જ્યોતિષમાં સૂર્યનું ખુબ મહત્વ, તુલા રાશિમાં સૂર્યનું પરિવર્તન કોના માટે વરદાન.

આ રાશિઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે સૂર્યનું રાશિ પરિવર્તન, મળશે વિશેષ લાભ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યને આત્માનો કારક અને પિતાના પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યનું મજબુત હોવું કે નબળું હોવું પિતા અને પુત્ર વચ્ચે સંબંધ સારા કે ખરાબ બનવાનું કારણ હોય છે. જ્યોતિષમાં સૂર્યને માન સન્માન, સફળતા અને નોકરીનો કારક માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉત્તમ ગૃહમાં હોય છે, તેમના જીવનમાં માન સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષમાં સૂર્યને સિંહ રાશિના સ્વામી કહેવામાં આવે છે. મેષ રાશિ સૂર્યની ઉચ્ચ અને તુલા રાશિ સૂર્યની નીચ રાશિ માનવામાં આવે છે. ફલિત જ્યોતિષ મુજબ યશ અને રાજસત્તાના કારક ગ્રહ ભગવાન સૂર્ય 11 મહિના પછી 17 ઓક્ટોબરના રોજ પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં તે 16 નવેમ્બર સુધી ભ્રમણ કરશે, ત્યાર પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના તુલા રાશિમાં ભ્રમણ કરવાથી કઈ રાશિના લોકોને મળશે વરદાન અને કોને થશે થોડું નુકશાન, જાણો તેનું જ્યોતિષ વિશ્લેષણ.

મેષ રાશિ – સૂર્યનું તુલા રાશિમાં ભ્રમણ થવાથી દાંપત્ય જીવનમાં વિવાદની સંભાવના છે. આરોગ્ય બગડી શકે છે. બિઝનેસ કરવાવાળા લોકો માટે સમય અનુકુળ રહેશે. માન-સન્માનમાં વધારો થશે.

વૃષભ રાશિ – તમારા માટે સૂર્યનું તુલા રાશિમાં આવવું શુભ ફલદાયક રહેશે. વિરોધી પાછા પડશે. જો કોર્ટ કચેરીના કેસ ચલી રહ્યા છે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. ઉધાર લેવાથી દુર રહો તમારા માટે શુભ નહિ રહે. મુશ્કેલી થઈ શકે છે.

મિથુન રાશિ – સંતાનની ચિંતા તમને દુઃખી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે મુશ્કેલ સમય છે. ધીરજ રાખો. આવકના સાધનમાં વધારો થવાની સંભાવનાના સંકેત છે.

કર્ક રાશિ – સૂર્યદેવ તમને નોકરીમાં પ્રમોશન અપાવી શકે છે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રમોશનને કારણે તમે ઉત્સાહમાં રહેશો.

સિંહ રાશિ – તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની કુટુંબ અને સમાજમાં પ્રસંશા પણ થશે. મકાન કે વાહન ખરીદવાના સપના પુરા થઇ શકે છે. સૂર્યની ઇચ્ચ દ્રષ્ટિ તમારા ભાગ્ય ગૃહ ઉપર અસર કરી રહી છે.

કન્યા રાશિ – કન્યા રાશિના વ્યક્તિ માટે પણ મકાન અને વાહન ખરીદવાના સંયોગ સારા છે લાભ ઉઠાવો. કાર્યક્ષેત્રમાં ષડ્યંત્રનો ભોગ બનવાથી દુર રહો. કોર્ટ કચેરીની બાબતો તમને હેરાન કરી શકે છે.

તુલા રાશિ – સૂર્યનો પ્રવેશ તમારી જ રાશિમાં હોવાથી તમને મિશ્ર પરિણામ મળી શકે છે. કામમાં થોડી અડચણો આવી શકે છે, જેના કારણે તમારે આર્થીક નુકશાન પણ ભોગવવું પડી શકે છે.

વૃશ્ચિક રાશિ – તમારી યાત્રા થોડી મુશ્કેલી ભરેલી રહી શકે છે. કોઈ સાથે કારણ વગર વિવાદ પણ થઇ શકે છે. આવક સામાન્ય રહેશે. કુટુંબના કોઈ સભ્યના આરોગ્યની ચિંતા તમને દુઃખી કરી શકે છે. જો કોર્ટ કચેરીમાં કોઈ ઝગડા ચાલી રહ્યા છે, તો તે ઉકેલવા તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનુ રાશિ – આ સમય ધનુ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછો નથી. કોઈ પણ પ્રકારના મોટામાં મોટા કામ શરુ કરવા માંગો છો અથવા નિર્ણય લેવા માંગો છો કે નવા પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરવા માંગો છો તો પરિણામ સુખદ રહેશે.

મકર રાશિ – કર્મભાવમાં સૂર્યનું ભ્રમણ તમારી રાશિમાં થઈ રહ્યું છે. જેના કારણે સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે આ ભ્રમણ થોડા શુભ સમાચારના સંકેત આપે છે. તમે કોઈ કામને ગુપ્તતા સાથે કરો.

કુંભ રાશિ – સૂર્યનું ભ્રમણ તમારા માટે મિશ્ર પરિણામ આપશે. ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. કુટુંબમાં મતભેદ ઉભા થઇ શકે છે.

મીન રાશિ – ધનલાભના સંકેત છે પરંતુ કોઈ સાથે વિવાદ ઉભા થઇ શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખો. લેવડ-દેવડની બાબતોમાં વધુ સતર્કતા રાખો.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.