આ દેશોમાં ભારતનો ૧ રૂપિયો છે ૩૫૦ ₹ ની બરાબર, ૧૪ દેશોમાં જોરદાર ચાલશે ભારતીય રૂપિયા, લો મજા

ભારતીય ચલણ એટલે રૂપિયાની હંમેશા ફરિયાદ રહે છે, કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કિંમત ઘણી ઓછી છે. જેના કારણે જ આપણે આપણી પસંદગીના સ્થળ ઉપર જતા પહેલા ઘણી વખત વિચારીએ છીએ. પરંતુ રૂપિયાના વિકાસ ઉપર ધ્યાન કરીએ તો ૧૯૪૭ માં જ્યાં ૧ રૂપિયાની કિંમત એક ડોલર બરોબર હતી, તે આજે ૧ ડોલરની કિંમત ૬૫ રૂપિયાથી પણ વધુ થઇ ગઈ છે. પરંતુ હજુ પણ થોડા એવા દેશ છે જ્યાં રૂપિયા તમારી આશાઓ પૂરી કરી શકે છે. જો તમે પણ ક્યાંક વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તે સુંદર દેશો વિષે જણાવી દઈએ જ્યાં ભારતીય રૂપિયો તમને પૈસાદાર હોવાનો અહેસાસ કરાવે છે.

૧. ઇન્ડોનેશિયા :

૧ રૂપિયા = ૨૦૭.૭૮ ઇન્ડોનેશિયન રૂપિયા.

ઇન્ડોનેશિયા દ્વીપોનો દેશ છે, જ્યાં સ્વચ્છ વાદળી પાણી અને ઉષ્ણકટીબંધીય આબોહવા જોવા મળે છે. ઇન્ડોનેશિયા તે દેશો માંથી એક છે, જ્યાં ભારતીય ચલણની કિંમત વધુ છે. તે ઉપરાંત અહિયાં ભારતીયોને મફત વિઝા આપવામાં આવે છે. જેનો અર્થ છે કે તમે વધુ ખર્ચ કર્યા વગર આ સુંદર દેશમાં ફરવાનો આનંદ લઇ શકો છો.

૨. વિયતનામ :

૧ રૂપિયા = ૩૫૫.૦૪ વિયતનામી ડોંગ.

એક દેશ જેને પોતાના બોદ્ધ પગોડા, શાનદાર વિયતનામી વાનગી અને નદીઓ માટે ઓળખવામાં આવે છે, જ્યાં તમે કાયાકિંગમાં જઈ શકો છો. વિયતનામ ભારતીયોને ફરવા માટે એકદમ યોગ્ય સ્થળ છે. કેમ કે અહિયાંની સંસ્કૃતિ એકદમથી અલગ છે. તે ઘણું દુર નથી અને વધુ મોંઘુ પણ નથી. યુદ્ધના સંગ્રહાલય અને ફેંચ વાસ્તુકળા તેના આકર્ષણોનું કેન્દ્ર છે.

૩. કંબોડિયા :

૧ રૂપિયા = ૬૩.૨૩ કંબોડીયન રીયાલ.

કંબોડીયા પોતાના વિશાળ પથ્થરો માંથી બનેલા અંગકોર વાટ મંદિર માટે લોકપ્રિય છે. ભારતીય નાગરિક અહિયાં વધુ ખર્ચ કર્યા વગર ફરી શકે છે. તેના રોયલ પેલેસ, રાષ્ટ્રીય સંગ્રહાલય અને પુરાતાત્વિક ખંડેરો આકર્ષણના કેન્દ્ર છે. કંબોડીયા પશ્ચિમી દેશોના પ્રવાસીઓ માટે લોકપ્રિય છે, અને તેની લોકપ્રિયતા ધીમે ધીમે ભારતીયો વચ્ચે ફેલાઈ રહી છે.

૪. શ્રીલંકા.

૧ રૂપિયા = ૨.૩૯ શ્રીલંકા રૂપિયા.

દરિયાઈ કિનારો, પહાડો, હરિયાળી અને ઐતિહાસિક સ્મારકોથી સજ્જ શ્રીલંકા ભારતીયો માટે ઉનાળાની રજાઓ પસાર કરવા માટે સૌથી લોકપ્રિય સ્થળો માંથી એક છે. આ દેશ ભારતની નજીક છે અને સસ્તી વિમાન સેવાને કારણે લોકો માટે આ દેશમાં જવું સરળ છે.

૫. નેપાળ :

૧ રૂપિયા = ૧.૬૦ નેપાળી રૂપિયા.

અહિયાં તમને થોડી સૌથી આશ્ચર્યજનક વસ્તુ જોવા મળશે. નેપાળ શેરપાઓની ભૂમિ છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ અને સાત બીજા ઊંચા ડુંગરોના શિખરો આવેલા છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ભારતીયોને એક ફાયદો એ પણ છે કે તેને નેપાળ જવા માટે કોઈ વિઝાની જરૂર રહેતી નથી.

૬. આઈસલેન્ડ :

૧ રૂપિયા = ૧.૬૫ આઈસલેન્ડીક ક્રોના.

દ્વીપ ઉપર વસેલા આ દેશ દુનિયાના સૌથી સુંદર સ્થળો માંથી એક છે. ગરમીથી બચવા માટે તમારે તમારા પ્રવાસમાં આને જોડવું જોઈએ. આઈસલેન્ડ પોતાના વાદળી લેગુન, ઝરણા, ગ્લેશીયર અને કાળી રેતીના સમુદ્ર કાંઠા માટે ઓળખવામાં આવે છે.

૭. હંગેરી.

