સત્યનો સામનો, જાણો મરઘી નાં ઈંડા કેવી રીતે બને છે? જાણો નાં ખાવા નું વૈજ્ઞાનિક કારણ

આજકાલ મને આ જોઈને ખુબ જ દુઃખ અને આશ્ચર્ય થાય છે કે ઈંડા શાકાહારનો પર્યાય થઇ ગયો છે, બ્રાહ્મણો થી લઇને જૈનો સુધી તમામ લોકોએ જાહેર માં ઈંડા ખાવાનું શરૂ કરી દીધું છે..

ઠીક છે હું ભૂમિકા અને પોતાની વાત ઉપર ન જતા સીધો જ સત્ય અને તથ્યો ઉપર આવી જાઉં છું.

મિત્રો જેવી રીતે છોકરીઓમાં 10 થી 15 વર્ષની ઉંમરે તેમના અંડાશયમાં દર મહિને એક વિકસિત પિંડ (ઈંડા) ઉત્પન્ન કરવાનું શરુ થાય છે. તે ઈંડા અંડવાહિકા નળી (ફૈલોપિયન ટ્યુબ) થી નીચે જાય છે કેમ કે અંડાશયને ગર્ભાશય સાથે જોડે છે.

હવે જયારે ઈંડુ ગર્ભાશયમાં પહોંચે છે, તેનું પડ લોહી અને તૈલી પદાર્થોથી ધટ્ટ બની જાય છે. આવું એટલા માટે થાય છે કે જો ઈંડુ ઊર્વરિત થઇ જાય, તો તે વધી શકે અને બાળકના જન્મ માટે તેના સ્તરમાં વિકસિત થઇ શકે.

જો આ ડીમ્બનું પુરુષના વીર્યના શુક્રાણુ સાથે ભળે નહિ તો તે સ્ત્રાવ બની જાય છે અને તે યોની દ્વારે બહાર નીકળી જાય છે. આ સ્ત્રાવને માસિક ધર્મ,રાજોધર્મ કે માહવારી (Menstrual Cycle MC ) કહે છે.

છોકરીઓની જેમજ અન્ય માદા સ્તન ધારક (વાંદરા,બીલાડે,ગાય ) માં પણ એક નક્કી સમય પછી અંડોત્સર્જન એક ચક્ર ના રૂપમાં થાય છે ઉદાહરણ તરીકે :મનુષ્યોમાં મહિને એક જ વખત. ચાર દિવસ સુધી હોય છે જિસે મહાવારી કે માસિક ધર્મ કહે છે (જૅમ ઉપર જણાવ્યું) આ દિવસોમાં સ્ત્રીઓને પૂજાપાઠ ચૂલા ચાકરી એટલે કે રસોઈ બનાવા વેગેરે થી દૂર રાખવામાં આવે છે. અહીંયા સુધી કે ન્હાયા પહેલા કોઈને પણ અડકવા ની પણ મનાઈ છે. શાસ્ત્રોમાં પણ આ નિયમો વિષે વર્ણન કરવામાં આવેલ છે.

આનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માંગીશ. માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓમાં માદા હાર્મોન (estrogen ) ખુબજ વધુ માત્રામાં ઉત્સર્જિત થાય છે અને આખા શરીરમાંથી આ નીકળતું રહે છે આની સસ્ત્યતા માટે એક નાનો પ્રયોગ કરો . એક કુંડામાં ફૂલ કે કોઈ છોડ છે તો તેની ઉપર રજસ્વલા સ્ત્રી પાસે બે ચાર દિવસ સુધી પાણીના સિંચન કરાવો તો તે છોડ સુકાઈ જશે.

હવે આવીએ છીએ મરઘી નાં ઈંડા તરફ

(1) પક્ષીઓ (મરઘી) માં પણ છોકરીઓ ની જેમ જ અંડોત્સર્જન એક ચક્ર ના રૂપમાં થાય છે ફર્ક માત્ર એટલો છે કે તે પ્રવાહી નાં રૂપમાં નહી પણ નક્કર (ઈંડા) ના રૂપમાં બહાર આવે છે.

(2) સરળ ભાષામાં કહીએ તો ઈંડુ મરઘીનો મહાવારી કે માસીક ધર્મ છે અને માદાહોર્મોન (estrogen) થી ભરપૂર અને ખુબજ નુકશાનકારક છે.

(3) વધુ પૈસા કમાવા માટે આધુનિક ટેક્નિક નો પ્રયોગ કરી આજકાલ મરઘીઓને ભારત પ્રતિબંધિત ડ્રગ ઓક્સીટોસિન (oxytocin) નું ઇન્જેક્શન લગાવવામાં આવે છે જેનાથી મરઘીઓ સતત અનિષેચિત (unfertilized) ઈંડા આપતી રહે.

