તહેવારોની સીઝનમાં ‘Buy Now Pay Later’ ઉપર ખરીદી કરતા પહેલા આ ખાસ બાબતો જાણી લેવી જરૂરી છે. 

જો તમે Buy Now Pay Later ઓપ્શન દ્વારા શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તેની આ વાતો જરૂર જાણી લો, નહિ તો…

આપણા માંથી ઘણા લોકો દિવાળીની આસપાસ તહેવારોની સીઝનમાં મોટી ખરીદી કરે છે. હંમેશા મોટી વસ્તુની ખરીદી EMI ઉપર કરવામાં આવે છે. અને તેના માટે આજકાલ બજારમાં ઘણા ઓપ્શન રહેલા છે. સૌથી નવો વિકલ્પ બાય નાવ પે લેટર (Buy Now Pay Later) નો છે. પણ જો તમે આ ઓપ્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તેના વિષે તમારે આ 5 બાબતો પહેલા જાણી લેવી જોઈએ.

શું હોય છે Buy Now Pay Later? ઘણી ફીનટેક અને ફાઇનેંસ કંપનીઓ પોતાના ગ્રાહકોને Buy Now Pay Later ની સુવિધા આપે છે. તે એક પ્રકારની લોન જ હોય છે જે ગ્રાહકને કોઈ ખરીદી માટે આપવામાં આવે છે અને તેમાં ગ્રાહકે એક નક્કી સમયગાળામાં EMI ચુકવવાના ઓપ્શન પસંદ કરવાના હોય છે. આવી સુવિધા આપવા વાળી કંપનીઓ બેંકો સાથે ટાઈ-અપ કરે છે અને ગ્રાહકોને ટૂંકા સમયગાળા અને રકમ માટે લોન આપે છે.

કોણ લે છે Buy Now Pay Later લોન? સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં ખરીદી માટે ક્રેડીટ કાર્ડ કે EMI ના ઓપ્શન પસંદ કરવામાં છે. મોટા સેલ અને મોટા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે લોકો આ વિકલ્પ પસંદ કરે છે. પણ ક્રેડીટ કાર્ડ કે EMI ના ઓપ્શન તે લોકો માટે છે જેની ક્રેડીટ હિસ્ટ્રી સારી છે. જેની ક્રેડીટ હિસ્ટ્રી સારી નથી હોતી કે જેની પાસે સત્તાવાર લોન લેવાના ઓપ્શન નથી હોતા તે Buy Now Pay Later ના ઓપ્શન ઉપર જાય છે.

Buy Now Pay Later માં કેવી રીતે થાય છે પેમેન્ટ? જયારે પણ કોઈ ગ્રાહક Buy Now Pay Later ઓપ્શન પસંદ કરે છે, તો વચ્ચે એક મર્ચન્ટ પ્લેયર હોય છે. તે કોઈ ફીનટેક કંપની હોઈ શકે છે. આ ઓપ્શનથી ખરીદી કરવાથી તે મર્ચન્ટ સામે વાળી પાર્ટીને પેમેન્ટ કરી દે છે અને તમારી પાસેથી મહિનાઓના હપ્તામાં તે પેમેન્ટ લે છે. સામાન્ય રીતે આ પેમેન્ટ No Cost EMI તરીકે થાય છે.

આ કંપનીઓ આપે છે Buy Now Pay Later ફેસેલીટી : હાલમાં ભારતમાં લગભગ બધી મોટી ફીનટેક કંપનીઓ પોતાના ગ્રાહકોને Buy Now Pay Later ની સુવિધા આપે છે. તેમાં MobiKwik Zip, Paytm Postpaid, Zest Money, Early Salary, LazyPay, Simpl ની સાથે સાથે Amazon Pay Later અને Flipkart Pay Later ના ઓપ્શન પણ રહેલા છે.

નાની રકમ માટે Buy Now Pay Later : Buy Now Pay Later ની ફેસેલીટી આપવા વાળી Lazy Pay અને Simpl જેવી કંપનીઓ સીધા તમને સ્થળ ઉપર બીલ પેમેન્ટ કરી આપે છે અને એક નક્કી કરેલા સમયગાળા પછી તમારે તેનુ પેમેન્ટ કરવાનું હોય છે. આ પ્રકારની કંપનીઓ હંમેશા Swiggy કે Big Basket જેવા સાથે ટાઈ-અપ કરે છે જ્યાં ખરીદીની એમાઉંટ ઓછી હોય છે.