૧ રૂપિયા = ૩.૯૯ હેંગેરિયાઈ ફોરીંટ.

હંગેરી એક દરગાહ વિહીન દેશ છે. તેની વાસ્તુકલા અને તેની સંસ્કૃતિ ઘણી લોકપ્રિય છે, જે રોમન, તુર્કી અને બીજી સંસ્કૃતિઓથી પ્રભાવિત છે. અહિયાં ઉપર બનેલા મહેલ અને બગીચાઓમાં તમે જરૂર જજો. અને હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ દુનિયાનું સૌથી રોમાન્ટિક શહેરો માંથી એક છે.

૮. જાપાન.

૧ ભારતીય રૂપિયા = ૧.૭૦ જાપાની યેન.

જાપાનના સુશી અને ચેરીના ફૂલ તેનું આકર્ષણનું કેન્દ્ર છે. તમે એ જાણીને નવાઈ પામશો કે આ એ દેશો માંથી એક છે જેનું ચલણ ભારતીય રૂપિયાથી ઓછી કિંમતનું છે. જાપાન એક એવો દેશ છે, જેની સંસ્કૃતિ ઘણી જૂની છે. છતાંપણ સૌથી વધુ ટેકનીકલી રીતે પ્રગતીશિલ દેશોમાંથી એક છે. અહિયાં ધાર્મિક સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળશે.

૯. પેરાગ્વે.

૧ રૂપિયા = ૮૮.૪૮ પેરાગુએઆં ગુઆરાની.

પેરાગ્વે પણ એક દરગાહ વિહિન દેશ છે. પેરાગ્વે દક્ષીણ અમેરિકામાં આવેલો છે અને આ એ પ્રવાસીઓની પહેલી પસંદ છે, જે બ્રાઝીલ કે અર્જેટીના જેવા પાડોશી દેશોમાં જવાનું પસંદ કરે છે. આમ તો પેરાગ્વેમાં કુદરતી અને ભોતિકવાદનું મિશ્રણ જોવા મળે છે.

૧૦ મેંગોલિયા.

૧ રૂપિયા = ૩૧.૮૪ મેંગોલિયાઈ તુગરીક.

મેંગોલિયા પોતાની ધમાચકડી વાળી જીવનશૈલી માટે ઓળખવામાં આવે છે. મેંગોલિયા એક વિશાળ ખુલ્લી જગ્યા છે જ્યાં તમે કુદરતી મજા લઇ શકો છો. વાદળી આકાશની ભૂમી મેંગોલિયા શહેરને વિશેષ સ્થાન અપાવે છે. રોજીંદા જીવનથી દુર જવા વાળા માટે આ એકદમ યોગ્ય સ્થળ છે. તમે અહિયાં એકાંતનો આનંદ લઇ શકો છો.

૧૧.કોસ્ટા-રિકા.

૧ રૂપિયા = ૯.૩ કોસ્ટા રિકન કોલોન.

આ મધ્ય અમેરિકામાં આવેલો દેશ છે, જેને પોતાના સમુદ્ર કાઠા માટે ઓળખવામાં આવે છે, અને તે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જ્વાળામુખી, જંગલો અને વન્યજીવોને કારણે આ એક લોકપ્રિય પ્રવાસનું સ્થળ છે. કોસ્ટા રિકાની ઉષ્ણકટીબંધીય આબોહવા પ્રવાસીઓને ઘણું પસંદ આવે છે.

૧૨. પાકિસ્તાન.

૧ ભારતીય રૂપિયા = ૧.૬૫ પાકિસ્તાની રૂપિયા.

આમ તો પાકિસ્તાન પહેલા ભારતનો ભાગ હતો, પછી પણ એવા ઘણા ઓછા લોકો છે જે અહિયાં જતા આવતા હોય છે. આમ તો પાકિસ્તાનમાં ઘણા એવા સ્થળો છે જે જોવા લાયક છે અને ઓછા પૈસા ખર્ચ કરવાનો સસ્તો વિકલ્પ પણ છે. પાકિસ્તાનનો સ્વાત જીલ્લો, કરાંચી અને લાહોર થોડા જોવાલાયક સ્થળ છે.

૧૩. ચીલી.

૧ રૂપિયા = ૯.૬૪ ચીલી પૈસા.

ચીલીમાં જંગલો અને ટ્રેકીંગનો આનંદ લેવો એક સુખદ અનુભવ આપે છે. ચીલીની ડુંગરની હારમાળા જોવાલાયક છે. એની સાથે જ અહિયાં ઘણા સક્રિય જ્વાળામુખી શિખરો પણ છે. લેક જીલ્લો ચીલીના પ્રસિદ્ધ સ્થળો માંથી એક છે. ચીલીમાં ખેતી, નદી, ઘાટી ઘણા આકર્ષક છે.

૧૪. દક્ષીણ કોરિયા.

૧ રૂપિયા = ૧૭.૬૫ દક્ષીણ કોઈયાઈ વોન.

ઉત્તર કોરિયા એવું સ્થળ છે જ્યાં લોકો પણ પ્રવાસ ઉપર જવા નથી માંગતા. પરંતુ દક્ષીણ કોરિયા સાથે એવું નથી. મનને લોભાવતા દ્રશ્ય અને કુદરતી દ્રશ્ય દક્ષીણ કોરિયાના પ્રવાસીઓને આનંદ આપે છે. આ ગામ, બોદ્ધ મંદિરો, હરિયાળી અને ચેરીના ઝાડ માટે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત અહિયાં ઉષ્ણકટીબંધીય દ્વીપ અને હાઈટેક શહેરો પણ જોવા મળે છે.