લગ્ન પછી અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝની ફોટો થઇ રહી છે વાયરલ, જુઓ કેવી હતી ને કેવી થઇ ગઈ

સાઉથની હિરોઈન ઈલીયાના ડીક્રુઝ આજકાલ બોલીવુડમાં પણ છવાયેલી છે. ઈલીયાનાને પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર માટે પણ ઓળખવામાં આવે છે. ઈલીયાનાની છેલ્લી હિન્દી ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં આવેલી ‘રેડ’ હતી. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં હતા. ઈલીયાના હજુ સુધી ઘણી બધી બોલીવુડ મુવીઝમાં કામ કરી ચુકી છે. તેમની પહેલી ફિલ્મ ‘બર્ફી’ હતી.

બર્ફીમાં તેના અભિનયને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. આમ તો ત્યાર પછી તેની કોઈ પણ ફિલ્મ વધુ કમાલ ન દેખાડી શકી. ભલે બોલીવુડમાં ઈલીયાનાને વિશેષ ઓળખ ન મળી શકી હોય, પરંતુ ફિગરની બાબતમાં તે હીટ છે. હાલના દિવસોમાં તે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે.

એક રીપોર્ટના જણાવ્યા મુજબ ઈલીયાના જીમ નથી જતી. તે હળવી એવી કસરત કરીને પોતાનું ફિગર મેન્ટેન રાખે છે. થોડા દિવસોથી ઈલીયાના ફિલ્મોથી દુર છે અને હાલમાં જ તેમનો એક ફોટો વાયરલ થયો, જેમાં તે ઘણી જાડી દેખાઈ રહી છે. પહેલા તો એ ફોટો જોઇને લોકોનું ઓળખવું મુશ્કેલ બની ગયું કે આ ખરેખર ઈલીયાના છે. પછી ધ્યાનથી જોવાથી ખબર પડી કે આ તેનો જ ફોટો છે.

ગંભીર શારીરિક બીમારી સામે ઝઝૂમી રહી છે ઈલીયાના :

છેલ્લે ઈલીયાના અજય દેવગણ સાથે ફિલ્મ ‘રેડ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઘણી સલીમ અને ફીટ દેખાઈ રહી હતી. પરંતુ હાલમાં જ વાયરલ થયેલા ફોટામાં તે ઘણી જાડી દેખાઈ રહી છે. આ ફોટામાં ઈલીયાનાના શરીરની નીચેનો ભાગ ઘણો વધુ ભારે જોવા મળી રહ્યો છે. જે કોઈએ પણ ઈલીયાનાના આ ફોટા જોયા તે દંગ રહી ગયા.

હાલમાં જ એવા સમાચારો આવ્યા હતા કે તે એક ગંભીર શારીરિક બીમારી સાથે ઝઝૂમી રહી છે. આ બીમારીમાં શરીરની નીચેનો ભાગ પોતાની જાતે જ વજનદાર થઇ જાય છે. તેના વિષે તેમણે એક ઈન્ટરવ્યુંમાં પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેને આ સમસ્યા બાળપણથી છે. બાળપણથી તે આ બીમારીને લઈને ડીપ્રેશનમાં રહેતી હતી. તેને લાગતું હતું કે તે ખરાબ ચહેરા વાળી છે. પછી એક દિવસ તેણે ડીપ્રેશન ઉપર જીત મેળવી લીધી અને પોતાને જેવી છે તેવી જ સ્વીકારી લીધી.

ફેન્સ જોઈ રહ્યા છે પાછા ફરવાની રાહ :

ફિલ્મ ‘રેડ’ પછી તે કોઈ બીજી ફિલ્મમાં જોવા મળી ન હતી. હાલમાં જ ઈલીયાનાએ પોતાના વિદેશી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે, અને લોકોનું માનવું છે કે લગ્ન કર્યા પછી તેનું વજન વધી ગયું છે, અને તેના કારણે તે ફિલ્મોથી દુર છે. થોડા દિવસો પહેલા પણ તેના શાકભાજી ખરીદતા ફોટા વાયરલ થયા હતા જેમાં તે ઘણી જાડી લાગી રહી હતી.

ત્યારથી જ તેને અમુક લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. આમ તો તેના ફેન્સને ફરી પાછા ફિલ્મોમાં આવવાની રાહ છે. જ્યાં થોડા લોકો તેને ટ્રોલ કરવામાં લાગ્યા છે, પણ તેમના ફેન્સ તેને સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ઈલીયાનાના થોડા લેટેસ્ટ ફોટા લઈને આવ્યા છીએ જે જોયા પછી તમે પણ તેને ઓળખી નહિ શકો. આમ તો વધેલા વજનમાં પણ તે ઘણી સુંદર લાગી રહી છે.