ભારત લોન્ચ કરશે સૌથી શક્તિશાળી મિલેટ્રી સેટેલાઈટ, જેની નજર છે બાજ જેવી

ભારતીય અવકાશ એજન્સી ઈસરો (Indian Space Research Organization – ISRO) એ સેનાની મદદ માટે 25 નવેમ્બરના રોજ કાર્ટોસૈટ-3 સેટેલાઈટ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. પણ હવે તે લોન્ચિંગ 25 ની જગ્યાએ 27 નવેમ્બરે થશે. આ મિલેટ્રી જાસૂસી ઉપગ્રહને છોડવા માટે પીએસએલએવી – સી47 રોકેટ તૈયાર થઈ ચૂક્યું છે. એને એસેમ્બલિંગ યુનિટમાંથી લોન્ચ પેડ-2 માટે રવાના કરી દેવામાં આવ્યું છે.

હાથની ઘડિયાળનો સમય પણ જોઈ લેશે આ સેટેલાઈટ :

આ સેટેલાઈટનું નામ છે કાર્ટોસૈટ-3 (Cartosat-3). તે કાર્ટોસૈટ સિરીઝનું નવમું સેટેલાઈટ હશે. કાર્ટોસૈટ-3 એટલુ શક્તિશાળી છે કે, તે અવકાશમાંથી જમીન પર 1 ફૂટથી ઓછી (9.84 ઈંચ) ઊંચાઈ સુધીનો ફોટો લઈ શકશે. એટલે કે તમારા કાંડા પર રહેલી ઘડિયાળ પર દેખાઈ રહેલા સાચા સમયની પણ ચોક્કસ જાણકારી આપશે.

સૌથી શક્તિશાળી સેટેલાઈટ કેમેરો હશે કાર્ટોસૈટ-3 માં :

જણાવી દઈએ કે, અત્યારસુધીમાં આટલી ચોકસાઈ વાળો સેટેલાઈટ કેમેરો કોઈ દેશે લોન્ચ નથી કર્યો. અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડિજિટલ ગ્લોબનો જીયોઆઈ-1 સેટેલાઈટ 16.14 ઈંચની ઊંચાઈ સુધીના ફોટા લઈ શકે છે.

સર્જીકલ સ્ટ્રાઈકમાં કરી હતી આ સિરીઝના ઉપગ્રહએ મદદ :

જણાવી દઈએ કે, પાકિસ્તાન પર થયેલી સર્જીકલ અને એયર સ્ટ્રાઈક પર કાર્ટોસૈટ ઉપગ્રહોની મદદ લેવામાં આવી હતી. એના સિવાય તે અલગ અલગ પ્રકારના વાતાવરણમાં પૃથ્વીના ફોટા લેવામાં સક્ષમ છે. તે પ્રાકૃતિક આપત્તિઓમાં મદદ કરશે.

ક્યારે છોડવામાં આવશે આ સેટેલાઈટ?

ઈસરોએ જણાવ્યું છે કે, આ કાર્ટોસૈટ-3 સેટેલાઈટને 27 નવેમ્બરની સવારે 9.28 વાગ્યે ઈસરોના શ્રીહરિકોટા દ્વીપ પર આવેલા સતીશ ધવન સ્પેસ સેંટર (SDSC SHAR) પરથી છોડવામાં આવશે. એને પૃથ્વીથી 509 કિલોમીટર ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે. 6 સ્ટ્રૈપઓન્સ સાથે પીએસએલવીની આ 21 મી ઉડાન હશે. જોકે આમ તો પીએસએલવીની આ 74 મી ઉડાન હશે. કાર્ટોસૈટ-3 સાથે અમેરિકાના અન્ય 13 નેનો સેટેલાઈટ પણ છોડવામાં આવશે.

કાર્ટોસૈટ સિરીઝના 8 સેટેલાઈટ અત્યારસુધીમાં થયા છે લોન્ચ :

કાર્ટોસૈટ સિરીઝના પહેલા સેટેલાઈટ કાર્ટોસૈટ-1 ને 5 મે 2005 માં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યો હતો. 10 જાન્યુઆરી 2007 ના રોજ કાર્ટોસૈટ-2, 28 એપ્રિલ 2008 ના રોજ કાર્ટોસૈટ-2A, 12 જુલાઈ 2010 ના રોજ કાર્ટોસૈટ-2B, 22 જૂન 2006 ના રોજ કાર્ટોસૈટ-2 સિરીઝ સેટેલાઈટ, 15 ફેબ્રુઆરી 2017 ના રોજ કાર્ટોસૈટ-2 સિરીઝ સેટેલાઈટ, 23 જૂન 2017 ના રોજ કાર્ટોસૈટ-2 સિરીઝ સેટેલાઈટ અને 12 જાન્યુઆરી 2018 ના રોજ કાર્ટોસૈટ-2 સિરીઝ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.