છેલ્લા 50 વર્ષથી પાટનગર દિલ્લીમાં ઇંડિયા ગેટ ઉપર સળગી રહેલી અમર જવાન જ્યોતિને કેમ વિલય કરી દેવામાં આવી, જાણો.
મધ્ય દિલ્હીમાં ઇંડિયા ગેટની નીચે રહેલી અમર જવાન જ્યોત સ્વતંત્રતા પછી જુદા જુદા યુદ્ધો અને સંઘર્ષોમાં દેશ માટે શહીદ થયેલા સૈનિકોને દેશ તરફથી આપવામાં આવેલી શ્રદ્ધાંજલિનું એક પ્રતિષ્ઠિત પ્રતિક હતું. 1971 ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશના 3,843 જવાન શહીદ થયા. તે શહીદોની યાદમાં 1972 માં તે બનાવવામાં આવ્યું હતું. ડીસેમ્બર 1971 માં ભારત દ્વારા પાકીસ્તાનને હરાવ્યા પછી, તે સમયના પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ ગણતંત્ર દિવસ (વર્ષ 1972) ઉપર તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
50 વર્ષથી સતત ચાલી રહી છે જ્યોતિ : અમર જવાન જ્યોતિના મુખ્ય તત્વોમાં એક કાળા આરસપહાણની પ્લીંથ, એક સેનોટાફ સામેલ હતા, જે અજ્ઞાત સૈનિકની કબર તરીકે કામ કરતું હતું. પ્લીંથમાં એક સંગીન સાથે એક ઉંધી L1A1 સ્વ લોડીંગ રા-ઈ-ફ-લ હતી, જેની ઉપર એક સૈનિકનું યુદ્ધ હેલ્મેટ હતું.
સ્થાપના ઉપર ચાર કળશ હતા, તેમાં ચાર બર્નર હતા. સામાન્ય દિવસોમાં ચાર માંથી એક બર્નર સળગાવવામાં આવતું હતું. પણ ગણતંત્ર દીવસ જેવા મહત્વના દિવસોમાં ચારે બર્નર સળગાવવામાં આવતા હતા. આ બર્નરોને શાશ્વ્રત જ્વાળા કહેવામાં આવતી હતી, અને તેને ક્યારેય બુઝાવા નથી દીધી.
આવી રીતે સળગતી હતી અમર જ્યોતિ : ઇંડિયા ગેટની નીચે 50 વર્ષથી બુઝાયા વગર અમર જ્યોતિ સળગી રહી હતી, પણ શુક્રવારે તેને ઓલવી દેવામાં આવી, કેમ કે તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની બીજી અમર જ્યોતિમાં વિલીન કરી દેવામાં આવી. 1972 માં જયારે તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ત્યારથી તેને લીક્વીડ પેટ્રોલીયમ ગેસ કે એલપીજીના સીલીન્ડરની મદદથી જીવિત રાખવામાં આવતી હતી. એક સીલીન્ડર એક બર્નરને દોઢ દિવસ સુધી જીવિત રાખી શકે છે. 2006 માં તેને બદલી નાખવામાં આવ્યું હતું.
આમ તો આ યોજના જેનો ખર્ચ લગભગ 6 લાખ રૂપિયા હતો, તેની આગ માટે વપરાતા ઇંધણને એલપીજીની જગ્યાએ પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) થી રિપ્લેસ કરવામાં આવ્યું હતું. એ પછી પાઈપ ગેસની મદદથી ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતી જ્વાળાને હંમેશા માટે જીવિત રાખવામાં આવી હતી.
તેને ઇંડિયા ગેટ ઉપર કેમ બનાવવામાં આવ્યું? ઇંડિયા ગેટને પહેલા ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખવામાં આવતું હતું. 1931 માં અંગ્રેજોએ તેને બનાવરાવ્યું હતું. તેને બ્રિટીશ ભારતીય સેનાના લગભગ 90,000 ભારતીય સૈનિકોના સ્મારક તરીકે બનાવવામાં આવ્યું હતું, જે ત્યાં સુધીમાં ઘણા યુદ્ધો અને અભિયાનોમાં શહીદ થયા હતા.
સ્મારક ઉપર 13,000 થી વધુ શહીદ સૈનિકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે તે યુદ્ધોમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે એક સ્મારક હતું, એટલા માટે 1972 માં સરકાર દ્વારા તેની નીચે અમર જવાન જ્યોતિની સ્થાપના કરવામાં આવી હતી.
કેમ કરવામાં આવ્યો તેનો વિલય? સરકારી સુત્રો મુજબ, અમર જ્યોતિની જ્વાળાને ઓલવવામાં આવી નથી, પણ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની બીજી અમર જ્યોતિ સાથે વિલય કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે ઇંડિયા ગેટ ઉપર 1971 ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. પણ તેમના નામનો ઉલ્લેખ નથી કર્યો. જયારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં 1971 અને તે પહેલા અને પછીના યુદ્ધોના શહીદોના નામ લખવામાં આવ્યા છે. એટલા માટે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એક સાચી શ્રદ્ધાંજલિ છે.
ઇંડિયા ગેટ ઉપર લાગેલી નેતાજી સુભાષ ચંદ્ર બોસની મૂર્તિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ્યોતિની સાથે જ જાહેરાત કરી કે ઇંડિયા ગેટની બાજુમાં બનેલા છત્રીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિ લાગશે. નવી મૂર્તિ 28 ફૂટ ઉંચી હશે. મૂર્તિ પૂરી થવા સુધી છત્ર નીચે સુભાષ ચંદ્ર બોઝની એક હોલોગ્રામ મૂર્તિ રાખવામાં આવશે, જેનું 23 જાન્યુઆરીના રોજ અનાવરણ કરવામાં આવશે. છત્રમાં કાઈંડ જોર્જ પાંચમાની મૂર્તિ રહેતી હતી, જેને 1968 માં દુર કરી દેવામાં આવી હતી.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ક્યાં છે? નેશનલ વોર મેમોરીયલ, જે ઇંડિયા ગેટથી લગભગ 400 મીટરના અંતરે છે. તેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ ફેબ્રુઆરી 2019 માં કર્યું હતું. તે લગભગ 40 એકર વિસ્તારમાં બનેલું છે. તે એ બધા સૈનિકોને યાદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું જેને સ્વત્રંત ભારતની જુદી જુદી લડાઈઓ, યુદ્ધો, અભિયાનો અને સંઘર્ષોમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એવા સૈનિકો માટે ઘણા સ્વતંત્ર સ્મારક છે, પણ રાષ્ટ્રીય કક્ષાએ આ બધાની સ્મૃતિમાં કોઈ સ્મારક હૈયાત નથી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.