કઈ પરિસ્થિતિમાં હનુમાનજીનો કયો પાઠ કરવાથી મળે છે લાભ, જાણો તેના લાભદાયી ઉપાય

કળિયુગમાં હનુમાનજી અજય અમર છે, અને તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દુર કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે મહાબલી હનુમાનજીના પૂજા પાઠ કરે છે એમને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને જીવનની તમામ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે એણે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નથી કરવો પડતો.

શ્રીરામચરિત માનસના રચનાર ગોસ્વામી તુલસીદાસે શ્રી રામચરિત માનસ લખતા પહેલા હનુમાન ચાલીસા લખી હતી. હનુમાનજીની કૃપાથી જ તે શ્રી રામચરિત માનસ લખી શક્યા હતા. હનુમાન ચાલીસાને ધ્યાનથી વાંચશો અને સમજ્યા પછી એ ખબર પડે છે કે હનુમાનજી કળિયુગના જાગૃત દેવતા છે, જે પોતાના ભક્તોના દુ:ખ દુર કરે છે. તે પોતાના ભક્તોથી જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે.

પરંતુ હનુમાનજી તમારાથી ત્યારે જલ્દી પ્રસન્ન થઇ શકશે જો તમારું મન પવિત્ર અને તમારા કર્મો સારા હોય. કેમ કે ખોટા કામ કરવા વાળા વ્યક્તિઓને કોઈ જ સાથ નથી આપતું. આજે અમે તમને આ લેખ દ્વારા હનુમાનજીના ક્યા પાઠ કઈ સ્થિતિઓમાં કરવાથી તમારા દુ:ખ દુર થઇ શકે છે, તેના વિષે જાણકારી આપવાના છીએ.

બજરંગ બાણ :

આ સંસારમાં એવા ઘણા બધા લોકો છે જે પોતાના કામ અને વર્તનથી લોકોને નારાજ કરી દે છે, જેના કારણે તેમના દુશ્મનોમાં વધારો થઇ જાય છે. ઘણા લોકોને સ્પષ્ટ બોલવાની ટેવ હોય છે, જેના કારણે જ તેના છુપા દુશ્મન બની જાય છે. ઘણા લોકો તમારી પ્રગતિથી પણ ઈર્ષા કરે છે જેને લઇને તમારી વિરુદ્ધ ષડ્યંત્ર પણ રચી શકે છે. એવી સ્થિતિમાં જો તમે તમારા સાચા મનથી બજરંગ બાણના પાઠ કરો છો તો તમે તમારી ઉપર આવનારી તકલીફોથી બચી શકો છો.

બજરંગબલી તમારા દુશ્મનોને સજા કરે છે. બજરંગ બાણથી દુશ્મનોને તેના માટે સજા મળી જાય છે. તેના પાઠ એક સ્થાન ઉપર બેસીને અનુષ્ઠાન પૂર્વક ૨૧ દિવસ સુધી કરવાના રહેશે, અને વ્યક્તિએ સત્યના રસ્તા ઉપર ચાલવાના સંકલ્પ લેવાના રહેશે. કેમ કે મહાબલી હનુમાનજી માત્ર સાચા અને પવિત્ર લોકોને જ સાથ આપે છે. જયારે તમે ૨૧ દિવસમાં આ પાઠ કરી લેશો તો તેનું તમને ઘણું જલ્દી ફળ પ્રાપ્ત થઇ જશે.

હનુમાન ચાલીસા :

જો વ્યક્તિ રોજ સવારના સમયે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો તે વ્યક્તિ ઉપર કોઈપણ તકલીફ આવતી નથી, અને ન તો તે વ્યક્તિ ઉપર જેલ કે સંકટ આવે છે. જો કોઈ વ્યક્તિને પોતાના ખરાબ કાર્યોને કારણે તેમને જેલમાં જવું પડ્યું છે, તો આ સ્થિતિમાં સંકલ્પ લઇને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અને આગળ ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ખરાબ કાર્ય ન કરવાનું વચન આપીને હનુમાન ચાલીસાના ૧૦૮ વખત પાઠ કરો. મહાબલી હનુમાનજીની કૃપાથી તમે જેલ માંથી ઘણા જલ્દી જ છુટકારો પ્રાપ્ત કરી લેશો.

હનુમાન બાહુકના પાઠ :

જો કોઈ વ્યક્તિ ગઠીયા, માથાના દુ:ખાવા, કંઠ રોગ, સાંધાના દુ:ખાવાથી દુ:ખી થઇ રહ્યા છે, તો તે સ્થિતિમાં પાણીનું એક પાત્ર તમારી સામે રાખીને હનુમાન બાહુકના ૨૬ કે ૨૧ દિવસ મુહુર્ત જોઈને પાઠ કરો. રોજ એ પાણી પી ને બીજા દિવસે બીજું પાણી મુકો, મહાબલી હનુમાનજીની કૃપાથી શરીરની તમામ તકલીફોથી તમને ઘણો જલ્દી છુટકારો પ્રાપ્ત થશે.

હનુમાનજીનો ચમત્કારી શાબર મંત્ર :

મહાબલી હનુમાનજીનો શાબર મંત્ર અત્યંત સિદ્ધ મંત્ર માનવામાં આવે છે. જો વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, તો મહાબલી હનુમાનજી તરત વ્યક્તિની પોકાર સાંભળે છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ, સંકટ, કષ્ટોથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે હનુમાનજીના ઘણા શાબર મંત્ર છે અને અલગ-અલગ કામો માટે તેનો જાપ કરવામાં આવે છે.

હનુમાન મંત્ર :

જો વ્યક્તિ હનુમાન મંત્ર ‘હં હનુમંતે નમઃ’ નો જાપ કરો છો, તો તેનાથી ભૂત-પ્રેત જેવી અડચણો દૂર થાય છે. જો વ્યક્તિને અંધારાથી ડર લાગે છે તો હનુમાન મંત્રનો જાપ લાભદાયક માનવામાં આવ્યો છે. તમે રાત્રે સુતા પહેલા હાથ-પગ અને કાન-નાક સારી રીતે ધોઈને પૂર્વ દિશા તરફ પોતાનું મુખ કરીને 108 વાર હનુમાન મંત્રનો જાપ કરો, તેનાથી તમને થોડા જ દિવસોમાં લાભ મળશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)