કયા નક્ષત્રો, યોગ અને ગ્રહ સ્થિતિઓમાં લગ્ન ન કરવા જોઈએ? જીવન થઈ શકે છે બરબાદ.

જો આ નક્ષત્ર અને તિથીઓ પર કર્યા લગ્ન તો થઈ શકો છો બરબાદ, જાણો કઈ વાતનું ધ્યાન રાખવું?

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. લગ્ન માત્ર એક પરંપરા નથી પણ સંસ્કારો માંથી એક છે. કોઈના પણ લગ્નનું શુભ મુહુર્ત કાઢતા પહેલા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે ગ્રહોની સ્થિતિ, નક્ષત્ર, વાર, તિથી વગેરે.

જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ કેટલીક વિશેષ ગ્રહ સ્થિતિઓ, નક્ષત્ર અને તિથી વગેરેમાં લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિઓમાં લગ્ન કરવાથી ભવિષ્યમાં તકલીફો આવી શકે છે. તેમાંથી કેટલાક નક્ષત્ર એવા પણ છે જે શુભ ફળ પ્રદાન કરે છે, પણ તેમાં પણ લગ્ન કરવા શુભ નથી માનવામાં આવતા જેમ કે પુષ્ય નક્ષત્ર વગેરે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી વિશેષ બાબતો.

(1) જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 27 નક્ષત્રોમાં 10 એવા નક્ષત્ર હોય છે, જે લગ્ન માટે અશુભ હોય છે. જેમ કે આર્દા, પુનર્વસુ, પુષ્ય, અશ્વલેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી વગેરે. આ 10 નક્ષત્રોમાં કોઈ પણ નક્ષત્ર હોય કે સૂર્ય સિંહ રાશીમાં ગુરુના નવમાંશમાં ભ્રમણ કરી રહ્યા હોય તો લગ્ન ક્યારે પણ ન કરવા જોઈએ.

(2) જન્મ નક્ષત્રની લગ્ન થવાની તિથીમાં 10 માં, 16 માં, 23 માં નક્ષત્રમાં તમારા મોટા સંતાનના લગ્ન ન કરવા જોઈએ.

(3) લગ્નના મુખ્ય કારક શુક્ર હોય છે, એટલા માટે જયારે શુક્ર બાલ્યાવસ્થામાં હોય કે નબળો હોય ત્યારે લગ્ન કરવા સુખ કારક નથી હોતા. શુક્ર પૂર્વ દિશામાં ઉદીત થયાના 3 દિવસ સુધી બાલ્યાવસ્થામાં રહે છે અને જયારે તે પશ્ચિમ દિશામાં હોય છે તો 10 દિવસ સુધી બાલ્યાવસ્થામાં હોય છે. શુક્ર અસ્ત થતા પહેલા 15 દિવસ સુધી નબળી અવસ્થામાં રહે છે અને શુક્ર અસ્ત થવાના 5 દિવસ પહેલા વૃદ્ધાવસ્થામાં રહે છે. આ કાળમાં લગ્ન ન કરવા જોઈએ.

(4) ગુરુ પણ લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવે છે, એટલા માટે ગુરુ બળવાન હોવો પણ જરૂરી હોય છે. જો ગુરુ બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા કે નબળો છે તો પણ લગ્ન જેવા શુભ કાર્ય કરવા ઉચિત નથી હોતા. ગુરુ ઉદીત અને અસ્ત બંને પરિસ્થિતિઓમાં 15-15 દિવસ સુધી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં રહે છે. તે દરમિયાન પણ લગ્ન કરવા ઉચિત નથી હોતા.

(5) લગ્ન કાર્ય માટે વર્જિત માનવામાં આવતો એક યોગ હોય છે, જેને ત્રીજ્યેષ્ઠા કહે છે. તેમાં મોટા સંતાનના લગ્ન જેઠ માસમાં ન કરવા જોઈએ અને જેઠ માસમાં જન્મેલા છોકરા-છોકરીના લગ્ન પણ જેઠ માસમાં ન કરવા જોઈએ.

(6) ત્રિબલ વિચાર – તેમાં ગુરુ ગ્રહ કન્યાની જન્મ રાશી માંથી પહેલા, આઠમાં અને બારમાં ગૃહમાં ભ્રમણ કરી રહ્યા હોય તો લગ્ન કરવા શુભ નથી હોતા. બૃહસ્પતિ ગ્રહ કન્યાની જન્મ રાશી માંથી મિથુન, કર્ક, કન્યા અને મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા હોય તો તે લગ્ન કન્યા માટે હિતકારી નથી હોતા. ગુરુ ઉપરાંત સૂર્ય અને ચંદ્રનું ભ્રમણ પણ શુભ હોવું જોઈએ.

(7) ચંદ્ર મનના કારક હોય છે, એટલા માટે લગ્ન કાર્યમાં ચંદ્રની શુભતા અને અશુભતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચંદ્ર અમાસના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ સુધી બાલ્યાવસ્થામાં રહે છે. આ સમયે ચંદ્ર પોતાનું ફળ આપવામાં અસમર્થ હોય છે. ચંદ્રનું ભ્રમણ ચોથા અને આઠમાં ગૃહ સિવાય બીજા ગૃહોમાં શુભ હોય છે. ચંદ્ર જયારે પક્ષબલી, ત્રિકોણમાં, સ્વરાશી, ઉચ્ચ અને મિત્રક્ષેત્રી હોય ત્યારે લગ્ન કરવા જોઈએ.

(8) લગ્નમાં ગણડાન્ત મૂળનો પણ વિચાર કરવો જોઈએ. (મીન-મેષ, કર્ક-સિંહ તથા વૃશ્ચિક-ધનુ રાશિઓની સંધિઓને ગણડાન્ત કહેવામાં આવે છે.) જેમ કે મૂળ નક્ષત્રમાં જન્મેલી કન્યા તેના સસરા માટે કષ્ટકારી માનવામાં આવે છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મેલી કન્યા તેની સાસુ માટે અશુભ હોય છે. જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી કન્યા તેના જેઠ માટે અશુભ હોય છે. આ નક્ષત્રોમાં જન્મેલી કન્યા સાથે લગ્ન કરતા પહેલા તે દોષોનું નિવારણ જરૂર કરવું જોઈએ.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.