હેલમેટ પહેરસો તો પણ કપાઈ શકે છે ‘વિધાઉટ હેલમેટ’ નો મેમો, આ નિયમ કરી દેશે ચકિત જાણી લેજો નહીં તો કપાસે

હેલમેટ પહેરસો તો પણ કપાઈ શકે છે ‘વિધાઉટ હેલમેટ’ નો મેમો, આ નિયમ કરી દેશે ચકિત જાણી લેજો નહીં તો કપાસે

જો તમારી પાસે સસ્તું હેલમેટ છે, તો આજે જ બદલી નાખજો. કારણ કે આઈએસઆઈ હોલમાર્ક વગરનું હેલમેટ પહેરવા પર પોલીસ એટલો જ દંડ લગાવશે, જેટલો હેલમેટ વગર ગાડી ચલાવવા પર લગાવવામાં આવે છે. નવી દિલ્લી ક્ષેત્રમાં આ રીતના ચલણ એટલે કે મેમો આપવામાં આવી રહ્યા છે.

એક સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી, જ્યાં ટ્રાફિકના નિયમો તોડવા વાળા પાસેથી ભારે ભરખમ દંડ વસુલવામાં આવી રહ્યો છે, ત્યાં દિલ્લીમાં અલગ અલગ જગ્યાએ વેચાઈ રહેલા હેલમેટના વેચાણ પણ વધારો થયો છે. ટોપી જેવા હેલમેટ લગભગ 100 થી 200 રૂપિયા સુધી મળી રહ્યાં છે.

મોટાભાગના લોકો એને જ ખરીદી રહ્યા છે, જો કે ટ્રાફિક પોલીસનું માનીએ તો ટોપી જેવા હેલમેટ વાહન સવારોની સુરક્ષા નથી કરતા. અને એની પર આઈએસઆઈનો હોલમાર્ક પણ લાગેલો નથી હોતો. ઘણા લોકો એવા પણ મળે છે, જેમના હેલમેટની પાછળ નકલી હોલમાર્ક પણ લગાવેલા હોય છે. પોલીસ ન ફક્ત એમનું હજાર રૂપિયા ચલણ કાપે છે, પણ ભવિષ્યમાં મજબૂત હેલમેટ પહેરવાની સલાહ પણ આપે છે.

મથુરા રોડ પર રસ્તાના કિનારે હેલમેટ વેચવા વાળા મહેશ યાદવ જણાવે છે કે, તે બિહારના રહેવાસી છે અને ઘણા વર્ષોથી હેલમેટ વેચી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એમને ત્યાંથી ઘણા બધા હેલમેટનું વેચાણ થયું છે. પહેલા આખા દિવસમાં એક અથવા બે હેલમેટ વેચાતા હતા, પણ હવે ચારથી પાંચ હેલમેટ વેચાય છે. જો કે લોકો સસ્તા હેલમેટ વધારે પસંદ કરે છે.

કરોલ બાગ પાસે આવેલા વેપારી વિશ્વજીત સિંહનું કહેવું છે કે, મોટાભાગના લોકો બે પ્રકારના હેલમેટ રાખે છે. એક જેની ગુણવત્તા ઘણી સારી હોય છે, અને બીજું એ હેલમેટ જે ટોપી જેવું અથવા તો વધારે મજબૂત નથી હોતું, જેનો ઉપયોગ બે પૈંડાવાળા વાહન પર પાછળ બેસવા વાળા લોકો કરે છે. પણ વાહન પર સવાર બંને લોકોએ સારી ગુણવત્તાનું અને મજબૂત હેલમેટ પહેરવું જોઈએ. એમને ત્યાં પણ 300 રૂપિયા સુધીના હેલમેટની માંગ વધારે રહે છે.

મહિલાઓ પણ પહેરે મજબૂત હેલમેટ :

સ્કૂટી અથવા બાઈક સવાર મહિલાઓએ મોટેભાગે નબળું અને નાનું હેલમેટ પહેરેલુ જોવા મળે છે. પોલીસનું માનવું છે કે, એવા હેલમેટથી તમારા આખા માથાને કવર નથી કરી શકાતું. નવી દિલ્લીમાં આવેલ ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલના ન્યુરો સર્જરી વિશેષજ્ઞ ડો. અજય ચૌધરીનું કહેવું છે કે, હેલમેટ પહેરવા પાછળનું ઉદ્દેશ્ય માર્ગ અકસ્માત થવા પર માથાનો બચાવ કરવાનું હોય છે. મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિએ મજબૂત હેલમેટ પહેરવું જોઈએ. ઘણીવાર માર્ગ અકસ્માતમાં માથામાં ઇજા થઈ જાય છે, જેના કારણે બ્રેન હેમરેજ વગેરે થવાનો ભય રહે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.