10 વર્ષ સુધી ઈલાજ માટે પૈસા બચાવતી રહી 2 વૃદ્ધ બહેનો, ખબર નહોતી કે બંધ થઈ ગઈ છે 1000-500 ની નોટ

એ વાત બધા જાણે છે કે, આજના સમયમાં પૈસા એક એવી જરૂરિયાત બની ચુક્યા છે કે, જેના વગર કોઈનું ગુજરાન નથી થઈ શકતું. બધા લોકો જીવનભર મહેનત કરીને પૈસા જમા કરે છે, જેથી તે પોતાના ગઢપણને સરળતાથી ગુજારી શકે. પણ જો તમને ખબર પડે કે તમે જીવનભર સખત મહેનત કરીને જે પૈસા કમાણા છે, તેનું કોઈ મહત્વ જ નથી રહેવાનું તો વિચારો તેમને કેવું લાગશે?

આજે અમે તમને એવી જ બે બહેનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે આખું જીવન સખત મહેનત કરીને પૈસા કમાણા જેનાથી તે ગઢપણમાં પોતાનો ઈલાજ કરાવી શકે, અને મર્યા પછી તેના પૈસાથી તેમના અંતિમ સંસ્કાર કરી શકે. પણ તેમના ખરાબ નસીબના કારણે તેમણે એ વાત વિષે ખબર ન હતી કે, આજથી ત્રણ વર્ષ પહેલા જ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ છે.

આ સ્ટોરી છે ૭૦ વર્ષથી વધુ ઉંમરની બે બહેનોની, જેમણે ૧૦ વર્ષ સુધી પોતાના ગઢપણ માટે નાના નાના કામ કરીને પૈસા જમા કર્યા. બંને બહેનોએ પુરા દસ વર્ષ સુધી સખત મહેનત કરીને ૪૬,૦૦૦ રૂપિયા ભેગા કર્યા. પણ અફસોસ આ બંને બહેનોના પરસેવાની કમાણીના પૈસા આજના સમયમાં બંધ થઈ ગયા. તેમણે જે પૈસા જમા કર્યા હતા તે ૧૦૦૦ અને ૫૦૦ની નોટના રૂપમાં હતા.

તેઓ તામીલનાડુના ત્રિપુર જીલ્લાના એક છેવાડાના વિસ્તારમાં રહે છે. આ બંને બહેનોનું ધ્યાન રાખી શકે તેવું કોઈ નથી. એટલા માટે તેમણે આ પૈસા ગઢપણમાં પોતાના ઈલાજ અને અંતિમ સંસ્કાર માટે બચાવી રાખ્યા હતા. આ બંને બહેનોને એ વાતની ખબર ન હતી કે, સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને 3 વર્ષ પહેલા જ રદ્દ કરી દીધી છે.

જયારે આ બંને બહેનોને ઈલાજની જરૂર પડી ત્યારે તે બાબત લોકો સામે આવી. આ બંને બહેનોએ પોતાના દૂરના સંબંધીઓને જણાવ્યું કે, તેમણે આ પૈસાને પોતાના ગઢપણ માટે બચાવીને રાખ્યા હતા. રંગામલે આખું જીવન મહેનત કરીને ૨૪,૦૦૦ રૂપિયા જમાં કર્યા હતા, અને તેની બહેન થંગામલે ૨૨,૦૦૦ જમા કર્યા હતા.

રંગામલ અને થંગામલે દુરના સંબંધીઓને જણાવ્યું કે, તે દિવસોમાં બહેનોએ નાના મોટા કામ કરીને આ પૈસા જમા કર્યા હતા. પણ તેના ખરાબ નસીબ કે ૨૦૧૬ માં ૫૦૦-૧૦૦૦ ની નોટ બંધ કરી દેવામાં આવી, જેનાથી તે બંને બહેનો અજાણ રહી. સૌથી દુઃખની વાત તો એ જ છે કે, સરકાર દ્વારા આટલી બધી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી પણ આ બંને બહેનોને નોટ બંધીની જાણકારી ન મળી.

આજના સમયમાં આ બંને બહેનોએ પોતાની બીમારીના ઈલાજ માટે પૈસા જોઈએ છે અને તેમની પાસે પૈસા પણ છે. પણ અફસોસની વાત એ છે કે, જે પૈસા તેમની પાસે છે તેનું કોઈ મહત્વ નથી.

પેંશન યોજનામાં નામ શામેલ કરવામાં આવ્યું :

કલેકટરે બંને બહેનોના નામને 1,000 રૂપિયા દર મહિને મળવા વાળી પેંશન યોજનામાં ઉમેરી દીધું છે. કલેકટરે એ પણ જણાવ્યું કે, પ્રયાસ કરીશું કે જો બંને મહિલાઓને 45 હજાર રૂપિયા જે બંધ થઇ ચૂકેલ નોટ છે તેને બદલાવી શકીએ. વિજયકાર્તિકેયન મુજબ આ બંધ થઇ ચૂકેલ નોટોને આરબીઆઇ પાસે જમા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો.

કલેકટર મુજબ, તેમને આ બંને બહેનોની સ્ટોરીની જાણ સોશિયલ મીડિયાથી થઈ. કલેકટરે એમાંથી એક મહિલાના ટીબીનો ઈલાજ કરવાનો વાયદો કર્યો છે. સાથે જ વૃદ્ધાવસ્થા યોજના પ્રમાણે મળવા વાળા ભથ્થાને પણ બંને બહેનોને આપવાની વાત કરી છે. બંને બહેનોએ આ રકમ વૃદ્ધાવસ્થા સમયે પડતી જરૂર માટે ભેગી કરી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.