2.5 લાખથી વધારે વાર્ષિક કમાણી પર બદલાઈ ગયો ઇનકમ ટેક્સનો નિયમ, જાણી લો નહી તો…

જો તમે એમ્પ્લોયર કે કંપનીને PAN અને Aadhaar ની ડિટેલ્સ આપવાથી બચો છો, તો તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. જી હા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવા નિયમો મુજબ આવી સ્થિતિમાં તમારે પોતાની આવકના 20 ટકા રકમ ટેક્સના રૂપમાં ચૂકવવી પડી શકે છે.

ગઈ 16 જાન્યુઆરીએ લાગુ થયેલ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેક્સ એટલે કે CBDT ના નવા નિયમ તે દરેક લોકો પર લાગુ થશે જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે.

CBDT ના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, “કોઈ કર્મચારી પોતાના એમ્પ્લોયર કે કંપનીને ટેક્સ ડિડક્શન એટ સોર્સીસ (TDS) ડિડક્શન માટે પેન-આધાર ડિટેલ્સ આપતો નથી, તો તેણે પોતાની આવકનો 20 ટકા ભાગ ટેક્સમાં આપવો પડી શકે છે.”

ઇન્કમ ટેક્સ એક્ટની ધારા 206 AA મુજબ આને ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે 20 ટકા દરથી ટીડીએસ કાપવામાં આવ્યું તો 4 ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકરની કપાત કરવાની જરૂરત નથી. જો તમારી વાર્ષિક કમાણી 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે ટેક્સ લાગશે નહિ.

શું હોય છે ટીડીએસ?

જો કોઈ વ્યક્તિની કોઈ આવક થાય છે, તો તે આવકમાંથી ટેક્સ કાપીને બાકી રકમ આપવામાં આવે, તો ટેક્સના રૂપમાં કાપવામાં આવેલ રકમને ટીડીએસ કહેવાય છે. ઇનકમ ટેક્સથી ટીડીએસ વધારે થવા પર રીફન્ડ ક્લેમ કરવામાં આવે છે, અને ઓછું થવા પર એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાનો હોય છે.

એ પણ જણાવી દઈએ કે, ટીડીએસ દરેક આવક કે લેણદેણ પર લાગુ થતો નથી. આવકવેરા કાયદા પ્રમાણે ટીડીએસનો અલગ-અલગ રેટ છે, તે ચુકવણીની પ્રકૃતિ પર આધાર કરે છે. જો કે CBCT નું આ સર્ક્યુલર એવા સમયે આવ્યું છે, જયારે સરકાર ટેક્સ કલેક્શનના લક્ષ્યને મેળવવા માટે સખત મહેનત કરી રહી છે.

સરકારે રોકાણને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થાને સુસ્તીથી બચાવવાના ઉદ્દેશ્યથી કોર્પોરેટ ટેક્સમાં કપાત કરી હતી. આનાથી સરકારી ખજાના પર 1.40 લાખ કરોડથી વધારે દબાણ પડવાની સંભાવના છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.