IIT-JEE Advanced પરીક્ષામાં હંમેશા થાય છે આ ભૂલો, તેને કેવી રીતે કરવી દુર
આજ રોજ જેઇઇ એડવાન્સ ની પરીક્ષા થવા જઈ રહેલ છે. આ પરીક્ષા દ્વારા જ વિદ્યાર્થી ને IIT માં એડમીશનના સપના પુરા થશે. તેને ક્રેક કરવા માટે વિદ્યાર્થી ઘણી મહેનત કરે છે, પણ પરીક્ષા દરમિયાન થોડી એવી સેલી મીટેકસ કરી દે છે, જેને કારણે સારી રેન્ક નથી મળી શકતી. અહિયાં અમે જણાવી રહ્યા છીએ તે નાની નાની ભૂલો વિષે જેને ધ્યાન બહાર કરવામાં આવે છે.
ભૂલ ૧. પ્રશ્નોને સારી રીતે ન વાંચવું :
ઘણા વિદ્યાર્થી પ્રશ્નને સારી ર્રીતે વાચ્યા વગર જ સોલ્વ કરવામાં લાગી જાય છે. તેનાથી જવાબ ખોટા પડવાની શક્યતા વધી જાય છે. તેથી સ્કોરિંગ પણ નીચો આવી શકે છે.
ભૂલ ૨. છેલ્લી મીનીટોમાં જવાબનું માર્કિંગ કરવું :
ઘણા વિદ્યાર્થી એવા હોય છે જે પ્રશ્ન પહેલા સોલ્વ કરી લે છે અને છેલ્લી મીનીટોમાં જવાબ માર્ક કરે છે. તેથી તેમને લાગે છે કે તે સમય બચાવી લેશે. પણ છેલ્લા સમયમાં હડબડાટ નું વાતાવરણ રહે છે,જેથી જવાબ ખોટો માર્ક થવાનો ભય વધી શકે છે. તેથી ઉત્તમ એ રહેશે કે દરેક પ્રશ્નને સોલ્વ કરવાની સાથે સાથે તેનો જવાબ પણ માર્ક કરતા જાવ.
ભૂલ ૩. ગણતરી ની ભૂલ ન જોવી :
મેથ્સ અને ફીજીક્સ વિષયની ગણતરી જોવામાં ઘણી સરળ અને સહેલી લાગે છે, પણ તેને એવું ગણીને જ પ્રેક્ટીસ ન કરવાથી નુકશાન જ થાય છે.મોટાભાગના વિદ્યાર્થી પરીક્ષા પહેલા ગણતરીને ઘણી સરળ સમજીને તેની પ્રેક્ટીસ નથી કરતા અને પછી પરીક્ષા માં મુશ્કેલી અનુભવે છે.
ભૂલ ૪. રાતભર જાગીને અભ્યાસ ન કરવો :
કોઈપણ પરીક્ષા પહેલા વિદ્યાર્થી ઉપર ઘણું પ્રેશર હોય છે. પરીક્ષામાં પોતાને ૧૦૦% આપવા માટે ઘણા વિદ્યાર્થી પરીક્ષા પહેલા એક રાત પહેલા સુધી ઘણું જાગીને અભ્યાસ કરે છે. નિષ્ણાંતોના માનવા મુજબ મોડી રાત સુધી જાગીને અભ્યાસ કરવાથી સારું છે કે રાત્રે સારી ઊંઘ લો અને સવારે વહેલા ઉઠીને જે વાચ્યું છે તેને રીવાઈઝ કરો.