ઇલેક્ટ્રિક ગાડી માટે આવી ગઈ મોટી ખુશખબરી પહેલી એપ્રિલથી… જાણવા માટે ક્લિક કરો.

દેશના લોકો માટે શુભ સમાચાર છે. ગાડીની ઇચ્છા ધરાવતા લોકો હવે પહેલી એપ્રિલથી 20 હજાર રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધી સસ્તા વાહન ખરીદી શકશે.

દેશના લોકો માટે શુભ સમાચાર છે. ગાડીની ઇચ્છા ધરાવતા લોકો હવે પહેલી એપ્રિલથી 20 હજાર રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધી સસ્તા વાહન ખરીદી શકશે. સરકાર આ ડિસ્કાઉન્ટ ફક્ત ઇલેક્ટ્રિક ગાડીઓ ઉપર જ આપી રહી છે.

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ વધારવા માટે અને લોકો વચ્ચે તેમની પોપ્યુલર કરવા માટે નીતિ આયોગના પ્રસ્તાવને છૂટ આપી દીધી છે. સરકારના આ વલણ પછી દેશના પોલ્યુશનના સ્તરોમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ત્યાં જ ફ્યુલ ઇમ્પોર્ટમાં થતા ખર્ચમાં ઘટાડો થશે.

ટુ થી ફોર વ્હીલર્સ સુધીમાં આટલી મળશે રાહત :-

કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા ફાસ્ટર એડોપ્શન એંડ મેન્યુફેક્ચરીંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ યોજના એટલે કે ફેમ હેઠળ ઇલેક્ટ્રિક ગાડીઓની બેટરી કદના આધાર પર પ્રતિ કિલોવોટ 10,000 રૂપિયા છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

એટલે કે ગ્રાહકો માટે 2-4 કિલોવોટ બેટરી કદના બે પૈડા વાળા વાહનો પર 20 થી 40 હજાર રૂપિયા, 5-10 કિલોવોટ બેટરી કદના ત્રણ પૈડા વાળા વાહનો પર 50 હજારથી એક લાખ અને 15-25 કિલોવોટ બેટરી કદના ફોર-વ્હીલર ઉપર 1.5 થી 2.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક ગાડીઓની ભાગીદારી 15 ટકા ;-

સરકારના પગલાથી જ્યાં ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં વધારો થશે. સાથે સાથે ઇલેક્ટ્રિક ગાડીઓના પ્રોડક્શનને પણ ઝડપી બનાવવામાં મદદ મળશે. સરકારનો લક્ષ્યાંક દેશમાં વીજળીના વ્હીકલ્સની ભાગીદારી 15 ટકા થઇ જાય.

નીતિ આયોગ મુજબ ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને ઇલેક્ટ્રિક એન્જિન વાળી ગાડીઓના ભાવમાં હાલનો તફાવત ઓછો થશે. ઇલેક્ટ્રિક ગાડીઓનો ઓપરેટિંગ કોસ્ટ, ઇન્ટરનલ કમ્બશન એન્જિન વાળી ગાડીઓથી ઘણી ઓછી છે. તેથી આ પગલાથી ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં વધારો થશે.

ત્રણ વર્ષ સુધી ચાલશે આ યોજના :-

2017-18 માં દેશભરમાં 56,000 ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેચાણ થયું, જેમાં 54,800 ટુ-વ્હીલર્સ હતા.

2016-17 માં 25,000 ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેચાણ થયું હતું, જેમાં આશરે 23,000 ટુ-વ્હીલર્સ હતા.

2016-17 માં આશરે 2,000 ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સનું વેચાણ થયું હતું, જે 2017-18 ઘટીને 1200 યુનિટસ રહ્યું.

સરકારે 1 એપ્રિલથી શરૂ થઇ રહેલી આ યોજના માટે 10,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

3 વર્ષ સુધી ચાલનારી આ યોજનામાં સરકારનું લક્ષ્ય એક વર્ષમાં 15 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણનું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.