ ઉપર પણ ખરાબ અસર પડે છે.

10. તવો અને કડાઈને ઉંધા કરીને ન રાખો : તવો અને કડાઈ રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, એટલા માટે તેનું વધુ ધ્યાન રાખવું પડે છે. આમ તો તવો અને કડાઈને ક્યારે પણ ઉંધા ન રાખવા જોઈએ, પરંતુ હંમેશા ઉભા કરીને જ રાખવા જોઈએ. જો તમે તવાને ઉંધો કરીને રાખો છો, તો તેનાથી રાહુદોષ તો થાય જ છે, સાથે સાથે જીવાત ચડવાનો પણ ભય જળવાઈ રહે છે. તેનાથી તમારા કુટુંબનું આરોગ્ય બગડી શકે છે.

આ બાબતનું રાખો ખાસ ધ્યાન : ક્યારેય પણ ગરમ તવા ઉપર પાણી ન નાખો, એમ કરવાથી ઘરમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તવાને પહેલા ઠંડો થવા દો અને ત્યાર પછી તેને લીંબુથી ઘસીને ધોવો, તેનાથી ઘરમાં પોઝેટીવ એનર્જી આવે છે. તે ઉપરાંત ગંદા તવામાં 2 રોટલી બનાવીને કુતરાને ખવરાવવાથી વાસ્તુદોષમાં ઘટાડો થાય છે.

આ માહિતી ઇન્ડિયા ફીડસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.