જો દેશની ઘડિયાળ 2 કલાક આગળ કરવામાં આવે તો થઈ શકે છે આ ફાયદા, જાણી ને દંગ રહી જશો

દેશની ઘડિયાળ પાછળ હોવાથી દેશના લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિનો સહયોગ નથી મળી રહ્યો, જેથી સ્વસ્થ રહેવું એક ઘણો મોંઘો સોદો થઇ ગયો છે. દેશની ઘડીયાળ જો બે કલાક આગળ કરવામાં આવે તો આરોગ્યની ૬૦% સમસ્યાઓ દુર કરી શકાય છે. આપણા દેશમાં સરકારી કચેરીઓનું કામ ૧૦ વાગ્યે શરુ થાય છે, જો તેને બદલે સવારે ૮ વાગ્યે શરુ થવા લાગે તો?

ખાનગી કચેરીઓ ૭ વાગ્યે ખુલશે :

૭ વાગ્યે કચેરી પહોંચવા માટે લોકોએ સવારે ૪-૫ વાગ્યે ઉઠવું પડશે, આ સમય વાતનો હોવાથી મોટું આંતરડું અને મળાશય સક્રિય રહેશે, તેનાથી કબજિયાતની બીમારી નહિ થાય.

આ સમય બ્રહ્મ મુહુર્ત હોય છે, જેનું આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્વ છે.

સૂર્યોદય પછી ઉઠવાથી પિત્ત પ્રકુપિત થાય છે, જેનાથી બુદ્ધી વિકૃત થાય છે.

૫-૬ વાગ્યાનો સમય કફનો હોય છે, તે સમયે કસરત કરવાથી કફને કારણે જામવાની તકલીફ નહિ આવે.

સવારે ૭ વાગ્યાથી ૧૦ વાગ્યાનો સમય કફનો હોવાથી મગજ ઠંડું રહે છે. તે કારણે આ સમય દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. જયારે વ્યક્તિ ગુણવત્તાનું કામ કરે છે, તો તેને માનસિક સંતુષ્ઠી થાય છે અને વ્યક્તિ ભ્રષ્ટ નથી થતો.

બપોરનો ભોજનનો સમય ૧ વાગ્યાની જગ્યાએ ૧૦ વાગ્યે થશે. આ સમય કફનો સમય હોવાથી આમાશય સક્રિય હશે. એના ૧ કલાક પછી પિત્તનો સમય હોવાથી નાનું આંતરડુ સક્રિય હશે. તે સમયે ભોજન નાના આંતરડામાં પહોંચવા લાગશે, તેનાથી ભોજન પચવાની ક્રિયા સારી રીતે થશે.

બપોરે ચાર વાગે કચેરી બંધ થવાથી લોકો સાંજે ૫-૬ વાગ્યે ઘરમાં હશે. તે સમયે શૌચમાં મદદ મળશે. બે સમય શૌચ શરીરમાં વિષતત્વોનું નિર્માણ રોકવાની દૃષ્ટિએ ઘણું જ ઉપયોગી છે.

લોકો સુર્યાસ્ત પહેલા ભોજન કરી શકશે. અને સુર્યાસ્ત પહેલા કરવામાં આવેલા ભોજન સાત્વિક હોય છે. એટલા માટે આપણે ત્યાં જે તહેવારોમાં રાતના સમયે ભોજન કરવાનું હોય છે, ત્યારે આખો દિવસ સખત ઉપવાસ રાખવામાં આવતા હતા, જેથી તમોગુણ વ્યક્તિ ઉપર અસર ન કરે.

સંધ્યાનો સમય વાત પ્રધાન હોવાથી મનને અનુકુળ હોય છે. તે સમય કળા માટે છે, કેમ કે કળા મનને સ્વસ્થ બનાવે છે.

બધા કાર્ય સાંજે ૭-૮ વાગ્યા સુધી થઇ જવાથી રાત્રે ૮-૯ વાગ્યા સુધીમાં લોકો ઊંઘી શકશે. સૌથી ગાઢ નિંદ્રા કફ કાળ એટલે કે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા વચ્ચે જ આવે છે.

વીજળીની સમસ્યાનો ઉકેલ : દરેક શહેરમાં દિવસ આખો જેટલી પણ વીજળી વપરાય છે, તેનો અડધી વપરાશ સાંજના બે કલાકમાં થાય છે. કેમ કે તે સમયે દુકાનો ઘણી ઝગમગે છે. જયારે કચેરી બે કલાક પહેલા બંધ થશે, તો દુકાનો પણ બે કલાક પહેલા બંધ થશે. તેનાથી દુકાનો ઝગમગવાનું પણ દુર થઇ જશે. તેનાથી વીજળીની બચત એટલી મોટી થશે કે, ગામોમાં વીજળી કપાતનો પ્રશ્ન જ નહિ રહે.

જે સમયે વાતાવરણ ઠંડુ હોય છે, ઉર્જાથી ભરપુર અને કામ કરવામાં અનુકુળ હોય છે, ત્યારે કાર્યાલયો ખુલતા નથી. અને જયારે પ્રકૃતિ ગરમ થઈ જાય છે, ઉર્જા ક્ષીણ થઈ જાય છે, ત્યારે એસીમાં બેસીને કામ કરવામાં આવે છે. ભારતના નીતિ નિર્માતાઓની બુદ્ધીના દીવાળીયાં પણાની તેનાથી મોટી સાબિતી શું હોઈ શકે છે?

ઉપર જણાવેલી વાતો વૈજ્ઞાનિક રીતે એકદમ સાચી છે એ વાતનો અમે કોઈ દાવો નથી કરતા.