ઈલાયચીના ઔષધીય ગુણો જાણીને તમે આચર્યચકિત થઇ જશો ખાસ જરૂર વાંચો

ઈલાયચીનું સેવન સામાન્ય રીતે મોઢું ચોખ્ખું કરવા માટે કે મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તે બે પ્રકારની આવે છે. નાની ઈલાયચી અને મોટી ઈલાયચી.(લીલી અને સફેદ ) જ્યાં મોટી ઈલાયચીને આપણે ખાવાનું ટેસ્ટી બનાવવા માટે એક મસાલાના તરીકે ઉપયોગ કરીએ છીએ, આમ તો નાની ઈલાયચી પણ તેવી રીતે જ કામ કરે છે અને સુગંધ વધારવામાં કામ લાગે છે. બન્ને ઈલાયચી આપણા સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે તે આપના સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

જાણો શું છે ફાયદા

ખરાશ

જો ગળામાં તકલીફ છે અને ગળામાં દુઃખાવો રહે છે, તો સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે નાની ઈલાયચી ચાવી ચાવીને ખાવ તથા હુફાળા પાણીમાં પીઓ.

સોજો

જો ગળામાં સોજો આવી ગયો હોય તો મૂળાના પાંદડામાં પાણીમાં નાની ઈલાયચી વાટીને સેવન કરવાથી ફાયદો થાય છે.

ઉલટી

મોટી ઈલાયચી ૫ ગ્રામ લઈને અડધા લીટર પાણીમાં ઉકાળી લો. જયારે પાણી ચોથા ભાગ નું રહે, ત્યારે ઉતારી લો. આ પાણી પીવાથી ઉલ્ટી બંધ થઇ જાય છે.

જીવ ગભરાવો

જો તમે બસ કે ગાડીમાં બેસો ત્યારે જીવ ગભરાય અને ચક્કર આવી રહ્યા હોય તો તરત જ તમારા મોઢામાં ઈલાયચી નાખી દો. તમને તરત જ રાહત મળશે.

ખાંસી

સર્દી-ખાંસી અને છીક થાય ત્યારે એક નાની ઈલાયચી, એક કટકી આદુ, લવિંગ તથા પાચ તુલસીના પાંદડા એક સાથે પાન માં મુકીને ખાવ.

શ્વાસ માં દુર્ગંધ

જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો દરેક ભોજન પછી ઈલાયચી નું સેવન જરૂર કરો.
સતત આવતી હેડકી અટકાવે

હેડકીની તકલીફ ક્યારેક ક્યારેક શરુ યહી જાય છે. ક્યારેક ક્યારેક તે અટક્યા વગર કેટલીય વાર સુધી આવતી રહે છે. તેવામાં ઈલાયચી નું સેવન ખુબ ફાયદાકારક બની શકે છે. ઈલાયચીમાં તે ગુણ હોય છે જે હેડકી ની તકલીફ માંથી છુટકારો અપાવે છે.

હ્રદય ના ધબકારાની ગતી સુધરે છે

ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ રહેલા છે. સાથે સાથે તે જરૂરી મીંઠા નો ભંડાર ગણવામાં આવે છે. કોઈ પણ માણસ નું લોહી શરીરમાં રહેલ તૈલી અને ઉતકો નું મુખ્ય તત્વ છે પોટેશિયમ. ઈલાયચી દ્વારા તેની ખુબ જ પ્રમાણમાં પુર્તી થાય છે. તેનાથી માણસ નું લોહીની ગતી કાબુમાં રહે છે.

લોહીની ઉણપ ઓછી કરે છે

ઈલાયચીમાં રહેલ એક અગત્યનો ધાતુ એટલે કે તાંબુ. તે સિવાય તેમાં લોહાંશ, જરૂરી વિટામિન્સ જેવા કે રાઈબોફ્લાવિન, વિટામીન સી, અને નીયાસીન પણ રહેલા હોય છે. આ બધા તત્વો ને લાલ રકતકણો ઉત્પન કરવા તથા તેને વધારવામાં મહત્વનું ગણવામાં છે.

ઝેરીલા તત્વોને દુર કરે છે.

શરીર માંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દુર કરવામાં ઈલાયચી મદદ કર છે. આ ફ્રી રેડિકલ્સ નો પણ સામનો કરે છે. ઈલાયચી મેગ્નીજ નામના ખનીજનો પણ મોટો સ્ત્રોત છે. મેગનિજ થી એવા એન્જાઈમ્સ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સ ને નાશ કરીને ખાઈ જાય છે. તેમાં ઝેરીલા તત્વો ને શરીરની બહાર કાઢીને ફેકી દેવાની તાકાત હોય છે. જેનાથી શરીર કેન્સર જેવા મહા રોગો નો પણ સામનો કરવા માટે સક્ષમ બની જાય છે.

માથાનો દુખાવો

ઈલાયચી ના બીજ ને સારી રીતે વાટીને સુંધવાથી છીક આવે છે જેનાથી માથા નો દુખાવો દુર થઇ જાય છે.

