સ્ટેટ બેંકના કર્મચારીની એક ભૂલથી એક વ્યક્તિનું ઈંસેંટીવ અટક્યું હતું, પછી તેણે કર્યું આવું કારનામુ….

વ્યક્તિનું ઈંસેંટીવ અટકવાનું કારણ હતું સ્ટેટ બેંકના કર્મચારીની એક ભૂલ, પછી આવું કારનામુ કરીને મેળવ્યું ઈંસેંટીવ.

વર્ષ 2006, હું એક પ્રતિષ્ઠિત કંપનીના ઝારખંડ અને બિહારના સેલ્સ જોતો હતો. વીતેલા વર્ષોમાં પોતાના ટારગેટ પણ પુરા કર્યા, અને સારી એવી ગ્રોથ પણ હતી.

જૂનમાં મારું ઈંસેંટીવ પણ આવવાનું હતું. પણ ઈંસેંટીવ આવ્યું નહિ. હેડ ઓફિસમાં વાત કરવા પર ખબર પડી કે, કિશનગંજની એક પાર્ટીનું વર્ષ 2002 નું આઉટસ્ટેન્ડિંગ છે. જ્યાં સુધી તે ક્લિયર નહિ થાય ત્યાં સુધી ઈંસેંટીવ રિલીઝ નહિ થાય.

મારી રિજનલ ઓફિસ કોલકાતા અને હેડ ઓફિસ મુંબઈમાં હતી. ક્વાર્ટરલી મિટિંગમાં હું કોલકાતા પહોંચ્યો ત્યાં રિજનલ મેનેજર સાથે વાત કરી. તેમનું કહેવું હતું કે, નિયમ એ નિયમ. આઉટસ્ટેન્ડિંગ ક્લિયર કરીને જ ઈંસેંટીવ રિલીઝ કરી શકાય છે. આઉટસ્ટેન્ડિંગ એમાઉંટ લગભગ 55,000 રૂપિયા હતી અને ઈંસેંટીવ અઢી લાખ રૂપિયા.

અમુક સાથી કર્મચારીઓએ સલાહ આપી કે, પોતાના ખીસામાંથી 55 હજાર આપી દે અને અઢી લાખનું ઈંસેંટીવ લઇ લે. પછી હું તે કેસમાં વધારે ડિટેલમાં ગયો તો ખબર પડી કે, ચેક બાઉંસ થઈ ગયો હતો અને તે પછી પાર્ટીએ જે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો હતો, તે પણ ક્લિયર થયો ન હતો. તે સ્ટેટ બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો. અને ચકિત કરનારી વાત તેના ક્લિયર ન થવાનું કારણ હતું. કારણમાં લખ્યું હતું, પૂર્વ પ્રિન્ટેડ અને કમ્પ્યુટર-જનરેટ કરેલા નંબરો અલગ છે.

મેં એકાઉન્ટ સેક્શનમાં વાત કરી કે, મને ડિમાન્ડ ડ્રાફ્ટ આપી દો, હું પાર્ટીને મળવા જઈ રહ્યો છું. એકાઉન્ટ સેક્શને મારી પર્સનલ ગેરેન્ટી પર ડિમાન્ડ ડ્રાફ્ટ મને આપ્યો.

હું કોલકાતાથી કિશનગંજ પહોંચ્યો. ત્યાં 10 વાગ્યે હું સ્ટેટ બેંકમાં પહોંચ્યો. તે સમયે બેંકમાં કોઈ ન હતું. એક કલાક રાહ જોયા પછી સ્ટેટ બેંકના મેનેજર આવ્યા. મેં તેને ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી અને બેંકનો લેટર દેખાડ્યો. મેનેજરનું કહેવું હતું, જેણે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યો હતો તે સોમવારે આવશે, તો તમે ત્યારે આવજો. તે દિવસે ગુરુવાર હતો. મેં કહ્યું 4 વર્ષ જૂનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે, આ દરમિયાન જો આને બનાવવાવાળો મરી ગયો હોત તો? મારી આ વાત પર મેનેજરે બે પૈસાનો જવાબ આપ્યો, ‘સોમવારે આવજો કહી દીધું ને…. હવે તમે મગજ ખરાબ ન કરો.’

હું બેંકની બહાર ગયો અને કન્ઝ્યુમર ફોરમની ઓફિસ પહોંચ્યો. ત્યાં મેં પોતાની સ્થિતિ જણાવી. એક વકીલ સાહેબે મને સલાહ આપી કે, બેંકનો કન્ઝ્યુમર તમારો ડીલર છે એટલા માટે બેંક પર કેસ તે જ કરી શકે છે. આ 55 હજાર પર ઓછામાં ઓછા 18 ટકા પ્રતિ વર્ષના દરથી વ્યાજ અને 50 હજારની પેનલ્ટી હું અપાવી દઈશ. 10 ટકા મારા અને અત્યારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તમારે ફરિયાદ આપવી પડશે.

હું ડીલર પાસે પહોંચ્યો. તે ડિલરને એ સમજાવવામાં મને અડધો કલાક લાગ્યો કે તેમાં ફાયદો તમારો જ છે. પછી ડીલરે મને 55 હજાર રોકડા આપ્યા. હું ડીલરને લઈને કન્ઝ્યુમર ફોરમની ઓફિસમાં ગયો. તેની મુલાકાત વકીલ સાહેબ સાથે કરાવી. ત્યાંથી ટ્રેન પકડીને વર્દ્ધમાન અને પછી રાંચી ઓફિસમાં. ઓફિસમાં રોકડા આપ્યા અને બીજા મહિને ઈંસેંટીવ મારા એકાઉન્ટમાં આવી ગયું.

વચ્ચે-વચ્ચે ડીલર સાથે વાત કરતો રહ્યો. લગભગ 3 મહિના પછી ડીલરે પોતે મને ફોન કર્યો અને મારો ખુબ ખુબ આભાર માન્યો. કન્ઝ્યુમર ફોરમે તેને તેના બધા પૈસા, વ્યાજ અને 25 હજારની પેનલ્ટી પણ અપાવી દીધી હતી.

-યશવંત પાંડેય.