દિવાળી પૂજનમાં માં લક્ષ્મીને કેમ ચડાવવામાં આવે છે કમળનું ફૂલ, જાણો વિસ્તારથી.

દિવાળી પર માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે જરૂર અર્પણ કરો કમળનું ફૂલ. દિવાળીમાં ખાસ કરીને માં લક્ષ્મીની પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. આવો જાણીએ કમળનું ફૂલ અર્પણ કરવાથી શું લાભ મળે છે. આ વર્ષે દિવાળીના તહેવાર 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. દિવાળીમાં ખાસ કરીને માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે અને તમામ વિકારો દુર થાય છે, સાથે જ માતા લક્ષ્મીનો વાસ થાય છે.

હિંન્દુ ધર્મની માન્યતા મુજબ દિવાળીની પૂજામાં માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. દિવાળીની રાત્રે ધનની ઈચ્છા ધરાવવા વાળા ભક્ત કમળના ફૂલથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આવો જાણીએ માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ક્યા ક્યા લાભ મળે છે.

બુરાઈઓ વચ્ચે સત્યનો રસ્તો બતાવે છે : પુરાણો મુજબ દેવી લક્ષ્મીનું એક નામ કમલા અને કમલાસના છે, એટલે કમળ ઉપર બિરાજમાન થવા વાળા. કમળ ફૂલની ખાસિયત છે કે તે કીચડમાં ઉત્પન્ન થઈને પણ કીચડમાં લિપ્ત નથી થતું અને પોતાની પવિત્રતા જાળવી રાખે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવા વાળા માણસ પણ સંસારમાં ફેલાયેલી બુરાઈઓ વચ્ચે પણ સાચા રસ્તે ચાલવામાં સક્ષમ બને છે અને હંમેશા સત્યનો માર્ગ જ પસંદ શોધે છે.

નકારાત્મકતા દુર ભગાડે : કહેવામાં આવે છે કે કમળના ફૂલમાં નકારાત્મક શક્તિઓને દુર કરવાની શક્તિ હોય છે અને તેને દેવી લક્ષ્મીને અપર્ણ કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓનો પ્રવેશ થતો નથી. તે ઉપરાંત જો ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે પણ દુર થઇ જાય છે.

પાપો માંથી મુક્ત કરે : દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાથી તમામ પાપો માંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે. એ કારણ છે કે ખાસ કરીને દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. એમ કરવાથી ઘરના તમામ વિકાર દુર થઇ જાય છે.

બુદ્ધી નિર્મળ બને છે : કમળનું ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી માણસની બુદ્ધી પણ નિર્મળ રહે છે અને ધનનો લાભ મળે છે. જેની બુદ્ધી નિર્મળ હોય છે તે ભક્ત ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે.

ભગવાન વિષ્ણુ પણ થાય છે પ્રસન્ન : ભગવાન વિષ્ણુના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળનું ફૂલ વિરાજમાન હોય છે. કમળનું ફૂલ હાથમાં હોવાનું તાત્પર્ય છે દેવી લક્ષ્મીનું ભગવાન વિષ્ણુ સાથે હોવુ. એવું માનવામાં આવે છે કે જો કમળનું ફૂલ માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે, તો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પણ ભક્તજનોને પ્રાપ્ત થાય છે.

થાય છે દેવીનો વાસ : કહેવામાં આવે છે કે કમળ ફૂલ ઉપર દેવોનો વાસ હોય છે એટલા માટે ઘરોમાં કમળ ફૂલથી માતા લક્ષ્મીની પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા માટે જળવાઈ રહે છે અને ઘરમાં અન્ન, ધનનો ભંડાર પણ ભરેલો રહે છે.

શું છે પંડિતજીનો અભિપ્રાય : માતા લક્ષ્મીને દિવાળી પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવા વિષે અયોધ્યાના પંડિત શ્રી રાધે શ્યામ શાસ્ત્રીજીનું કહેવું છે કે દિવાળીમાં ખાસ કરીને ઘરમાં સુખ સમૃદ્ધી માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કમળનું ફૂલ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીજી મૂર્તિ ભગવાન શ્રી ગણેશ સાથે સ્થાપિત કરો.

માતાની સામે દીવો પ્રગટાવો અને કમળનું ફૂલ અર્પણ કરો. ભોગમાં ખાસ કરીને ખીર માતા લક્ષ્મીમને અર્પણ કરો. લક્ષ્મી પૂજા કર્યા પછી શ્રી ગણેશ અને લક્ષ્મી માં ની આરતી કરો. એમ કરવાથી લક્ષ્મી માં ની કૃપા તો પ્રાપ્ત થાય છે સાથે ઘરમાં સુખ સમૃદ્ધી સાથે ધન લાભ પણ મળે છે. આ રીતે દિવાળીની પૂજામાં કમળનું ફૂલ જરૂર અર્પણ કરો. જેથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે અને ઘરમાં સુખ સમૃદ્ધી સાથે ધનનો લાભ પણ મળે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ હરજિંદગી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.