ફેફસાની તકલીફ નું નિદાન

લીલી ઈલાયચી થી ફેફસામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. તેનાથી શ્વાસ લેવાની તકલીફ જેવી કે અસ્થમા, ખુબ જતાવ અને ખાંસી જેવા રોગો ના લક્ષણો માં ઉણપ આવે છે આયુર્વેદ માં ઈલાયચી ને ગરમ તાસીર ની માનવામાં આવે છે જે શરીર ને અંદર થી ગરમ કરે છે. તેથી બલગમ અને કફ બહાર નીકળીને છાતીને જકડાયેલી હોય તે ઓછી કરવામાં મદદ મળે છે.

એસીડીટી માં રાહત

શું તમે જાણો છો કે ઈલાયચી માં તેલ પણ રહેલું હોય છે. ઈલાયચી માં રહેલ ઇસેશીયલ ઓઈલ પેટની અંદર ની લાઈનીંગ ને મજબુત કરવામાં મદદરૂપ થાય છે. એસીડીટી માં પેટમાં એસીડ જમા થઇ જાય છે. તેનાથી પેટ ની લાઈનીંગ ક્ષતિગ્રસ્ત થઇ શકે છે.

પાચન ક્રિયા સારી કરે છે.

ક્યારેય એવું વિચાર્યું છે કે જમ્યા પછી ઈલાયચીને વરીયાળી ની સાથે જ કેમ ખાવામાં આવે છે? આમ તો ઈલાયચીમાં રહેલા તત્વ હજમ થવા ની કામગીરી ને ઝડપી બનાવવામાં મદદ થાય છે. ઈલાયચી પેટની અંદર લાઈનીંગ ની બળતરા ને શાંત કરે છે હ્રદયશોથ અને ઉબકા આવવા નો અહેસાસ ને દબાવે છે.

છાલા

મોઢામાં છાલા કે ચાંદી થઇ જાય ત્યારે મોટી ઈલાયચી ને જરૂરી વાટીને તેમાં વાટેલી મિશ્રી ભેળવીને જીભ ઉપર રાખો. તરત જ લાભ થઇ જશે.

તરસ વધુ લાગે ત્યારે

તરસ વધુ લાગે તો ચાર લીટર પાણીમાં ૨૫ ગ્રામ ઈલાયચી ના છોતરા ઉકાળીને જયારે પાણી અડધું રહે ત્યારે ઠંડું કરીને પીવા માટે ઉપયોગમાં લઇ લો. આ રામબાણ પ્રયોગ છે. આને હજમ માટે પણ ઉપયોગી છે.

લગ્ન જીવનને સુખમય બનાવવામાં

ઈલાયચી ના ઉપયોગથી સેક્સ લાઇફમાં પણ ખુબ જ સારી રહે છે. તેનાથી શરીરને તાકાત તો મળે જ છે સાથે જ નપુંસકતા માં પણ તેનું સેવન કરવો ફાયદાકારક માનવામાં આવે છે.

ઈલાયચીના ગેર ફાયદા

રીએક્શન

જો તમે કોઈ પ્રકારની દવાઓ લઇ રહ્યા છો, તો ઘણી વખત ઈલાયચી તેની સાથે રીએક્શન કરીને બીજી તકલીફ ઉભી કરી દે છે. કે પછી ઘણી વખત તમને દવાની અસર બંધ થઇ થઇ જશે. જો તમે કોઈ દવા લો છો તો ઈલાયચી ખાવાની ટેવ તમારે છોડવી પડશે.

પથરી

જી હા ઘણી વાર ઈલાયચી પથરી નું કારણ બની જાય છે. એક શોધ મુજબ જાણવા મળ્યું છે કે આપણું શરીર ઈલાયચી ને પુરેપુરી પચાવી શકતું નથી, પછી વધુ પ્રમાણમાં તેને લેવાથી ધીમે ધીમે જમા થતી જાય છે અને ગાલબ્લેડર સ્ટોન નું કારણ બની જાય છે.પથરી ના રોગીએ ઈલાયચી થી દુર રહેવું જોઈએ.

એલર્જી

સતત ઈલાયચી ખાવાથી કે વધુ પ્રમાણમાં ઈલાયચી શરીરમાં રીએક્શન થવા લાગે છે, અને પછી કોઈ પણ પ્રકારની એલર્જી થવા લાગે છે, જેનાથી શરીર માં ખુજલી, સ્કીન રેશ, લાલ ધબ્બા આવી જાય છે. ઘણા લોકો ઈલાયચી થી એલર્જી નું અનુમાન નથી થતું અને તેઓ તે ખાઈ લે છે જેનાથી તેમણે શ્વાસ માં તકલીફ થવા લાગે છે. આ એલર્જીના થોડા લક્ષણ છે.

૧. છાતી અને ગળામાં ખેચાણ અને દુખવું

૨. શ્વાસ લેવામાં તકલીફ૩. જીવ ગભરાવો

ઈલાયચી ના નુકશાન વાંચીને તમે ગભરાશો નહી, કેમ કે તેની ખુબ ઓછી શક્યતા હોય છે. બસ તેની ટેવ ન પાડો, એક મર્યાદિત પ્રમાણ માં ગ્રહણ કરો. તમને ઈલાયચીના ફાયદા અને નુકશાન કેવા લાગ્યા અમને કોમેન્ટ કરી બોક્ષમાં કહેશો ને સેર કરવા નું ભૂલતા નહિ.