શનિદેવના આ દરબારમાં અખંડ જ્યોતના દર્શનથી બધા દુઃખ થઈ જાય છે દૂર, થાય છે અહીં ચમત્કાર.

આપણા ભારત દેશમાં એવા ઘણા બધા મંદિર છે. જેની પોત પોતાની અલગ અલગ માન્યતાઓ છે, જો આપણે શનિદેવના મંદિરોની વાત કરીએ તો દેશભરમાં ઘણા મંદિરો શનિદેવને સમર્પિત છે અને આ બધા શની મંદિરોની પોતાની અલગ અલગ માન્યતા માનવામાં આવે છે.

ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિરમાં દર્શન કરવાથી શનિદેવ તમામ તકલીફો દુર કરે છે, પરંતુ આજે અમે તમને આ મંદિરોમાંથી એક એવા શની મંદિર વિષે માહિતી આપવાના છીએ જ્યાં વર્ષમાં એક વખત ચમત્કાર જોવા મળે છે અને અહિયાં જે પણ ભક્ત શનિદેવના દર્શન કરે છે, તેની તમામ તકલીફો દુર થાય છે.

અમે તમને જે શની મંદિર વિષે માહિતી આપી રહ્યા છીએ, તે શનિદેવનું ધામ ઉત્તરાખંડના ખરસાલીમાં આવેલું છે, શનિદેવનું આ મંદિર દરિયા કાંઠાથી લગભગ ૭૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર બનેલું છે, આ સ્થાન ઉપર શનિદેવ ૧૨ મહીના બિરાજમાન રહે છે, અહિયાં જે પણ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે તેમનું એવું માનવું છે કે તેમના દર્શન માત્રથી જ તમામ દુઃખ દુર થઇ જાય છે, તે કારણે જ દર વર્ષે અહિયાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ જોવા મળે છે.

જો તમે આ મંદિર વિષે વધુ માહિતી પ્રાપ્ત કરો તો એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું, આ મંદિર પાંચ માળનું બનેલું છે, પરંતુ જો તમે આ મંદિરને બહારથી જોશો તો તમને તેનો અંદાઝો નહિ આવી શકે કે આ પાંચ માળનું મંદિર છે, આ મંદિર બનાવવા માટે પથ્થર અને લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ મંદિરમાં જે શનિદેવની મૂર્તિ છે તે કાંસાની છે.

આ મંદિરની અંદર એક અખંડ જ્યોત પ્રગટે છે અને આ અખંડ જ્યોત વિષે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત આ જ્યોતના દર્શન કરે છે, તે દર્શન માત્રથી જ જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે, શનિદેવની કૃપાથી વ્યક્તિની તકલીફો દુર થાય છે અને શની દોષ માંથી પણ છુટકારો મળી જાય છે.

શનિદેવ એક એવા દેવતા છે. જેની કૃપાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે, જો વ્યક્તિ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ પડી જાય છે તો વ્યક્તિના જીવનની તમામ તકલીફો દુર થઇ જાય છે, આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર વર્ષોમાં એક વખત ચમત્કાર થાય છે, અહિયાંના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે દર વર્ષે કારતક પૂર્ણિમામાં દિવસે મંદિરની ઉપર રાખવામાં આવેલા ઘડો જાતે બદલાઈ જાય છે.

જો ભક્ત આ દિવસોમાં આ શની મંદિરમાં આવે છે તો તેમના જીવનના તમામ દુઃખ શનિદેવની કૃપાથી દુર થઇ જાય છે, શનિદેવના આ ધામ પ્રત્યે લોકોની અતુટ શ્રદ્ધા જોડાયેલી છે, દુર દુરથી લોકો શનિદેવના દર્શન કરવા માટે આવે છે અને પોતાના દુઃખ તકલીફો માંથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરે છે. માન્યતા મુજબ શનિદેવના આ દરબાર માંથી કોઈ પણ ભક્ત નિરાશ થઈને પાછા નથી ફરતા, આ મંદિરમાં વર્ષમાં એક વખત થતો ચમત્કાર જોવા માટે ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.