Buy Now Pay Later માં મળી મોટી લોન : કેટલીક Buy Now Pay Later ફેસેલીટી આપવા વાળી કંપનીઓ લોકોને મોટી રકમની લોન પણ આપે છે. તેમાં Capital Float, Zest Money અને Early Salary સામેલ છે. Early Salary ના ચીફ બિઝનેસ ઓફિસર વિમલ સાબુ જણાવે છે કે, આ પ્રકારની કંપનીઓ EMI ઉપર લોન ઓફર કરે છે અને તે 1 કે 3 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. પણ લોકોના મનમાં એવા પ્રશ્ન પણ ઉભા થાય છે કે, શું Buy Now Pay Later લોન સેફ અને કામની છે?

Buy Now Pay Later નું વ્યાજ : જો તમે Buy Now Pay Later ઓપ્શન પસંદ કરવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમારે તેની ઉપર લાગતા વ્યાજ વિશે જાણકારી લેવી જોઈએ. ઘણી વખત તે Zero Cost ઉપર પણ મળે છે પણ તેમાં ફીનટેક કંપનીઓ કોઈ વસ્તુની ખરીદીથી મળતા માર્જીનને મર્ચન્ટ સાથે વહેંચી લે છે. તેથી વ્યાજ ફ્રી લોનનો સમયગાળો 15 થી 30 દિવસ હોય છે અને ત્યાર પછી તમારે ઇએમઆઈમાં પેમેન્ટ આપવાનું હોય છે.

જો Buy Now Pay Later માં થયું ડીફોલ્ટ : ઘણી વખત એવું બને છે કે આપણે આપણો માસિક હપ્તો સમયસર નથી ચૂકવી શકતા. જે રીત બેંક પાસેથી લોન લીધા પછી આપણે આપનો હપ્તો સમયસર નથી ચુકવતા તો ભારે વ્યાજ અને દંડ આપવાનો રહે છે. તે રીતે Buy Now Pay Later સુવિધામાં પણ જો તમે સમયસર હપ્તો નથી ચૂકવતા તો તમારે 500 થી 1000 રૂપિયા સુધીની લેટ ફી સાથે 2.5 % માસિક સુધીનો વ્યાજ દંડ આપવો પડે છે.

Buy Now Pay Later માં રીફંડ મળે છે? ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ અને તે આપણને પસંદ નથી આવતી કે તેમાં કોઈ ખરાબી આવી જાય છે. તે વખતે જો તમે પેમેન્ટ Buy Now Pay Later ઓપ્શનથી કર્યું છે, તો ઘણી વખત તેના રીફંડમાં તકલીફ પડી શકે છે.

તેના વિષે ફીનકેયર એસબીએફના ચીફ ઓપરેટીંગ ઓફિસર અંકિત મિશ્રાનું કહેવું છે કે, આ પ્રકારની તકલીફો ત્યારે આવે છે જયારે ગ્રાહક લોનની શરતોને યોગ્ય રીતે સમજી નથી શક્યા કે તેમાં પારદર્શિતાનો અભાવ હોય છે. એટલા માટે ગ્રાહકોને આ પ્રકારની લોન લેતા પહેલા સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ.

Buy Now Pay Later ખરાબ કરે છે CIBIL : કોઈ પણ વ્યક્તિને મોટી લોન લેવા માટે CIBIL ના ક્રેડીટ સ્કોરની જરૂર પડે છે. હંમેશા જોવા મળે છે કે લોકો જરૂર વગર જ Buy Now Pay Later ની ફેસેલીટી લઇ લે છે. તેથી આ ફેસેલીટી હેઠળ જે રકમ તમને એલોટ થાય છે તે વાસ્તવમાં તમારી ક્રેડીટ લાઈનનો જ ભાગ હોય છે. અને જો તમે તેનો ઉપયોગ નથી કરતા તો તે તમારી ક્રેડીટ લાઈનને અસર કરીને નબળી બનાવે છે. તેની સીધી અસર તમારા CIBIL Score ઉપર પડે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.