(4) આ ભ્રૂણો (ઈંડા) ખાવાથી પુરુષોમાં સ્ત્રીઓના હોર્મોન(estrogen) ના વધવાને કારણે ઘણી બીમારીઓ પેદા થાય છે. જેમ કે શુક્રાણુઓની ઉણપ (oligospermia, azoospermia) નપુંસકતા અને સ્તનોનું ઊગવું (gynacomastia) હોર્મોન અસંતુલન ને કારણે ડિપ્રેશન જેવા.. અને સ્ત્રીઓમાં અનિયમિત માસિક, વંધત્વ, (pco poly cystic oveary) ગર્ભાશયના કેન્સર વગેરે જેવી બીમારીઓ થઇ રહી છે.

(5) ઈંડામાં પોશાક તત્વોથી લાભથી વધુ આ રોગોથી નુકશાન નું પલડું ભારે છે.

(6) ઈંડાની અંદરનો પીળો ભાગ લગભગ 70 % કોલેસ્ટ્રોલ છે જે હૃદયરોગ (heart ettack) નું મુખ્ય કારણ છે.

(7) પક્ષીઓની મહાવારી (ઈંડા) નું ખાવું ધર્મ અને શાસ્ત્રો ની વિરુદ્ધ, અપ્રાકૃતિક, અને અપવિત્ર અને ચંડાળ કામ છે તેની જગ્યાએ તમે દૂધ પીઓ જે પોષક. પવિત્ર અને શાસ્ત્ર સંમત પણ છે.

સામાન્ય રીતે એલોપેથી ડોક્ટર વારંવાર કહે છે કે ઈંડા ખાવા ખૂબ જરૂરી છે અને તેમનો હિસાબ કિતાબ પ્રોટિનવાળું છે. તેઓ કહે છે કે પ્રોટીન આમ વધુ છે વિટામિન A વધુ છે. પરંતુ તે આવું શા માટે કહેતા હશે ? કેમ કે તેમણે તેમની ચોપડીઓમાં વાંચેલું છે. પરંતુ કેમ વાંચ્યું છે? ખરેખર આપણા ડોક્ટર જે અભ્યાસ કરે છે જેમ કે MBBS , MS, MD આ પૂરો અભ્યાસક્રમ બહારથી આવેલ છે એટલે કે યુરોપથી આવેલ છે અને યુરોપના દેશોમાં વર્ષના 8 મહિના તો બરફ જ હોય છે. ખાવા પીવાની પ્રાકૃતિક વસ્તુઓ તેમની પાસે વધુ નથી (અને જે છે તે બધું આપણે ત્યાંથી જાય છે જેમ કે ફળ, શાકભાજી આયુર્વેદિક ઔષધિઓ વગેરે)

હવે ત્યાં જે લોકો હોય જયારે પણ એલોપથી તપાસ ની ચોપડી લખવામાં આવી હશે તે સમયે તેમની પાસે માંસ અને ઈંડા સિવાય કઈ નહિ હોય. તો તેમના પુસ્તકમાં તેજ લખવામાં આવશે જે ત્યાં હાજર છે. અને યુરોપમાં આખો વિસ્તાર ખુબજ ઠંડો છે. શાકભાજી હોતા નથી, દાળ હોતી નથી. પણ ઈંડા ખુબ જ મળે છે કેમકે મુરઘી ખૂબ જ છે.

હવે આપણા દેશમાં પણ તે જ અભ્યાસ ભણાવી રહ્યા છે કેમ કે આઝાદીના 67 વર્ષ પછી પણ કોઈ કાનૂન બદલાયો નથી. પણ આ ભણતર ને આપણે આપણા દેશની જરૂરીયાત પ્રમાણે ફેરફાર નથી કર્યો.

એટલે કે તે પુસ્તકોમાં ફેરફાર થવો જોઈએ, તેમાં લખેલું હોવું જોઈએ ભારતમાં ઈંડાની જરૂર નથી કેમ કે ભારતમાં ઈંડા નાં વિકલ્પ ઘણાબધા છે. પણ આ ફેરફાર થયો નથી અને આપણા ડોકટરો તે પુસ્તક વાંચીને નીકળે છે. અને કહે છે કે ઈંડા ખાઓ માંસ ખાઓ. આયુર્વેદનો અભ્યાસ કરી જે ડોક્ટરો નીકળે છે તે ક્યારેય નહીં કહે કે ઈંડા ખાઓ. ઈંડામાં પ્રોટીન છે પંતુ બધાથી વધુ પ્રોટીન તો અડદની દાળ માં છે. પછી ચણાની દાળ. મસૂરની દાળ, ઈંડામાં વિટામિન A છે પણ તેનાથી વધુ દૂધમાં છે.

એટલે દરેકને વિનતી છે શાકાહારી બનો ઈંડા ક્યારેય નાં ખાયો

વિડીયો