સ્વર્ગથી ઓછા નથી ભારતના આ ૫ ગામ, અહિયાં એક વખત જઈને જુવો જીવનભર નહિ ભૂલી શકો આ જગ્યાઓ

જો તમે ક્યારે સ્વર્ગની કલ્પના કરતા હશો તો કદાચ તમારા મગજમાં સૌથી પહેલા બરફથી ઢંકાયેલા ડુંગરોની વચ્ચે લીલા છમ જંગલ અને ઝરણાના દ્રશ્યો આવી જતા હશે. તેવામાં એક-એક મગજમાં એ વિચાર આવતો હશે કે જો આપણા ભારતમાં પણ એવી જ કોઈ સ્વર્ગ જેવી બીજી પણ ઘણી સુંદર જગ્યા હોત. લોકો કાશ્મીરને સ્વર્ગ કહે છે.

તમે આજ સુધી કાશ્મીર અને તેની સુંદરતાના ઘણા કિસ્સા પણ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કાશ્મીર ઉપરાંત ભારતમાં પાંચ એવા ગામ રહેલા છે જે કોઈ સ્વર્ગથી ઓછા નથી. સુંદરતા એવી કે લોકો જોતા રહી જાય છે. જો તમે પણ શહેરના દોડધામ ભરેલા જીવનથી દુર માટીની ભીની સુગંધ અને પહાડોની હરિયાળી વચ્ચે શાંતિની થોડી પળો પસાર કરવાની ઈચ્છા રાખો છો, તો તમારા માટે આ ગામ એકદમ પરફેક્ટ છે.

સ્મિત : મેઘાલયના પાટનગર શિલાંગથી લગભગ ૧૧ કી.મી. દુર પહાડો ઉપર વસેલું ‘સ્મિત’ ગામે કુદરતની સુંદર ચાદર ઓઢેલી જોવા મળે છે. શહેરના પદુષણથી દુર સ્મિતની હવામાં ભળેલી શુદ્ધતા અને તાજગી તમારા જીવન માંથી તણાવને હંમેશા માટે દુર કરી દેશે. એ કારણ છે કે આ ગામને પદુષણ મુક્ત ગામનું સ્થાન પણ મળેલું છે. સ્મિત ગામ જોવામાં તો એટલું સુંદર છે કે ત્યાંના દ્રશ્યો તમને દંગ કરી દેશે. આ ગામમાં રહેવા વાળા લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.

શિલાંગ : મેઘયાલમાં આવેલું શિલાંગ એક નાનું એવું ગામ, જ્યાં ઘણી જગ્યાએ ઝાડના થડ માંથી બનેલા મજબુત પુલ સાથે મનને લોભાવનારા સુંદર ઝરણા તમારું મન મોહી લેશે. અહિયાંના અદ્દભુત દ્રશ્યો ઘણા શાંતિ દાયક છે. અહિયાંની સાથે જોડાયેલી દરેક વસ્તુ કાંઈક એવી છે કે તમે અહિયાં રહી જવા માટે મજબુર થઇ જશો.

ખોનોમાં : કુદરત સાથે પ્રેમ કરવા વાળા લોકોને કદાચ જ આ વાતની ખબર હશે કે ખોનામાને એશિયાનું સૌથી પહેલું લીલું છમ ગામ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામ કોહિમાથી ૨૦ કી.મી. દુર ખોનોમાંની લીલી છમ ઝાડીઓમાં રહેલું છે. આ ગામમાં ૧૦૦ થી વધુ જુદી જુદી જાતિઓના વન્ય પ્રાણી અને સુંદર જીવ જંતુ રહે છે. જો તમે ધ્યાનથી આ ગામને જોશો તો જાણશો, કે ખોનોમામાં બનેલા દરેક ઘર એક બીજા સાથે જોડાયેલા રહે છે. તે ઉપરાંત અહિયાં બનેલા દરેક ઘરના દરવાજા ઉપર એક વિશેષ પ્રકારનું શીંગડુ લટકાવવામાં આવે છે. જે કહેવામાં આવે છે કે ગામવાળાની સુરક્ષા માટે લટકાવવામાં આવતા હોય છે. અહિયાં લગભગ ૨૫૦ પ્રકારની જાતિઓના છોડ મળી આવે છે.

મીરિક : દાર્જિલિંગની પશ્ચિમમાં દરિયા કાંઠાથી લગભગ ૪૯૦૫ ફૂટની ઊંચાઈ ઉપર વસેલું એક નાનું એવું ગામ મીરિક છે. આ ગામને કુદરતે મન મૂકીને પોતાના સોંદર્યથી શણગાર્યુ છે. હિમાલયની ઝાડીઓની વચ્ચે દેવદાર સાથે ઘેરાયેલું મીરિક ઝીલ અહિયાંના દ્રશ્યોને વધુ સુંદર બનાવી દે છે. અહિયાં ચા ના બગીચા, જંગલી ફૂલોની ચાદર, ક્રીપ્ટોમેરિયના ઝાડ અહિયાં આવનારા પ્રવાસીઓને ઘણા લલચાવે છે.

મલાના : લોકોને કદાચ જ ખબર હોય કે દુનિયાની સૌથી મોંઘી ચરસ મલાના મિલ્ક આ ગામમાં મળે છે. ‘મલાના’ ગામ હિમાચલની કુલ્લુ ઘાટીની ઉત્તરમાં પાર્વતી ઘાટીની ચન્દ્રકહાનીની લીલી છમ ઝાડીઓથી ઢંકાયેલી છે. મલાના નદી પાસે સુંદર પહાડીઓના કાંઠે વસેલા આ ગામની સુંદરતા અજોડ છે. અહિયાંના અદ્દભુત દ્રશ્યો અહિયાં આવનારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહિયાં આવનારા પ્રવાસીઓ આ ગામની બહાર કેમ્પ લગાવીને રોકાય છે. અહિયાં બહારના લોકોને ગામની અંદર જવા અને ત્યાં કોઈ વસ્તુને સ્પર્શવાની મનાઈ હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.